Abtak Media Google News

સોમવારે વડોદરા, ભ‚ચની નદીઓમાં અસ્થિ વિસર્જન

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઇજીનું તારીખ ૧૬ ઓગષ્ટના રોજ દુ:ખદ્ અવસાન થયું હતુ. બાજપાઇજીના અસ્થી વિસર્જન દેશના જુદા જુદા રાજ્યોની પવિત્ર નદીઓમાં કરવામાં આવી રહ્યુ છે.

આજે સુરતની તાપી નદી, સિધ્ધપુરમાં સરસ્વતી નદી તથા સોમના ત્રિવેણી સંગમમાં અટલજીના અસ્થી વિસર્જન કરવામાં આવશે.  ૨૫ ઓગષ્ટ – સુરત ખાતે બપોરે ૧૨.૦૦ વાગે કામરેજ થી અસ્થીકુંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ ૪.૦૦ વાગે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પાસે તાપી નદીમાં અસ્થી વિસર્જન કરવામાં આવશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.

૨૫ ઓગષ્ટ – સિધ્ધપુર ખાતે બપોરે ૩.૦૦ કલાકે આંબેડકર ચોકી અસ્થીકુંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ બીંદુ સરોવર, સરસ્વતી નદીમાં અસ્થી વિસર્જન કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી તથા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થીત રહેશે.

૨૫ ઓગષ્ટ  વેરાવળ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે સોમના યુનિવર્સીટી, સંજયનગર પાસેથી અસ્થીકુંભ યાત્રા શરૂ થશે અને ૧૨.૩૦ કલાકે સોમના-ત્રિવેણી સંગમમાં અસ્થી વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેબીનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા આર.સી.ફળદુ ઉપસ્થિત રહેશે.

તારીખ ૨૭ ઓગષ્ટના રોજ વડોદરાની મહિસાગર નદી તથા ભરૂચની નર્મદા નદીમાં આદરણીય અટલજીના અસ્થી વિસર્જન કરવામાં આવશે.

૨૭મીએ વડોદરા ખાતે સવારે ૧૦.૦૦ કલાકે પંડિત દીનદયાળ ભવન, સયાજીગંજી અસ્થીકુંભ યાત્રા શરૂ થશે અને ૧૨.૩૦ કલાકે ફાજલપુર પાસે મહિસાગર નદીમાં અસ્થી વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા તથા પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થીત રહેશે.

ભરૂચ ખાતે બપોરે ૨.૩૦ કલાકે શ્રવણ ચોકડીથી અસ્થિકુંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ ઝાડેશ્વર,બીએપીએસ મંદિરના હોલમાં ૫.૦૦ થી ૬.૦૦ સર્વદલીય ર્પ્રાનાસભા અને સાંજે ૬.૩૦ કલાકે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નદીમાં અસ્થી વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રી ગણપતભાઇ વસાવા અને પ્રદિપસિંહ જાડેજા તથા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.