Abtak Media Google News

રાષ્ટ્રનિર્માણ સહિત અનેકવિધ પ્રવૃતિમાં ચાર્ટડ એકાઉન્ટન્ટનું મહત્વ અનેરૂ

રાજકોટ આઇસીએઆઇ સંસ્થા ખાતે ઘ્વજારોહણનો કાર્યક્રમ મેનેજીંગ કમીટીનાં સભ્યો હસ્તે યોજાયો

રાજકોટ આજથી એક અઠવાડીયા સુધી ડિજિટલ માઘ્યમથી અનેક કાર્યક્રમો યોજાશે

દેશમાં અનેકવિધ સેવાઓ અનેકવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવતી હોઇ છે. જેની મહત્વતા પણ ખુબ જ વધુ છે. આજે અર્થતંત્ર માટે પાયાના પથ્થર સમાન ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસે આઇસીએઆઇ દ્વારા ભારતભરમાં ઉજવણી કરવામાં આવતી હોઇ છે. આઇસીએઆઇ વિશ્ર્વની એકાઉન્ટ ક્ષેત્રની બીજી મોટી સંસ્થા છે. ૧૯૫૯ માં સાંસદમાં ખરડો પસાર થયો હતો. જેમાં ૧લી જુલાઇના રોજ સી.એ. દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજના દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટોને પ્રોત્સાહીત પણ કરવામાં આવે છે ભારત વર્ષમાં આઇસીએઆઇ એક માત્ર સ્વાયત સંસ્થા છે જે નાણાંકીય ઓડિટ કરતી હોઇ છે, જેની ભલામણ ભારતભરમાં અપનાવવામાં આવે છે.

ચાર્ટડ એકાઉન્ટની મહત્વતા વિશે જો વાત કરવામાં આવે તો સી.એ. કરને લઇ કરદાતાઓને જરુરી માર્ગદર્શન પુરુ પાડે છે. બીજી તરફ રાષ્ટ્ર નિર્માણ, કરપ્સન, માલફન્કસનીંગ, ફોડ અથવા છેતરપીંડીનો પર્દાફાશ કરવા માજ્ઞે સી.એ. મહત્વની ભુમીકા ભજવે છે. દરેક ઉઘોગમાં સી.એ. ની જરુરીયાત વિશેષ રૂપથી રહેતી હોઇ છે, કારણ કે તે નાણાકીય સંકટ અને યોગ્ય દિશા સુચન માટે ખુબ જ જરુરી પરીબળ સાબીત થાય છે.

વિશ્ર્વભરમાં સી.એ. અભ્યાસને પણ ખુબ જ અધરો માનવામાં આવે છે, ત્યારે વિશ્ર્વભરમાં આ દિવસ ચાર્ટડ એકાઉન્ટન્સી ઇન્સ્ટીટયુટ દ્વારા હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે.

રાજકોટ આઇસીએઆઇના ચેરમેન વિનયભાઇ સાકરીયાએ જણાવતા કહ્યું હતું કે આજનો દિવસ સી.એ. માટે માન ભર્યો દિવસ છે. આજના દિવસે લોકો માટે જાગૃતા, મહીલા સી.એ.ના ઉથાન માટેની  કામગીરી સહિત વિવિધ કાર્યકૅમો ડીજીટલી યોજાશે.

વૈશ્ર્વિક મહામારીનાં કારણે આજથી એક સપ્તાહ રંગોલી સ્પર્ધા, ડાન્સીંગ સ્પર્ધા, મહીલા સી.એ.ની મહત્વના સમજાવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન ડીજીટલી કરવામાં આવ્યું છે. સી.એ. પર લોકોનો ભરોસો ખુબ વધુ જોવા મળે છે વડાપ્રધાન મોદી પણ સી.એ.ની મહત્વતાને સમજી ચાર્ટડ એકાઉન્ટન્ટોને આવકારે છે.

  • સી.એ. સ્થાપનાદિન નિમિતે રકતદાન કેમ્પ

રાજકોટ બ્રાંચ દ્વારા આજે ચાર્ટડ એકાઉન્ટન્ટનાં ૭૨માં સ્થાપનાદિન નિમિતે ફલેગ હોસ્ટીંગનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોવીડ ૧૯ને ધ્યાનમાં રાખી સંપૂર્ણ પણે રાજકોટ બ્રાંચમાં સોશિયલ ડીસ્ટનસીંન્ગની માર્ગદર્શિકાને ધ્યાનમા રાખી સંપૂર્ણ પણે રાજકોટ બ્રાંચ કમિટી મેમ્બરની હાજરીમાં જ ફલેગ હોસ્ટીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તદ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

ઉપરાંત રાજકોટ બ્રાચ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્સ એસો. દ્વારા ૧ થી ૫ જુલાઈ સુધી કાર્યક્રમોની વણજાર યોજાશે કાલે રંગોળી સ્પર્ધા, ૩ જુલાઈ મહેંદી, ટેટુ મેકિંગ સ્પર્ધા, ૪ જુલાઈ નિબંધ સ્પર્ધા, ૫ જુલાઈ નૃત્ય સ્પર્ધા. ગાયન સ્પર્ધા, સંગીત સ્પર્ધા કવિતા પાઠ સ્પર્ધા અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. દરેક સ્પર્ધા ડિજિટલ માધ્યમથી યોજવામાં આવશે તેમજ સ્પર્ધકોનું મૂલ્યાંકન રાજકોટ બ્રાન્ચ ઓફ વિકાસાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ પર પબ્લિક વોટિંગ થકી થશે.

