તોબા તોબા.. હવે માનવીની સાથે કોરોનાએ નદીને પણ સંક્રમિત કરી, સાબરમતી નદીમાંથી….

દેશમાં થોડા સમયથી કોરોનાની બીજી લહેરથી રાહત મળી છે. સરકારે ગાઈડ લાઈનો જાહેર કરી પાછી છૂટછાટો આપી છે. દરોરોજ હવે સંક્રમણના કેસમાં મોટા પાયે ઘટાડો નોંધાય છે. ત્યારે કોરોનાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ માનવી કોરોના સંક્રમિત નથી થયું પરંતુ એક નદી સંક્રમિત થઈ છે.

દેશના ઘણા શહેરોમાં ગટરની લાઇનમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. પરંતુ પ્રથમ વખત કુદરતી જળ સ્ત્રોતોમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો છે. ગુજરાતની જીવાદોરી કહેવાતી અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં કોરોના વાયરસ મળી આવ્યો છે.

સાબરમતી નદીમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. સાબરમતીની સાથે અમદાવાદમાં કાંકરિયા તળાવ, ચાંડોળા તળાવના પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી પણ ચેપ મળી આવ્યો છે. આવો કિસ્સો આસામના ગુવાહાટીના વિસ્તારમાં આવેલી નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ભારુ નદીમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના ચેપ જોવા મળ્યો હતો.

નદીઓના લેવામાં આવેલા નમૂનાઓમાં વાયરસ મળી આવ્યો છે. IIT ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ સંયુક્તપણે આ અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં દિલ્હી સ્થિત JNUની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ સાયસન્સના વિદ્યાર્થીઓ સામેલ છે.

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનીષ કુમારે જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે ગટરના નમુના લઈ તપાસ દરમિયાન કોરોના વાયરસ જોવા મળ્યો હતો. તેના પછી આ અભ્યાસને વધુ કરતા નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી અમદવાદની સાબરમતી અને આસામની ભારુ નદીમાં સંક્રમણ જોવા મળ્યું છે.’

મનીષ કુમારે વધુમાં જણાવ્યું કે, ‘3 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર 2020 સુધીમાં દર અઠવાડિયે પાણીના સેમ્પલ લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સાબરમતીમાં 694, કાંકરિયામાં 549 અને ચંદોલામાં 420 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું પરીક્ષણ કરતા તેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેનાથી સ્પષ્ટ પણે કહી શકાય કે કોરોના વાયરસ પાણીમાં પણ જીવિત રહી શકે છે. એટલા માટે દેશના જળસ્રોતની તાપસ કરવી જોયે.’