Abtak Media Google News

કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, દર્શિતાબેન શાહ, બીનાબેન આચાર્ય સહિત મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિ: રાષ્ટ્રસેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ‘ભારતના પુન: નિર્માણમાં મહિલાઓનું યોગદાન’ વિષય પર વંદનીય શાંતા આકકાજીનું વ્યાખ્યાન યોજાયું

રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્રારા  તાજેતરમાં  આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે “ભારતના પુન: નિર્માણમાં મહિલાઓનું યોગદાન” વિષય પર કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના અધ્યક્ષા તેમજ મુખ્ય વકતા પરમ પ્રમુખ સંચાલીકા શાંતાઆકકાજીએ  ઉપસ્થિત રહી વિષયને અનુરૂપ માર્ગદર્શન આપેલ હતું.

રાષ્ટ્ર સેવિકા સમિતિ વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક અને નિસ્વાર્થ ભાવે કામ કરતું બહેનોનું સંગઠન છે. આ સંગઠનના પ્રમુખ સંચાલિકા  શાંતાઆક્કા નું હદય પ્રેરક પ્રવચન રાજકોટની આત્મિય કોલેજમાં યોજાઈ ગયું,  જેમાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર-કચ્છના બહેનો ઉપસ્થિત હતા. પ્રેરણાદાયી વક્તવ્ય માં તેણે રાષ્ટ્રપ્રેમ તથા સમાજની વ્યક્તિ પ્રત્યે આત્મિયતાનો ભાવ નિર્માણ કરી બહેનોનું સંગઠન નિર્માણ કરવા ઉપર ભાર મૂક્યો હતો.

વિદેશી ગુલામીની માનસિકતા છોડીને રાષ્ટ્રને પરમ વૈભવ શાળી બનાવવા મહિલાઓ ઘણું મોટું યોગદાન આપી શકે એવી  પ્રબળ રાષ્ટ્રભક્ત નારી શક્તિનું  નિર્માણ કરવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ કાર્યરત છે. સમિતિની શાખાઓમાં રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ પ્રત્યે આદર તથા સમાજની વિષમતાને દૂર કરી સમરસતા નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે ભારતના ઇતિહાસમાંથી પ્રેરણા મેળવીને તથા સમાજ માટે ઘસાઈ છૂટવાની ભાવના રાખીને  રાષ્ટ્ર નિર્માણ ના કાર્યમાં મહિલાઓના યોગદાન વિષે શાંતાઆકકાજીએ ઉદાહરણો સહિત મનનીય ઉદબોધન કર્યું હતું.

રાષ્ટ્ર જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે, ત્યારે શહીદોનાં બલિદાનો માંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે નિરંતર કામ કરવાની આવશ્યકતા છે આજે દેશ માટે મરવાને બદલે દેશ માટે જીવવાની ખાસ આવશ્યકતા છે. સંસ્કૃતિ ધર્મ તથા આત્મીયતા ના સંસ્કારો સમાજ ને બળ પુરૂ પાડશે અને આવતી કાલનું ભારત પરમ વૈભવને  પ્રાપ્ત કરે,  તે માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ રાષ્ટ્રીય ચેતના જગાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. તેમાં ભારતની મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાઈને આ કાર્યને ગતિ આપે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે આત્મીય યુનિ.ના ભકિત આશ્રમના પૂ. સુબોધબેન ઉપસ્થિત રહયાં હતા આત્મીય યુનિવર્સિટીના પુ. .  સ્વસ્તિકબેન એ પ્રેરણાદાયી ઉદબોધન કરેલ. ઉદબોધન માં તેમણે મહારાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, જીજાબાઈ, જેવી મહાન રાષ્ટ્રભક્ત મહિલાઓના ઉદાહરણો આપી. રાષ્ટ્રભક્ત , નીડર, પરાક્રમી મહિલાઓનું ધડતર જ ભારતવર્ષને મહાન અને વિશ્વગુરુ ભારતના નિર્માણ માં યોગદાન આપી શકે તેવું આહવાન કર્યું હતું. અતિથી વિશેષ તરીકે ડો . અમીબેન મહેતાએ બહેનો શ્રેષ્ઠસંતતિના નિર્માણ માટે મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી.

કાર્યક્રમનું દિપ પ્રાગટય પ્રમુખ સંચાલીકા  શાંતાઆકકા તેમજ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમની ભૂમિકા ડો . આરતીબેન ઓઝાએ આપેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને પરીચય કાંતાબેન કથીરિયાએ કરાવેલ. કાર્યક્રમનું સંચાલન અવનીબેન ઉપાધ્યાયે કરેલ. કાર્યક્રમમાં સમાજ અગ્રણી મહિલાઓ અંજલીબેન રૂપાણી , ડેપ્યુટી મેયર ડો . દર્શિતાબેન શાહ , પૂર્વ મેયર બીનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળીયા , જશુબેન વસાણી , લીનાબેન શુકલ , રમાબેન હેરમા , કિરણબેન માકડીયા, જયશ્રીબેન શેઠ, નયનાબેન પેઢડીયા, નિતાબેન અમલાણી, ભરતીબેન વસા, કિર્તિબેન જાદવ     કાઠીયાવાડ બાલશ્રમના આશાબેન , લોહાણા સમાજના અગ્રણી વિણાબેન પાંધી , રેશ્માબેન , રાષ્ટ્રસેવિકા સમિતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત અધિકારીઓ બૌધિક પ્રમુખ કાંતાબેન નાથાણી , કચ્છથી સહ બૌધિક પ્રમુખ ડો . પ્રતિક્ષાબેન ભટ્ટ , અમરેલીથી નિધી પ્રમુખ અંજનાબેન ટીંબડીયા, અને શારીરિક પ્રમુખ રસીલાબેન , સેવા પ્રમુખ કુંદનબેન ભટ્ટ , વિભાગ સ્તરના પ્રફુલાબેન શીશાંગીયા, સરોજબેન કવૈયા અને  ભારતીબેન રાઠોડ ઉપસ્થિત રહયાં હતાં.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના આર. એસ. એસ. ના અધિકારીઓ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ  કિશોરભાઈ મુંગલપરા, સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ  નરેન્દ્રભાઇ દવે, રાજકોટ મહાનગર સંઘચાલક ડો.જીતેન્દ્રભાઈ અમલાણી, ડો. વલ્લભભાઈ કથીરિયા,  દિનેશભાઇ પાઠક, ઓમભાઈ તથા વિભાગ સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગર  કાર્યવાહિકા  જશ્મીનબેન પાઠક, નેહાબેન કનૈયા , રંજનબેન ઠાકર, નીતાબેન દવે, જાગૃતીબેન દવે , પારૂલબેન બલભદ્ર  , પ્રતિમાબેન બલભદ્ર, પાયલબેન સવસાણી, નિલાબેન મલકાણ, પાયલ વઘવાની , ઉન્નતીબેન ચાવડા, સરોજબેન રૂપાપરા, ચાર્મીબેન, ખુશીબેન, જાન્વીબેન જાદવ, વિશ્વાબેન લાઠીયા, રમાબેન પાનસુરિયા, ભારતીબેન રાજગોર, ક્ષેત્ર કાર્યવાહિકા રાજશ્રીબેન જાની અને સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહિકા  નીતાબેન જાની સહિત રાજકોટની સેવિકા બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.