Abtak Media Google News

આવનારા દસકાને ધ્યાને લઇ યુએસએ ઇમિગ્રેશન પોલીસીમાં ફેરફાર કરશે

આવતા દસકા સુધી અમેરિકા નિર્ધારિત કરતાં વધુ ઉત્પાદન મેળવવા માટે 90 લાખ લોકો માટે રોજગારીની લાલ જાજમ પાથરશે. એટલું જ નહીં અમેરિકા આ મુદ્દે ધ્યાને લઇ પોતાના ઇમિગ્રેશન પોલિસી માં પણ મહદંશે બદલાવ લાવશે. બીજી તરફ અમેરિકા જે મુજબ સ્કીલ્ડ ડીગ્રી હોલ્ડર ઉભા કરવા જોઈએ તે થઈ શકતું નથી તો સામે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી ના પગલે ઘણા કૌશલ્ય સભર યુવાનોને તે મુજબ તક મળવી જોઈએ તે મળી શકતી નથી ત્યારે અમેરિકાએ આવતાં દસ વર્ષનો વિચાર કરી પોલિસીમાં બદલાવ લાવવા માટે વિચાર કરી રહ્યું છે.

જો અમેરિકા આ બદલાવને અપનાવશે તો આવનારા સમયમાં જે ઉભો થયો છે તે પણ ભુલાઈ જશે અને ઔદ્યોગિક વિકાસની સાથે અમેરિકાનું અર્થતંત્ર પૂરપાટ દોડતું થશે. વાસ્તવિકતા એ છે કે અમેરિકાની હાલ એચ-વનબી વિઝા પોલિસી ગત 14 વર્ષથી બદલાવવામાં આવી નથી જેને બદલાવી ખૂબ જ જરૂરી છે.

અમેરિકાનું માનવું છે કે તેઓ કલા અને કૌશલ્ય સભર લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે પરિણામે જોવા સ્થિતિ શક્ય થાય તો અમેરિકા નો વિકાસ પૂર્ણત: થઈ શકે છે. સામે યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વમાંથી સારા એવા લોકોને અને તેમના પરિવારને સ્થાન આપવા માંગે છે જેથી તેઓ અમેરિકાના વિકાસ માટે કાર્ય કરી શકે. પરંતુ જે રીતે અમેરિકા દ્વારા વિકાસ માટે જે કૌશલ્યવર્ધક યુવાનોને તૈયાર કરવા જોઈએ તે કરવામાં ઘણું કર્યું છે જેના પરિણામે અમેરિકાની આર્થિક સ્થિતિ જે સ્તરે હોવી જોઈએ તે જોવા મળતી નથી.

આ પૂર્વે વિશ્વના કૌશલ્યવર્ધક લોકો માટે અમેરિકા સૌથી સારુ ડેસ્ટિનેશન માનવામાં આવતું હતું જેમાં લોકો વધુને વધુ તેમના નવા પ્રોજેક્ટ અને અમલી બનાવતા હોય પરંતુ હવે સ્થિતિ જોવા મળતી નથી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે જે રીતે ઇમિગ્રેશન પોલિસી માં બદલાવ આવવો જોઈએ તે ન આવતા અને પ્રશ્નો ઉદભવી થયા છે.

જેથી કૌશલ્યવર્ધક યુવાનો અન્ય દેશોમાં સ્થાયી રહ્યા છે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. હાલ આ ચિંતાને દૂર કરવા માટે અમેરિકા આવનારા દસ વર્ષ ને ધ્યાને લઇ તેની ઇમિગ્રેશન પોલિસી માં બદલાવ લાવશે તે સ્પષ્ટ છે અને પોતાના ઉત્પાદનમાં વધુ 1.2 ટ્રિલિયન નો વધારો કરવા માટે વૈશ્વિક સમુદાય ના યુવાનોને વિશેષ તક આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.