Abtak Media Google News

રાષ્ટ્રમુનિ પૂ. નમ્રમુનિ મ.સા.નાં ૫૦માં જન્મોત્સવ નિમિતે ‘પરમોત્સવ મહા માનવતા’ અવસરનો પ્રારંભ

સંઘ સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવનારા સેવાભાવી મહાનુભાવોને ગૌરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં

જ્ઞાનદાતા પરમ ગુરૂદેવ પ્રત્યે લુક એન લર્નના બાળકોની અદ્ભૂત પ્રસ્તુતિ સાથે ૧૦૦૦ બાળકોએ પ્રભુવાણી કંઠસ્થ કરવાનો મંગલ સંકલ્પ કર્યો

હજારો લાખો જીવોનું જીવન જેમની કરુણાના આધારે જીવંત બની રહ્યું છે. હજારો ભાવિકોની પ્રભાતનો પ્રારંભ જેમની ચરણ વંદનાથી થઈ રહ્યો છે અનેક અનેક ભક્તોનું શ્વસનતંત્ર જેમના સ્મરણના આધારે ચાલી રહ્યું છે. એવા માનવતાના અવતાર, તારણહાર કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦મો જન્મોત્સવ- પરમોત્સવ – મહા માનવતા અવસર અત્યંત ભક્તિભાવે શુભારંભ કરવામાં આવ્યો હતો. લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત કરવામાં આવેલાં ત્રિદિવસીય પરમોત્સવનો પ્રારંભ “પરમ જ્ઞાન ઉત્સવ” સ્વરૂપે ઉજવવામાં આવ્યો હતો જેમાં જ્ઞાનદાતા પરમ ઉપકારી પરમ ગુરુદેવ પ્રત્યે ઉપકાર વંદનાના ભાવ સાથે દેશ પરદેશના હજારો ભાવિકો જોડાયાં હતાં.

આ અવસરની શરૂઆત પરમ ગુરુદેવ દ્વારા કરવામાં આવેલ ધ્યાન સાધના બાદ બ્રહ્મનાદે મહા પ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રના દિવ્ય ગુંજારવ સાથે પ્રારંભ થયેલા આ અવસરે લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર ગીત પ્રસ્તુતિ દ્વારા પરમ ગુરુદેવના જન્મોત્સવ પરમોત્સવના વધામણાં કરવામાં આવ્યાં હતાં.

જગતના દરેક “પર થી પર થઈ જવાના ઉત્સવ સ્વરૂપ “પરમોત્સવ” લક્ષી અત્યંત હદયસ્પર્શી શૈલીમાં બોધ આપતાં આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જ્ઞાનની ધારામાં જયારે કોઈ વ્યક્તિ ડૂબી જાય છે ત્યારે તેને શુધ્ધિ અને સમાધિની અનુભૂતિ સો તેને સમજાય છે કે, પર્દામાંથી મળતાં સુખ કરતાં, પ્રજ્ઞામાંથી અંતરને સમાધિ મળી જાય છે. આજ સુધીના જેટલાં પણ પરમાત્માઓએ પરમાત્મ સ્વરૂપ સિધ્ધિને પ્રાપ્ત કરી છે તો તેનું એકમાત્ર પરિબળ તે જ્ઞાન છે. સંસારના અનંતકાળના પરિભ્રમણનું કારણ છે “અજ્ઞાન” માટે જ જે સમાજ જ્ઞાની સંસ્કારિત બને છે, તે સમાજ સંસારમાં જ સિધ્ધત્વની અનુભૂતિ કરતો હોય છે. આપણે જ્ઞાનના સહારે આ સંસારને તરી જવાનો છે. આજ સુધી સંસાર સાગરને તરનારા જ્ઞાનની નાવના આધારે જ તરી ગયાં છે. જ્ઞાન એક હેડલાઇટ જેવું છે જે આપણને સંસારના એક્સિડેન્ટથી બચાવી લેતું હોય છે. જ્ઞાની સંસ્કારિત થએલી કોઈ વ્યક્તિ અનેકોને સંસ્કારિત કરી દેતી હોય છે. જ્ઞાન તે સ્રિતાનું કારણ છે, જ્ઞાન તે ધ્યાનનું મૂળ છે. આપણે જ્ઞાની બનીએ, જ્ઞાનના સાધનોની, જ્ઞાનની પ્રભાવના કરીએ, જ્ઞાની સંસ્કારિત સમાજનું નિર્માણ કરીએ. લુક એન લર્નના “જ્યોત સે જ્યોત જલે  કાર્યક્રમની અદ્ભૂત પ્રસ્તુતિમાં પરમ ગુરુદેવના અમૂલ્ય ગુણોની  કરવામાં આવેલ ગુણ સ્તુતિ તેમજ ગુરુચરણમાં ૧૦૦૦ બાળકોએ પ્રભુ જ્ઞાનવાણીને કંઠસ્થ કરવાની સંકલ્પ ગ્રહણ કરતાં સહુના અંતરમાં હર્ષ હર્ષ છવાયો હતો.

વિશેષમાં, સમગ્ર સંઘ -સમાજ અને આવનારી પેઢીને સેવા પરર્માની પાવન પ્રેરણા આપવાના લક્ષ સાથે દર વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે સંઘ સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવનારા નામાંકિત મહાનુભાવોને અર્પણ કરવામાં આવતાં ગૌરવવંતા પરમ એવોર્ડની પાવન પરંપરાને આગળ વધારતાં આ અવસરે પણ સેવાની સુવાસ પ્રસરાવનારા પરોપકારી મહાનુભાવોને પરમ એવોર્ડ અર્પણ કરીને એમની પરર્મા ભાવનાના બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યાં હતાં.

