ચોમાસા પહેલા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા આટલું જરૂર કરવું….

મેલેરીયા, ડેન્ગ્યું જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઈ છે. ચોમાસાની ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાવાથી મચ્છરનો વધુ ઉપદ્રવ રહે છે અને મેલેરીયા, ડેન્ગ્યું જેવા રોગો ફેલાવવાની સંભાવના રહે છે. આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાની અધ્યક્ષતામાં મેલેરીયા વિભાગના તમામ કર્મચારીઓ મેલેરીયા ઇન્સ્પેકટર, ઇન્સેક્ટ કલેકટર, સુપીરીયર ફિલ્ડવર્કરની આજ રોજ મીટીંગ બોલાવવામાં આવેલ. જેમાં વાઇસ ચેરમેન દક્ષાબેન વસાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડ, આર.સી.એચ.ઓ.ડો.ભુમિબેન કામાણી તથા મેલેરીયા વિભાગના બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ હાજર રહેલ. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મીટીંગમાં દ્વારા માર્ગદર્શક સૂચનો કરવામાં આવેલ જે આ મુજબ છે.

વરસાદી ઋતુના આ સમયમાં વાહક નિયંત્રણની કામગીરી સઘન બનાવવી, મેલેરિયા, ડેંગ્યુ પોઝીટીવ કેસ નિદાન થાય ત્યાં ત્વરિત દવા છંટકાવ, ફોગીંગ સહિતના પગલાં લેવા, પાણી ભરાતા ખાડાઓમાં પોરાભક્ષક માછલી મુકવી અથવા લાર્વીસાઇડનો નિયમીત છંટકાવ કરવો, મેલેરીયા ઇન્સ્પેકટરોએ દરેક વોર્ડના સુપીરીયર ફિલ્ડ વર્કર, ફિલ્ડ વર્કર પાસે પૂરતા પ્રમાણમાં દવાઓ તથા સાધન સામગ્રી છે તેનું સુપરવિઝન કરવું, વોર્ડમાં આવેલ તમામ શાળા, બાંધકામ સાઇટ,હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ, ઇન્ડસ્ટ્રિઝ, સેલર વગેરેનું ચેકીંગ કરી વાહક નિયંત્રણની કામગીરી કરવી. આવા તમામ સ્થળોએ મચ્છર ઉત્પત્તિ સબબ મુલાકાત લઇ બાયલોઝ અંતર્ગત કામગીરી સઘન બનાવવી, લોકોમાં સ્વંય જાગૃતિ આવે તથા લોકો પોતાના ઘર તથા પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તેની તકેદારી રાખે. તે માટે આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવા.

લોકોની વર્તણુંકમાં ફેરફાર લાવવાના પ્રયત્નો કરવો, આશા તથા એમ.પી.એચ.ડબલ્યુનો સહયોગ લઇ હાઇરિસ્ક વિસ્તારોમાં સઘન વાહક નિયંત્રણ કામગીરી કરાવવી, શાળા, કોલેજો ખુલે ત્યારે તેમાં વાહકનિયંત્રણ સંદર્ભે મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવી તથા મચ્છરજન્ય રોગો વિશે સમજણ આ5વી. આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવેલ છે કે, લોકો સ્વંય પોતાના ઘર તથા કાર્યસ્થળે પ્રિમાઇસીસ તપાસે તથા ઘર તથા પ્રિમાઇસીસમાં ક્યાંય પણ મચ્છરનાં પોરા જોવા ન મળે તેની ખાસ તકેદારી રાખે.

મચ્છરના પોરા થતા અટકાવવા આટલું જરૂર કરે….

  • અગાશી,છજા, ફળિયામાં રહેલ ભંગાર દુર કરીએ.
  • અગાશી, છજામાં વરસાદી પાણી ભરાઇ ન રહે તેની તકેદારી રાખીએ.
  • પીવાના તથા વપરાશના પાણીના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખીએ.
  • ફ્રિજની ટ્રે, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની કુંડી , ફુલદાની નિયમિત દરરોજ સાફ કરીએ.
  • હોજ, ફૂવારા , સુશોભન માટે બનાવેલ કુંજ વગેરેમાં ભરેલ પાણીમાં પોરા ન થાય તેની તકેદારી રાખીએ.