Abtak Media Google News

આજના દિવસે સાંજે જૂના સોના-ચાંદીના દાગીના તથા લક્ષ્મીજીના સિક્કાનું પૂજન કરવું અને સાકર વાળુ દૂધ અર્પણ કરવું લક્ષ્મી વર્ધક

આજે ધનતેરસ આજે ભગવાન કુબેરની પૂજા કરવાથી તે ધન-સંપત્તિ અને વૈભવનું વરદાન આપે છે. પૌરાણિક કથા અનુસાર યમરાજની પ્રીતિ, પ્રસન્નતા ર્એ આ પર્વ મનાવાય છે. જેને ‘યમપંચક’ કહે છે. જો કે હાલ આ ભાવ ભુલાઈ ગયો છે. ‘શ્રી’નું શતપ બ્રાહ્મણમાં ઉત્પતિનું વર્ણન છે. એક કથા પ્રમાણે શ્રાપના કારણે લક્ષ્મી તુલસી બની એવી પણ કથા છે. જેથી આંગણામાં તુલસી કયારો રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે એવો લોકોમાં વિશ્વાસ છે. શ્રીર સાગરમાંથી ઉત્પન્ન થવાને કારણે લક્ષ્મીને ‘શ્રીરતિયા’ પણ કહે છે.

એટલે જ શંખને એના ભાઈની ઉપમા આપવામાં આવી છે અને કોડીને લક્ષ્મીનું પ્રતિક મનાય છે. પહેલાના સમયમાં સાચુ ધન પશુધન કહેવાય છે. એટલે જ આ દિવસે ખાસ પોતાની જીવાદોરી સમા પશુ ધણની પૂજા કરવામાં આવતી અને એને કોડીથી શણગારવામાં આવતા સિમંત વખતે પણ ગર્ભમાં રહેલા શિશુની રક્ષા માટે અને ઘરે પ્રમ લક્ષ્મી પધારે ‘બેટી લક્ષ્મી કી પેટી’ના ભાવી હામાં કોડી બાંધવામાં આવતી. માટે જ કોઈ વિપદા ન આવે, સ્વાસ્થ્ય, સંપદા પણ રહે અને જીવન મંગલમય બને તે માટે લક્ષ્મીજીની પૂજા કરવી.ધનતેરસની પૂજાની શરૂઆત પણ સવારથી કરવી સવારના ગાયની પૂજા કર્યા બાદ ઘરમાં એક બાજાઠ પણ સફેદ થવ પારી અને ચોખાની ઢગલી કરી તેના પર શ્રીકૃષ્ણ ભગવાનની છબીનું સપન કરવું સો રૂક્ષ્મણીજીને પણ સોપારીમાં પધરાવા બન્નેનું ચાંદલો ચોખા, ફૂલ, અબીલ-ગુલાલી પૂજન કરવું દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે. ત્યારબાદ ધનતેરસના દિવસે સાંજના સમયે પ્રદોશકાળે યજ્ઞ દીપદાન કરવું. સાંજના સમયે એક માટીનું કાળીયું લેવું તેમાં રૂની દિવેટ બનાવી તલના તેલનો દિવો ઘરની બહાર ઉમરે પ્રજવલીત કરવો ઉત્તર દિશા તરફ મોઢુ રાખી ઘરના બધા જ સભ્યોએ ર્પ્રાના કરવી અમને કદી યમયાતનાનો ભોગવવી પડે અને કદી અકસ્માતનો થાય આમ ધનતેરસના દિવસે યમ દિપદાનનું પણ મહત્વ છે. ધનતેરસના દિવસે ઘરમાં ઉપયોગમાં લેવાતા જૂના વાસણો બદલાવી નવા વાસણોનો ઉપયોગ કરી શકય છે. ધનતેરસના દિવસે આજે ધનપૂજા કરવી ઘરમાં બાજોઠ પાથરી તેના પર લાલ સપન કરવું અને ઘરમાં રહેલા જૂના સોના-ચાંદીના દાગીના તથા લક્ષ્મીજીના સિક્કાનું પૂજન, સાકરવાળુ દૂધ ચડાવી અને કરવું લક્ષ્મીવર્ધક છે. ધન સેરના દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરીનું પણ પૂજન કરવામાં આવે છે. બીમારીઓમાંથી રક્ષા મેળવવા માટે ધન્વંતરી દેવતાનું પૂજન કરવામાં આવે છે. તેમ રાજકીય શાસ્ત્રીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.