Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાત રાજયનાં ટીબી ઓફીસર ડો. સતીષ મકવાણા આજરોજ રાજકોટની મુલાકાતે આવ્યા છે. અને તેઓ રાજકોટ સિવિલની મુલાકાત લીધી છે.જેમાં ટીબી વોર્ડમાં જઈ અને દર્દીઓને અપાતી સારવાર અને હાલ કેટલા કેસો સામે આવ્યા છે. અને કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેની માહિતી મેળવી હતી. અને સાથે મેડીકલ કોલેજના ડીન, સિવિલ સર્જન અને આર.એમ. ઓ. સહિતના અધિકારીઓ સાથે મીટીંગ કરી અને ટી.બી.રોગ નાબૂદ કરવા અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેઓ ડીડીઓ અને કલેકટર સાથે મીટીંગ કરવામાં આવી હતી અને તેમાં ટી.બી. રોગને નાબૂદરવા માટે મહત્વના નિર્ણયો લીધા છે.

ટી.બી.રોગ વર્ષ ૨૦૧૬માં એકિટવ થયો હતો અને તેમા એક કરોડથી પણ વધુ તેના કેસો નોંધાયા હતા જેમાં ૧૩ લાખથી વધુ દર્દીઓ મોતને ભેટયા હતા. ટીબી રોગનું આખુ નામ ટયૂંબરકયુલોશિસ છે. અને આ રોગ સામાન્ય રીતે બેકટેરિયમ માઈકોબેકટેસિસ ટયૂબરકયુલોસિસથી થાય છે.

ટીબી સામાન્ય રીતે ફેફસાને વધુ અસર કરે છે. ટીબી રોગોના લક્ષણોમાં ઉધરસ થવી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખબ પરસેવો થવો અને વજન ઘટવો તેવા લક્ષણો દર્દીઓમાં દેખાઈ છે. પરંતુ ટીબીની રસી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી અને બાળકોને આ રસી જન્મના થોડા સમય બાદ આપવામાં આવે છે. જેથી તે ટીબી રોગનો શિકાર થતા નથી.

આ વર્ષોજૂનો રોગ ફળી ફાટી ના નીકળે તે માટે સરકાર સ્વસ્થાને લઈ પગલા લે છે. અને જો કોઈ વ્યકિતને ટી.બી. ના લક્ષણો થતા હોઈ તો તુરત જ આરોગ્ય તંત્રની કે હોસ્પિટલની મૂલાકાત લઈ સમયસર સારવાર મેળવે ગુજરાત રાજયમાં હાલ ટી.બી.ના વર્ષે ૧૫૦૦થી વધુ કેસો આવી રહ્યા છે. જેથી રાજયના ટી.બી. ઓફીસર ડો. સતીશ મકવાણાએ રાજકોટની મૂલાકાત લઈ અને નવી સુવિધા ઉપલબ્ધ કરવા અને ટીબીને નાબૂદ કરવા માટે રાજકોટમાં અધિકારીઓ સાથે સમીક્ષા કરી છે.

ટી.બી. રોગને નાબૂદ કરવા રાજય સરકાર મકકમ: ડો. સતીષ મકવાણા

Screenshot 14 4

રાજયના ટીબી ઓફીસર ડો. સતીશ મકવાણાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, ખાસતો લોકોને અપીલ કરવા માગીશ કે ટીબીનાં જે પણ લક્ષણો કે શંકાસ્પદ વાળા વ્યકિત હોય તો એ વ્યકિત પોતે હોય કે તેની આસપાસની હોય તો તેને નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ ટી.બી.ના લક્ષણોની વાત કરીએ તો ભૂખ ન લાગવી કે ઘણા સમયથી ઉધરસ આવવી અથવા વજન ઓછો રહેવો અને ખાસ કરીને રાત્રીનાં સમયે પરસેવો આવવા તો આમાના કોઈ પણ લક્ષણો વ્યકિતને શરીરમાં આવે તો તુરત જ નજીકના આરોગ્ય તંત્રની મૂલાકાત લેવી અનિવાર્ય છે. અને આપણે તો જ ટીબીને હરાવી શકીશું.

હાલ ગુજરાતની ટીબી પર પરિસ્થિતિની વાત કરીએ તો ગજરાતમાં હાલ દર વર્ષે ૧૫૦૦થી વધુ કેસો સામે આવી રહ્યા છે. અને કોવિડની પરિસ્થિતિમાં નિદાનનું પ્રમાણ ઓછુ રહ્યું હતુ અને હાલ પરિસ્થિતિ ઓછી થતા ટીબીની સારવારમાં વધારો કરવામાં આવ્યો છે અને સાથે મળીને ટીબી ને નેસ્તો નાબુદ કરીશું તેવી લોકોને અપીલ ક‚ છું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.