આજ બિરજ મેં હોળી હૈ રસીયા…: ફુલફાગ ઉત્સવને માણતા શહેરીજનો

aajbrij me holi | celebration | festival
aajbrij me holi | celebration | festival

શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, કાશ્મીરાબેન નવાણી તેમજ સોની સમાજના શ્રેષ્ઠીઓ અને રંગરસીયાઓ બહોળી સંખ્યામાં ફુલફાગ ઉત્સવનો લાભ લીધો હતો. સામાન્ય રીતે આ રીતે ધુળેટી વ્રજમાં રમાતી હોય છે. શહેરીજનો ફુલફાગ ઉત્સવનો લ્હાવો માણી શકે તે માટે શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા આ વખતે રાજકોટના આંગણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આજ બિરજ મેં હોળી હૈ રસીયા’ જેવા પદ સો રંગરસીયાઓ ઝુમી ઉઠયા હતા.