આ કાર્યક્રમો યોજવામાં વિકાસાના ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસ, વાઈસ ચેરમેન રક્ષીત પાબારી, સેક્રેટરી જીત કકકડ, ટ્રેઝરર રૂહી ઠાકોર, મેન્ટોર સી.એ.ખુશ્બુ ગણાત્રા એકસ ઓફિસીઓ સી.એ. રૈવત શાહ અને એકસ ઓફિસિઓ સી.એ. અંકિત કોઠારી એ જહેમત ઉઠાવી છે.

  • નવા નીતિ નિયમો આવવાથી સી.એની જવાબદારીમાં અનેક ગણો વધારો થયો : વિનયભાઈ સાકરીયા

11

રાજકોટ આઈસીએઆઈનાં ચેરમેન વિનયભાઈ સાકરીયાએ સીએ દિવસ નિમિતે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આજનો દિવસ સીએ મીત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હાલ કોરોનાને લઈ જે સાવચેતી દાખવવામાં આવી રહી છે. તેનાથી એક સપ્તાહ માટે ડીજીટલ સી.એ.વીક ઉજવવામાં આવશે. જેમાં રંગોળી, સ્પર્ધા, મહેન્દ્ર સ્પર્ધા, ડાન્સીંગ, ગાયકી, અને પ્રજાને જાગૃત કરવા માટેનાં કાર્યક્રમો યોજાશે. વધુમાં વીનયભાઈએ જણાવતા કહ્યું હતુ કે, હાલ સરકાર જે રીતે નવા કાયદા અમલી બનાવી રહ્યું છે. તેનાથી સી.એની જવાબદારીમાં પણ અનેક ગણો વધારો જોવા મળે છે. સરકાર જે રીતે સી.એ.નાં અભીપ્રાય લ્યે છે. તેનાથી આ ક્ષેત્રની મહત્વતામાં પણ વધારો જોવા મળ્યો છે.

  • રાષ્ટ્રનિર્માણ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટ ભાગીદાર : સી.એ. હાર્દિક વ્યાસ

12

રાજકોટ આઈસીએઆઈનાં વાઈસ ચેરમેન હાર્દિકભાઈ વ્યાસે સીએ પ્રેકિટસ કરનાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અજે આઈસીએઆઈએ ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતુ કે, સીએ રાષ્ટ્રનિર્માણ માટે ભાગીદાર છે. તથા જે લોકો ગેરરીતિ આચરતા હોઈ તેવા સીએ સામે સખત અને ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવે છે. સોસાયટીમાં સીએની વિશ્ર્વસનીયતા પણ અત્યંત વધુ છે, જે કાર્ય કરવા માટે પ્રેરીત કરે છે. હાલ જે રીતે સરકાર નીતિ નિયમો બનાવી રહ્યા છે.તેને અનુકુળ થવુ થોડુ અઘરૂ લાગે છે. પણ દેશનો જે વિશ્ર્વાસ સી.એ. ઉપર રહેલો છે. તે કાર્ય કરવા માટે વધુ પ્રેરીત કરે છે.

  • અર્થતંત્રનાં નાણાંકીય તબીબ એટલે ચાર્ટડ એકાઉન્ટન્ટ : રૈયવત શાહ

13

વિકાસા અને રાજકોટ અઈસીએઆઈનાં ભૂતપૂર્વ કાર્યકર્તા એવા રૈયવત શાહએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે આજે સીએ દિવસ છે, જે અત્યંત મહત્વપૂર્ણ છે. આ તકે જયારે સરકાર અને લોકો કોઈ પણ નાણાકીય મુદે સૂચનો જોતા હોઈ તો તે સીએ જ આપી શકે છે. જે એક વિશ્ર્વસનીયતાનું પ્રતીક છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતુ કે અર્થતંત્રના નાણાંકીય તબીબ એટલે સીએ છે, જે લોકોને અનેક વિધ રીતે મદદરૂપ થાય છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, ૨૦૧૯નાં વર્ષનાંતે ઓલ ઈન્ડીયા ૨૩નાં રેન્ક પર રહ્યા હતો હાલ સીએ જો તેના મૂલ્યો અને નીતીમતા ઉપર કાયમ રહે તો કાર્ય અને સેવા કરવાની મજા જ અલગ હોઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.