Abtak Media Google News

સહકારી મંડળીઓને ૧૧ ટકા વ્યાજ ભોગવવું પડતું હોય ખોટ ખાઇને સભાસદોને ૮ ટકે લોન આપવી કેમ?

કોરોના કોવિડ-૧૯વાયરસને નાથવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના ચાર તબકકાઓ પસાર થયા છે.

લોકડાઉનના તબકકા દરમિયાન અનેક લોકો પોતાની રોજગારી, આવક અને ધંધો વેપાર ઠપ્પ થઇ ગયા છે જેની સામે આ લોકોને ફરી ઉભા કરવા માટે રાજય સરકાર દ્વારા આત્મ નિર્ભર યોજના શરૂ કરવામાં આવી છે. જેેમાં રૂ.૧ લાખ સુધીની લોન વાર્ષિક બે ટકાના વ્યાજે મળી રહેશે.

બેંક, અર્બન ક્રેડીટ બેંક દ્વારા લોનના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરુ કરી છે. ત્યારે સહકારી મંડળીઓ દ્વારા પોતાના સભ્યસદોને આત્મ નિર્ભર લોન આપવી કે કેમ તે વિશે વિચારણા શરુ થઇ છે. જે અંગે એક અઠવાડીયામાં નિર્ણય આવવાની શકયતાઓ સેવાઇ રહી છે.

ત્યારે સહકારી મંડળીઓ માટે સૌથી મોટો પ્રશ્ર્ન એ રહેશે કે ૧૧ ટકે મળતી ક્રેડીટ ૮ ટકે સભ્યસદોને આપવી કે કેમ ? ત્યારે ક્રેડીટ સોસાયટીના હોદેદારો દ્વારા ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

લોકડાઉનના ચાર તબકકાઓ બાદ સરકાર દ્વારા ધંધા વેપારને ફરી છુટછાટ આપવામાં આવી છે.

પરંતુ લોકડાઉનમાં કોઇ આવક ન થતા ધંધાર્થીઓને ઘણી તકલીફો ભોગવી પડતી હોવાથી રાજય સરકાર દ્વારા આત્મ નિર્ભર યોજના શરુ કરવામાં આવી છે. જેમાં લોકોને

રૂા એક લાખ સુધીની લોન બેન્ક અને ક્રેડીટ બેંકમાંથી વાર્ષિક ર ટકાના દરે મળી રહેશે.

તે દરમિયાન સહકારી મંડળીઓ દ્વારા પણ તેમના સભ્યસદોને આત્મનિર્ભર યોજનાનો લાભ મળી રહે તે માટે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આત્મર્નિભ લોનની ધિરાણ સામે સહકારી મંડળીઓ માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બેંક અને ક્રેડિટ બેન્ક પાસે ભંડોળ પૂરાતા પ્રમાણમાં હોવાથી તેમના દ્વારા લોકોને આત્મનિર્ભર યોજનાનો લાભ આપી શકે તેમ છે.

પરંતુ ક્રેડીટ સોસાયટીના સભયો પાસેથી એકઠુ થતું ભંડોળનું પ્રમાણ ઓછું હોવાથી સભ્યસદોને ધિરાણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

ક્રેડિટ સોસાયટી રોજબરોજની ધિરાણ એકત્રિત કર્યા બાદ પણ તેઓને વાર્ષિક ૧૧ ટકા વયાજ પર રકમ ચુકવી ફરજીયાત રહેતી હોય છે.

કોઇપણ સભ્યોને લોન આપ્યા બાદ તેમાં ૬ ટકા વ્યાજ, ૪ ટકા એજન્ટોનું કમિશન અને ૧ ટકો સ્ટેશનરી ખર્ચ કાઢવા છતાં વાર્ષિક ૧૧ ટકા વ્યાજ ચુકવવાનું રહેતું હોય છે.

ત્યારે  આત્મનિર્ભર યોજનમાં વાર્ષિક આઠ ટકા વ્યાજ જેમાં ૬ ટકા સરકાર અને ર ટકા લોન ધારકો ચૂકવે છતાં પણ ક્રેડિટ  સોસાયટીઓને ત્રણ ટકાની ખોટ પડી શકે છે.

માટે આત્મનિર્ભર યોજના હેઠળ સહકારી મંડળી દ્વારા તેમના સભ્યસદોને લોન આપવી કે કેમ તેની વિચારણા થઇ રહી છે.

સહકારી મંડળી દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ સભ્યસદોને લોન આપવામાં આવે તો ક્રેડિટ સોસાયટીને પડતી ખોટ સામે સહકારી મંડળી ઉઠી જવા સુધીનો ભય રહેતો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી સહકારી મંડળી જીલ્લા રજીસ્ટ્રર, અધિકારી અને સહકારી મંડળીઓના હોદેદારો સાથે ચર્ચા વિચારણા થઇ રહી છે. રાજકોટ જીલ્લામાં શહેરી વિસ્તારમાં ૩૯૩ અમે તાલુકા વિસ્તારમાં ર૯ મળી કુલ ૪૨૨ ક્રેડીટ સોસાયટીઓ કાર્યરત છે.

ત્યારે ભવિષ્યમાં સહકારી મંડળીઓના સભ્યસદોને આત્મનિર્ભર યોજના હેઠળ રૂ. ૧ લાખ સુધીની લોન ફાળવવી કે કેમ તે અંગેના નિર્ણય વિશે વિચારણાઓ ચાલી રહી છે.

અર્બન ક્રેડિટ બેંક દ્વારા આત્મનીર્ભર લોનના ફોર્મની ફાળવણી શરૂ

લોકડાઉનના ચાર તબકકાઓ બાદ ઠપ્પ થયેલા ધંધા વેપાર અને ઉઘોગોને ફરી બેઠા કરવા માટે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના શરુ કરવામાં આવી છે. યોજના અંતર્ગત લોકોને રૂા એક લાખ સુધીની લોન ર ટકા વાર્ષિક વ્યાજે મળી રહેશે. બેંકો દ્વારા ફોર્મનું વેચાણ શરુ થયું હતું. ત્યારબાદ રાજકોટ જીલ્લામાં કાર્યરત આઠ થી દસ અર્બન ક્રેડિટ બેંક દ્વારા પણ આત્મનિર્ભર યોજના અંતર્ગત ફોર્મની ફાળવણી શરુ કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લાની અર્બન ક્રેડીટ બેંક દ્વારા છેલ્લા એક સપ્તાહમાં રપ હજારથી પણ વધુ ફોર્મની ફાળવણી કરવામાં આવી છે. જયારે અમુક ક્રેડીટ બેંક દ્વારા આવનારા ટ્રુંક સમયમાં આત્મનિર્ભર યોજના હેઠળ લોનના ફોર્મની ફાળવણી શરુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.