Abtak Media Google News

આજરોજ તારીખ ૩ મહિનો ૩ અને ૨૦૨૩ની સાલમાં છેલ્લે ૩ આવે છે અંક ૩ પર ગુરુનો અમલ છે માટે આજના એકાદશીના દિવસે ગુરુનો વિશેષ અમલ જોવા મળશે. આજરોજ શુક્રવારને આમલકી એકાદશી છે આમલકી એકાદશી વ્રતમાં આમળાના વૃક્ષ અને તેના ફળનું મહત્વ છે. આમલકી એકાદશી વ્રતની પૂજામાં આમળાના વૃક્ષ અને તેના ફળનો સમાવેશ કરવો જોઈએ.

આ વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમળા ભગવાન વિષ્ણુને કૃષ્ણ પરમાત્માને ધરવામાં આવે છે અને આમળાને પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. આ દિવસે શિવજીને આમળાની માળા ચડાવવાથી પણ વિશેષ લાભ થાય છે. આપણા આયુર્વેદ સહીત તમામ શાસ્ત્રોમાં આમળાનો  વિશેષ ઉલ્લેખ જોવા મળે છે વળી જયારે આમળાના ફળને ૧૦૮ વિષ્ણુ સહસ્ત્રનામ દ્વારા ઉર્જા આપવામાં આવે છે ત્યારે તે વિશેષ પરિણામ આપનાર બને છે.

આમળા એ શ્રેષ્ઠ ઔષધિ છે અને માટે જ પ્રભુ તે ગ્રહણ કરે છે અને આપણને સૌને તેના ગુણ વિષે સૂચિત કરે છે.આમલકી એકાદશી સર્વ પાપ હરનારી છે તથા દીર્ઘાયુષ્ય અને નિરોગી જીવન આપનારી છે આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન ધન્વંતરિની પૂજા પણ કરી શકાય છે જે નિરોગી આયુષ્ય આપનાર છે અને આ વ્રતને નિયમપૂર્વક રહી આ દિવસે જીવનના નિત્યકર્મનો યોગ્ય નીર્ધાર કરવો જોઈએ અને આહાર બાબતની નિયમિતતા આ દિવસથી નક્કી કરવી જોઈએ વળી હાલમાં હોળાષ્ટક ચાલી રહ્યા હોય સંપૂર્ણ ધ્યાન પ્રભુભક્તિમાં આપવાથી કલ્યાણ થાય છે.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.