કોર્ટમાં કેસનો ભરાવો ઘટાડવા હાઇકોર્ટ રજીસ્ટ્રીએ નંબર પાડતા પહેલા સાવચેત રહેવું જરૂરી: સુપ્રીમ કોર્ટ

અરજીના યોગ્ય મૂલ્યાંકન વિના જ નંબર પાડવામાં આવતા શરૂ થાય ‘તારીખ પે તારીખ’

ક્રિમીનલ કેસની સુનાવણીમાં કેટલીક ટેકનીકલ ખામીઓના કારણે રજીસ્ટ્રીને બે સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ રજુ કરવા આદેશ

કોર્ટમાં ન્યાય મેળવવા માટે સામાન્ય રીતે ધન, ધિરજ અને ધક્કાની તૈયારી જરૂરી હોવાનું કહેવામાં આવે છે તેની પાછળ કેટલીક ટેકનિકલ ખામી કારણભૂત હોવાનું સામે આવ્યું છે. હાઇકોર્ટ રજીસ્ટ્રી દ્વારા અરજીનું યોગ્ય મુલ્યાંકન વિના જ નંબર પાડવાના કારણે કોર્ટમાં કેસનું ભારણ વધતું હોવાનું અને સમયસર ન્યાયથી વંચિત રહે છે અને ‘તારીખ પે તારીખ શરૂ થાય છે.

ક્રિમીનલ કેસની સુનાવણીની કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા હાઇકોર્ટની રજીસ્ટ્રીની ખામીના કારણે કેસનો ભરાવો થતો હોવાનું અને ન્યાયમાં વિલંબ થતો હોવાની પ્રતિક્રિયા આપી બે સપ્તાહમાં સુધારા સાથે જવાબ રજુ કરવા આદેશ કરાયો છે.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ સિધ્ધાર્થ લુથરા અને આર.બસંત દ્વારા ક્રિમીનલ કેસમાં વિના કારણે વિલંબ થતો હોવાનું અને તેના માટે હાઇકોર્ટની રજીસ્ટ્રી બ્રાન્ચ દ્વારા અરજીનું યોગ્ય મુલ્યાંકન કર્યા વિના જ ઇન્ડવર્ડ કરવાથી હાઇકોર્ટ દ્વારા અરજીની સુનાવણી માટે મુદત આપવી પડતી હોવાનું અરજીમાં જણાવ્યું છે. તેમજ આ અંગે કોર્ટે અગાઉ નોંધ્યું છે કે, ક્રિમીનલ સુનાવણીમાં કેટલીક ખામીઓ રાજયમાં પ્રવર્તી ગુનાહીત પ્રથાઓને આભારી હોવાથી નિયમોમાં ફેરફાર કરવા માટે અહેવાલ રજુ કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીશ એલ.નાગેશ્ર્વર રાવ અને વિનીત સરનની ડિવિઝન બેન્ચમાં અરજીની સુનાવણી નીકળી હતી. ત્યારે બંને સિનિયર એડવોકેટ દ્વારા કરાયેલી અરજી અંગે વિસ્તૃત દલિલ થઇ હતી જેમાં ૨૦ જેટલી જુદી જુદી અદાલતોએ દ્વારા જવાબ ન આપવાનું જણાવ્યું તેમજ આંધ્ર પ્રદેશ, તેલગંણા, કર્ણાટક, અલ્હાબાદ અને દિલ્હી હાઇકોર્ટે ડ્રાફટ નિયમ અંગે પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. જે અદાલત દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી તે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેઓએ બે સપ્તાહમાં અહેવાલ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ અહેવાલ રજુ કરી ન શકે તો આગામીન સુનાવણીમાં રજીસ્ટર ઓફ જનરલને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

આ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ બોબડેએ મોખીક રીતે કહ્યુ કે તેઓ રજીસ્ટ્રી નોંધણી અંગે સુચન આપી શકે છે અથવા નિયમોનું પાલન કરાવવા હાઇકોર્ટને આદેશ કરી શકે છે. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા જારી કરાયેલા આ અંગેના હુકમમાં ઠરાવ્યું છે કે, અગાઉ હાઇકોર્ટના રજીસ્ટ્રર જનરલ દ્વારા અને એડવોકેટ જનરલને નોટિસ મોકલી હાઇકોર્ટમાં થતી અરજીના રજીસ્ટ્રર નંબર પાડતા પહેલાં યોગ્ય મુલ્યાંકન કર્યા વિના નંબર પાડવા ન જોઇએ જેના કારણે કેસનો થતો ભરાવવો અટકાવી શકાય તેમ છે. આવી ખામી અને ઉણપને અમલમાં મુકી ગુનાહીત નિયમોને આભારી છે.

સામાન્ય રીતે ચેક રીટર્ન કેસમાં થતા નેગોશીયબલના કેસમાં નીચેની કોર્ટ દ્વારા દોષિત ઠરાવ્યા બાદ થતી અપીલ અંગેની અરજીની રજીસ્ટ્રી દ્વારા નંબર આપી દેવામાં આવતા ના છુટકે હાઇકોર્ટમાં સુનાવણી કરવી પડતી હોય છે. જેના કારણે ન્યાયમાં લાંબો સમય વિના કારણે પસાર થતા કેસનો ભરાવો થાય છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટ અને રાજયના પોલીસ વડાને એક માર્ગ દર્શિકા જાહેર કરવા સુચન કર્યુ છે.

આ હુકમમાં સુઓમોટો લઇ નેગોશીયબલ કેસની પ્રયોગિક અજમાયશ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ચીફ જસ્ટીશ બોબડેની વડપણ હેઠળની ડિવિઝન બેન્ચ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, ૨૫ હાઇકોર્ટમાંથી ૧૪ હાઇકોર્ટ દ્વારા પ્રારંભ અહેવાલનો જવાબ રજુ કર્યો છે ચેક રિટર્ન કેસમાં સુનાવણી અંગે ૧૧ હાઇકોર્ટ દ્વારા ડ્રાફટ યોજના રજુ કરી છે.

હાઇકોર્ટની રજીસ્ટ્રી દ્વારા અરજીની યોગ્ય મુલ્યાંકન વિના જ અપાતા નંબરના કારણે ન્યાયમા વિલંબ થતો હોય આ બાબતને ધ્યાને રાખી હાઇકોર્ટ, રજીસ્ટ્રર જનરલ અને રાજયના પોલીસ વડા દ્વારા કોર્ટમાં જવાબ રજુ કરશે અને ચાર સપ્તાહમાં જ હાઇકોર્ટ, રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાનો જવાબ રજુ નહી કરે તો રજીસ્ટ્રાર જનરલ અને રાજયના પોલીસ વડા સરકારની મંજુરી સાથે કોર્ટમાં હાજર રહેવા દેશ કર્યો છે.

Loading...