હેમુગઢવી હોલમાં આજે ‘બોસ તારી બીક છે, બીજુ બધુ ઠીક છે’ નાટક માણવા મળશે

કવિતા થીયેટર પ્રસ્તુત નટખટ નાટક પરિવાર સામે  માણવા જેવું

સમગ્ર ભારત દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહયો છે ત્યારે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાજકોટની જનતા પણ મહોત્સવની ઉજવણી કરી રહી છે. ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં આર્થિક સહયોગથી આજે શનિવારે રાત્રે 9:30 કલાકે , હેમુ ગઢવી નાટયગૃહ (મીની) માં કવિતા થીયેટર્સ , રાજકોટ દ્વારા  નટખટ કોમેડી નાટક  બોસ તારી બીક છે.

બીજુ બધુ ઠીક છે  રજુ કરી રહયુ છે જેનાં લેખન – દિગ્દર્શન યોગેશભાઈ મહેતા દ્વારા હાસ્ય જાદુ મંતરથી ભરપૂર એવી નખરાળી નાટક કોમેડી રજુ કરવામાં આવશે . જેમાં ગૌતમ જોષી , ઝંખના ભટ્ટ , હર્ષિત ઢેબર , હેતાંગી વૈષ્ણવ , પાર્થ જાની , મેહુલ વૈષ્ણવ , કલ્પેશ બોઘરા , મૃણાલીની ભટ્ટ અને નયન ભટ્ટ કલાકારો પોતાના અભિનયની છણાવટ કરશે . તેમજ આ સમગ્ર નાટકને  નયનભાઈ ભટ્ટનું માર્ગદર્શન મળેલ છે તેમજ સંગીત સંચાલન: ગુલામ હુશેન આગવાન , પ્રકાશ સંચાલન – ચેતન ટાંક , નેપથ્ય શૈલેષ જોટાણીયા , જયેશ જાદવ , મેક – અપ દિલીપ પાડલીયા , કોસ્ચ્યુમ : ફાલ્ગુની મહેતા , સેટીંગ્સ : લલિતા આર્ટસ , રાજકોટ તેમજ પ્રોડકશન મેનેજર : કલ્પેશ બોઘરા દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ભરતભાઈ ડઢાણીયા, સમીર કાલરીયા , વિજય ડઢાણીયા  કરશે  અતિથી વિશેષ સંકેત માકડીયા  સમીર પારેખ, રાજુભાઈ દેલવાડીયા , અશ્ર્વિન જાની-  તેમજ મુખ્ય મહેમાન તરીકે નિરજ ભટ્ટ    , મનિષ કામદાર , હશિત મહેતા   શિલ્પન નોવા ઓનર્સ એસોસીએશ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા  યોગેશભાઈ મહેતા ( કવિતા થિયેટર્સ) રાજકોટ તેમજ શ્રી પી.જી. પટેલ ( સભ્ય સચિવ , ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી , ગાંધીનગર) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે