Abtak Media Google News

2016માં ઉત્તરાખંડનાં જંગલોમાં લાગેલી આગ છ હજાર લોકોએ સતત બે મહિના મહેનત કરી બુજાવી હતી: ભારતમાં અપ્રાકૃતિક મૃત્યુમાં 6 ટકા આગથી થાય છે

આજે આંતરરાષ્ટ્રીય ફાયર ફાઇટર્સ દિવસ છે. આપણાં દેશમાં કુલ 1705 ફાયર સ્ટેશન છે. જેમાં આગ બુજાવવાની 6026 ગાડીઓ સાથે અડધા લાખ જેટલા ફાયર સેફ્ટીના વર્કરો છે. આજે પણ દેશમાં અગ્નિ શમન વિભાગમાં 72 ટકા ફાયર સ્ટેશન સાથે તેના 78 ટકા કર્મચારીની કમી જોવા મળે છે. ફાયર સ્ટેશનમાં 20 ટકા જેટલી વાહનોની કમી જોવા મળે છે.

2016માં ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવામાં 6 હજારથી વધુ કર્મચારીએ સતત બે મહિના દિવસ-રાત મહેનત કરીને કાર્ય પૂર્ણ કરેલ હતું. આજનો દિવસ આગથી જીવન બચાવવા વાળા ફાયર ફાઇટર્સની પ્રતિબધ્ધતા અને સમર્પણનો છે. આગ સાથે જોડાયેલી દુર્ઘટનામાં રોજ 54 લોકો મૃત્યું પામે છે. ભારતમાં અપ્રાકૃતિક મૃત્યુનાં 6 ટકા બનાવો આગથી બને છે. આગની ઘટના વચ્ચે પોતાની જાનની પરવા કર્યા વગર ફાયર ફાઇટરો પુરી જીંદગી ખર્ચી નાંખે છે. ક્યારેક તો ખાધા-પિધા વગર 15 થી 20 કલાક કાર્ય કરીને લોકોના જીવન બચાવે છે. આપણા સમાજના અસલી ‘હીરો’ને સન્માનવાનો આજે દિવસ છે. 1998માં ઓસ્ટ્રેલિયામાં લાગેલી જંગલોની આગને કાબૂ લેવાના પ્રયાસમાં પાંચ અગ્નિ શમકોના દુ:ખદ મૃત્યુ બાદ આંતરરાષ્ટ્રીય અગ્નિ શામક દિવસની સ્થાપના કરાય હતી.

આજના દિવસનું મહત્વ આગને રોકવા અને તેને માટે સઘન અને સંપૂર્ણ તાલિમમાં સુધારો કરીને અદ્યતન સાધનોની મદદથી લોકોના જીવ બચાવવાનો છે. આ ઉજવણી દિવસનું પ્રતિક લાલ અને વાદળી છે. જેમાં અગ્નિ માટે લાલ કલર અને પાણી માટે વાદળી કલર દર્શાવાય છે. જે મોટાભાગે કટોકટીની સેવાઓ માટે વપરાય છે. આજે બપોરનાં 12 વાગે 30 સેક્ધડ સાયરન વગાડીને એક મિનિટનું મૌન પાળવામાં આવે છે. જેને ‘સાઉન્ડ ઓફ’ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.