આજે સંવિધાન દિવસ : પાયાના રાઇટ્સ મેળવવા જરૂરી પણ કોઇના ભોગે નહિ

1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર થયું હતું આપણું સંવિધાન, જેની સોપણી આજે થઈ હતી : તે સમયે સંવિધાન બનાવવા માટે 6.24 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને 1947માં આઝાદી મળ્યા બાદ ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ 1081 દિવસના પરિશ્રમ બાદ તૈયાર કર્યુ હતું. બંધારણ તૈયાર કરવા માટે રૂ.6.24 કરોડનો તે સમયે ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી 1949ના 26 નવેમ્બરે કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણાવાય છે. આજે આપણો દેશ સંવિધાન ઉપર ઉભો છે. આ સંવિધાન આપણે સ્વતંત્રતા આપે છે પણ કોઈના ભોગે નહિ.

15 ઓગષ્ટના 1947માં દેશ આઝાદ થયા બાદ તેના શાસન માટે કોઈ બંધારણ નહિ હોવાથી ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન કારોબાર ચલાવતા હતા. આઝાદી બાદ નવા સંવિધાનનો વિચાર એમ.એન. રોયને આવ્યો હતો. જેના આધારે 29 ઓગષ્ટ 1947ના એક સમિતિ બનાવાઈ જેમાં 389 સભ્યો નિયુક્ત થયા અને તેમના અધ્યક્ષ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર હતા. સભ્યોમાં કનૈયાલાલ મુનશી, ડી.પી. ખૈતાન, એન.ગોપાલસ્વામી,સૈયદ મહોમદ સદાઉલ્લા અને એન,માધવરાવનો સમાવેશ કરાયો હતો. આ મહાનુભાવોએ 1081 દિવસની કડી મહેતન બાદ નાગરિક હક્કો, ફરજો,કટોકટીની સ્થિતિ, સંશોધનની વિધી વિવિધ બાબતોને દર્શાવી છેે. આ બંધારણ 395 કલમ અને 12 અનુસુચિમાં વિભકત છે. બંધારણનો અમલ 1 જાન્યુઆરી 1950થી કરાયો હતો. આ દિવસને પ્રજાસતાક પર્વ તરીકે ઉજવાય છે.

સંવિધાનમાં અનેક પાયાના રાઈટ છે. આ રાઈટ નાગરિકોને સ્વતંત્રતા આપવા માટે છે. આ લોકશાહી લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતું શાસન છે. પણ તેમાં બીજાના રાઈટનો ભોગ લેવો વ્યાજબી નથી. આપણા રાઈટ માટે લોકોના રાઈટ છીનવવા એ ગેરવ્યાજબી છે. આજના જમાનામાં રાઈટ ટુ પ્રાઇવસીનું બેફામ ઉલ્લંઘન થાય છે. સોશિયલ મીડિયા લોકોના બેડરૂમ સુધી પહોંચી ગયું છે. ત્યારે હવે જરૂરી બન્યું છે દરેકના રાઈટને ખલેલ ન પહોંચે.