Final New Logo Parmotsav Maha Manavta Avasar Hindi 2020

આ વર્ષના એવોર્ડના મહાનુભાવો-  સી.યુ. શાહ – સી.યુ.શાહ યુનિવર્સિટી સુરેન્દ્રનગર,  પ્રાણજીવનદાસજી જુઠાલાલ શાહ – પાર્લા સંઘના સેવાપ્રેમી,  રામજીભાઈ વિરાણી – વિરાણી ઉપાશ્રય, માતુ લીલાવંતિબેન કીર્તિભાઈ મહેતા – લીલાવતી હોસ્પિટલ,  કાંતિભાઈ લાધાભાઈ શેઠ – રાજકોટના શ્રેષ્ઠીવર્ય, ડો  જશવંતભાઈ મોદી – અમેરિકાના શ્રેષ્ઠીવર્ય,   કિશોરભાઈ સંઘવી  પાર્લા,  કાંતિલાલભાઈ પ્રેમચંદ વોરા – સરદારનગર રાજકોટ અને માતુ વિજયાબેન માણેકચંદ શેઠ – શેઠ બિલ્ડર્સને પરમ એવોર્ડનું ગૌરવ અર્પણ કરીને જીવન સાર્થક સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવતાં સર્વત્ર અનુમોદનાનો સ્વર ગૂંજી ઉઠ્યો હતો. સેવા અને સેવાભાવીઓની અનુમોદના કરતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, આ એવોર્ડ તે માત્ર કોઈક એક વ્યક્તિનું સન્માન ની પરંતુ જન્મથી સજ્જન બનવાની અને સજ્જનમાંથી સર્વશ્રેષ્ઠ બનવાની દિશાની આ સમાજને પ્રેરણા આપવામાં આવી રહી છે.

અનોખા અંદાજમાં અત્યંત ભાવવાહથી શૈલીમાં વિવિધ ક્ષેત્રના લુક એન લર્નના દીદીઓએ આ અવસરે પરમ ગુરુદેવ પ્રત્યે ઉપકાર અભિવંદનાની અર્પણતા સાથે જન્મોત્સવના વધામણા કર્યા હતાં. વ્હાલા ગુરુદેવને જન્મોત્સવની અમૂલ્ય ભેટ આપતા લુક એન લર્નના નાના નાના બાળકોએ જિનશાસનની ગૌરવવંતી પાટ પરંપરાનો પરિચય કરાવતી સુંદર નાટિકાની પ્રસ્તુતિ અને આગમગાાનું પઠન કરતાં સહુના હૃદયમાં અનેરી પ્રસન્નતા છવાઈ ગઈ હતી.

સવારના સમયે પરમ ગુરુદેવના મુખેથી કરાવવામાં આવેલી વિશિષ્ટ ધ્યાન સાધના , જ્ઞાન અને જ્ઞાનદાતા ગુરુદેવ પ્રત્યે ઉપકાર અભિવ્યક્તિ કરતી પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ, સેવાના સન્માન અને સુવિખ્યાત ગાયક કલાકાર  પીયૂષભાઈ શાહ અને  જૈનમભાઈ શાહ ના મધુર સ્વરે કરાવવામાં આવેલી ભક્તિના સૂરોથી ગૂંજી ઉઠેલો પરમોત્સવનો પ્રથમ દિવસ સહુના માટે પ્રેરણાનો ઉત્સવ બની ગયો હતો.

તા :૨૫ ,૨૬ અને ૨૭ સપ્ટેમ્બર ત્રણ દિવસ ચાલનારા પરમોત્સવના આ અવસરે આવતીકાલે સવારના ૦૮.૧૫ ી ૦૮.૩૦ કલાક દરમ્યાન તેમજ સાંજના  ૦૭.૩૦ થી ૦૯.૩૦ કલાક દરમ્યાન સુવિખ્યાત ગાયક કલાકારો  જૈનમભાઈ વારિયા,  પીયૂષભાઈ શાહ,  હર્ષિતભાઈ શાહ,  સૌરભભાઈ મહેતા,  મહાવીરભાઈ શાહ, સી. એ  દેવાંગભાઈ દોશી,  ભાવિકભાઈ શાહ અને  વિરલભાઈ સુરાણાના મધુરકંઠે ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ તા: ૨૬.૯.૨૦૨૦ શનિવાર સવારના ૦૮.૦૦ કલાકે ધ્યાન સાધના બાદ પરમોત્સવ દ્વિતીય દિન “પરમ ભક્તિ ઉત્સવ” સ્વરૂપે ઉજવાશે. જેના અંતર્ગત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ઉવસગ્ગહરંની જપ સાધના સાથે પરમ મંત્રોત્સવની દિવ્યતાના દર્શન કરાવવામાં આવશે. આ અવસરે પરમ ગુરુદેવના સંસાર પક્ષે રત્નકુક્ષિણી માતા પૂજય  પ્રબોધિકાબાઈ મહાસતીજી -બા સ્વામીના હદય ઉદગાર – આશિર્વચનની સો પરમ ગુરુદેવ પ્રેરિત વિવિધ મિશન્સ સાથે જોડાયેલા ભાવિકો (તેમજ પારસધામ -પાવનધામ સંકુલના અધિકારીઓ)એ સાથે જ, જીવદયા – માનવતાના મહા સત્તકાર્ય સ્વરૂપે પરમ સ્પોર્ટ” પ્રકલ્પનો મંગલમય શુભારંભ અને સેવાભાવી -પરોપકારી ભાવિકોને પરમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે . પ્રેરણાત્મક શોટ ફીલ્મની પ્રસ્તુતિ સાથે પરમ ભક્તિનો આ ઉત્સવ ઉજવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.