આજે ધનતેરસ: આ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવાથી થશે લાભ

ધનતેરસે દિપ દાન કરનારને અપમૃત્યુ, આકસ્મીક કે અકાળ મૃત્યુનો ભય રહેતો નથી: શાસ્ત્રી રાજદીપ જોશી

પ્રકાશનું પર્વ એટલે ‘દિપાવલી’  હિન્દુ ધર્મ પરંપરાનો આ તહેવાર સમગ્ર દેશ અને વિદેશમાં વસતા હિન્દુઓના કાળજામાં કંડારાઇ ગયો હોય તેમ આજથી દિપાવલી પર્વ પુર બહારમાં ખીલી ઉઠે છે. ગઇકાલથી જ લોકો અને ખાસ કરીને મહિલાઓ બાળકો વગેરે આ પર્વને દબદબાભેર ઉજવવાની તૈયારીઓમાં ખરીદી, રોશની સહીત  ઘર, દુકાન કે ઓફીસના આંગણે રંગોળી વગેરે વગેરે દિવાળી પૂર્વે એટલે કે આજ રમા એકાદશીથી જ ઘર આંગણે રંગોળી કરવામાં આવે છે એક એવી માન્યતા પણ છે કે આંગણું સ્વચ્છ રાખી રંગોળી કરી દિપ પ્રગટાવવામાં આવે ત્યાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને નિવાસ પણ કરે છે.

જો કે વિક્રમ સંવત 2077 ની પુર્ણાહુતિમાં જયોતિષીઓના મતે આજથી શરુ થતી રમા અગીયારસ અને વાઘ બારસ બન્ને સાથે છે જયારે આવતીકાલે બારસ અને ધનતેરસ જયારે બુધવારે તેરસ અને કાળી ચૌદસ સાથે મનાવવામાં આવશે.

આ તહેવારો અંગે વધુ પ્રકાશ પાડતા શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે આજે  ધનતેરસ છે આસોવદ બારસ ને મંગળવારે  ધનતેરસ છે . જો કે સવારે  11.31 વાગ્યા સુધી બારસ છે . ત્યારબાદ તેરસ તિથી છે .ધન તેરસ નું મહત્વ પ્રદોષ કાળ નું હોવાથી મંગળવારે બારસ ના દિવસે  ધન તેરસ માનવામાં આવશે . ધનતેરસના દિવસેસવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ નિત્ય પૂજા -પાઠ કરી અને શ્રીકૃષ્ણ ભગવાનનાં નામની સાથેરૂકમણીજી , મિત્રવિન્દ , શૈલ્યા , જામ્બવતી , સત્યભામા , લક્ષ્મણા, ભદ્રા, ક્લીનદી, નામ બોલવા . યમદીપદાન: ધનતેરસના દિવસે સાંજના સમયેયમદીપ દાન કરવું .

સાંજનાસમયે દિવસ આથમ્યા પછી પ્રદોષ કાળે ઘરની બહાર મુખ્ય દરવાજા કે બારણા પાસે માટીનાં કોડીયા માં તલનાં તેલનો દિવોકરવો અને ચોખાની ઢગલી કરી તેનાં ઉપર મુકવો ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુળ રાખીપ્રાર્થના કરવી , મને અનેમારાઘર પરિવારનાં સભ્યોને કોઈદિવસ યમયાતના ન મળેએવીપ્રાર્થના કરવી . ધનતેરશનાંદિવસે દીપદાન કરનારને અપમૃત્યું , આકસ્મિક મૃત્યુ , અકાળ મૃત્યુનો ભય રહેતો નથી

.ધનતેરશનાં દિવસે વૈઘધન્વન્તરી ઋષિનો જન્મ થયેલો . દેવ – દાનવોનાં સમૃદ્ર મંથન સમયે સંસારનાં સર્વરોગ નાબુદ કરવા ઔષધિઓનો કળશલઈ ભગવાન ધન્વન્તરીપ્રગટ થયા હતા . આધી આ દિવસે વૈદ્યો , ડોકટર અને બધા જ લોકોએ કોરોના ચાલ્યો જાય તેવી ભાવના સાથે ધન્વન્તરી પૂજન કરવુંશુભ અને ઉત્તમ છે.

ધન્વન્તરી પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે . ધનતેરસના દિવસે ધનપૂજન: ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીનીપ્રાપ્તિ માટે એકબાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ચાંદીના સિકકા ઉપર ધનપૂજન કરવું , સામે લક્ષ્મીજીની છબી રાખવી , તેલનો દિવો કરવો , દુધમાં સાકર નાખી સિકકા ઉપર શ્રી કમલવાસિન્થે નમ:ના જય અથવા શ્રી સુકનનાં પાઠ બોલતા બોલતા અભિષેક કરવો,ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવી સાફ કરી વસ્ત્ર અબીલ ગુલાલ , કંકુ , ફુલ પધરાવવું , આરતી કરી ક્ષમાયાચના માગવી . આમ કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિથાય છે.

ધનતેરસના શુભ સમય ચોઘડીયા પ્રમાણે: ધનતેરસના દિવસે સવારે ચલ લાભ 9.41થી 12.30 બોપોરે અમૃત 12.30 થી 1.55 શુભ 3.19થી 4.43 રાત્રી ના શુભ 7.44 થી 9.19 રાતીના 10.55 થી 12.31 પ્રદોષકાળ રાત્રે 6.07 થી 8.39 સુધી છે,

ત્યારપછીનો પર્વ એટલે કે કાળી ચૌદશ જેને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસ તાંત્રિકો માટે અને સાધકો માટે ખુબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે તાંત્રિકો દ્વારા સ્મશાનમાં પણ સાધના કરી ધન્યતા અનુભવતા હોવાની પણ એક માન્યતા છે. ત્યારે પ્રકાશનું પર્વ ‘દિવાળી’ કે જેમાં લક્ષ્મીપુજન ચોપડા પુજનમાં લક્ષ્મીની સાધના કરવાનો અમુલ્ય અવસર કહેવાય છે.