Abtak Media Google News

જૈન દશેનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમે પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધમે લાભ આપતા દ્રશ્યમાન થાય છે.

ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.ગોં.સં.ના સાધુ – સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોડેર સુધી જૈન ધમેનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.આગામી  વૈશાખ સુદ પૂનમના રોજ તેઓની 200 મી પૂણ્ય તિથી સમગ્ર દેશમાં તપ – ત્યાગ સાથે ઉજવાશે.તો ચાલો…આપણે પણ ઉપકારી પૂ.આચાર્ય ભગવંતના જીવનમાં ડોકીયું કરી પાવન બનીએ.

વિ.સં.1792 માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધમે નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલોછમ પવેત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલૂડાનું નામ ” ડુંગરસિંહ ” રાખ્યું. ચાર – ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરીવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો.

બદાણી પરીવાર એટલે પૂ.સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્ન સમાન પૂ.ગુરુદેવ રત્નચંદ્ગજી મ.સા. ” માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે,સંસારમાં રહીને દૂલેભ ભવને વેડફશો નહીં.” વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્યો.મનોમન નક્કી કર્યું કે બસ…હવે આ સંસારમાં રહેવું જ નથી.

માવિત્રો તેમજ પરીવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.1815 કારતક વદ 10 ના દિવ બંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્ગજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધમેનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂણે કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે – પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં – તારયાણં અથોત્ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓએ ચરિતાથે કર્યું.

પૂ.ડુંગરસિંહજી મ.સા.કહેતા કે સાધુ બન્યા પછી સાધના જ કરવાની હોય…

મન ને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ….

પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વષે સુધી નિદ્ગાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય.વિ.સં.1845 મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. ગોં.સં.ના સંસ્થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્ધી લક્ષે વિ.સં.1861 માં પૂ.સાધુ – સાધ્વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે આચાર્ય એટલે સ્વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે. સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અંનુસાર તેઓ પોરબંદર, દીવબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન – બાન અને શાન વધારી.શરીર અટક્યુ ત્યારે 1871 ચૈત્ર સુદ 15 થી ગોંડલમાં શ્રાવકોની વિનંતીને સ્વીકારી સ્થિરવાસ સાથે આત્મ રમણતામાં લાગી ગયાં. તેઓ વિનય, વિવેક, વિચક્ષણતા,કરૂણા, સમય સૂચકતા સહિત અનેક સદ્દગુણોના સ્વામી હતા.

મૌન અને મુનિની પરીભાષા સમજાવતાં આચાર્ય ભગવંત કહેતાં કે મનનું શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ.તેઓ તેઓના મનનીય પ્રવચનમાં ફરમાવતા કે સાધુ એને કહેવાય કે સમાજ પાસેથી ખોબા જેટલું (ગોચરી – પાણી ) લે અને દરિયા જેટલું જ્ઞાનાદિ પીરસી પરત કરે.આગમ વિશે તેઓ કહેતાં કે અરિહંતના આગમ એ અમૂલ્ય વિરાસત છે.આ વિરાસત અને ધરોહરને સાચવવી એ ચતુર્વિધ સંઘનું પરમ કતેવ્ય અને ફરજ રહેલી છે.આગમ એ તો જિન શાસનને જીવંત રાખનારી સંજીવની છે.

આચાર્ય ભગવંત કહેતા કે જન્મ ભલે સૂતા – સૂતા થાય પરંતુ મૃત્યુ તો બેઠા – બેઠા સમાધિ ભાવમાં થવું જોઈએ.તેઓને પોતાનું મૃત્યુ નજદીક દેખાતા વિ.સં.1877 ફાગણ સુદ તેરસના સોનેરી સૂર્યોદયે અનશન વ્રત અંગીકાર કરી અંતિમ મનોરથને હાંસલ કર્યો. વૈશાખ સુદ પૂનમના ચત્તારી શરણં પવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ 84 વષેની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી 32 વષે આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા અને ગૌરવ વધારી સ્વ – પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.

આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી મ.સા.ની 200 મી પૂણ્ય તિથી ગોંડલ સહિત ભારતભરમાં તપ – ત્યાગ પૂવેક અનંત ઉપકારી આચાર્ય ભગવંતના ગુણોનું સ્મરણ સાથે ઉજવવામાં આવશે.

દ્રિશતાબ્દિ સ્વગોરોહણ પૂણ્ય તિથીના અવસરે તેઓના આત્માને આપણા સૌના કોટી…કોટી વંદન.

સંકલન :મનોજ ડેલીવાળા,રાજકોટ.
મો.98241 14439.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.