Abtak Media Google News

આબોહવા પરિવર્તન જેમ જેમ આપણાં વિશ્ર્વને અસર કરતું રહે છે, તેમ માનવો ગ્રહો પર અધોગપતિની અસરો અનુભવી રહ્યા છે

આપણું પર્યાવરણ દિન પ્રતિદિન બગડતું જાય છે ત્યારે વિવિધ મુશ્કેલીઓ અને પરિવર્તન સાથે માનવો અધોગતિની અસરો અનુભવી રહ્યા છે. જો દરેક વ્યક્તિ તેમનાં કાર્બન ફૂટ પ્રિન્ટ અને CO2 ઉત્સર્જનને ઘટાડવા માટે પ્રયત્નો કરશે તો જ સારૂ ભવિષ્ય નિર્માણ થશે. પૃથ્વીવાસીઓએ હવે એક સુરક્ષિત અને વધુ ટકાઉ સ્થળ બનાવવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે.

આવતીકાલ અને ભાવી પેઢીના માટે પૃથ્વીને બહેતર બનાવવા સંસાધનોનો બહેત્તર ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિ માટેની એક યાદનો આજનો દિવસ ઉજવાય છે. ગ્રીન હાઉસ ગેસ અથવા CO2 ઉત્સર્જન ઘટાડવાની જરૂરિયાતની જાગૃત્તિ માટે છેલ્લા 100 વર્ષથી વૈજ્ઞાનિકોના રડાર પર છે. 1896માં એક સ્વીડન વૈજ્ઞાનિકે પૃથ્વીની સપાટીના તાપમાનમાં ગંભીર સંભવિત ફેરફારો થવાની આગાહી કરી હતી.

1938 સુધીમાં તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે CO2 ઉત્સર્જનમાં વધારો ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન સાથે સંબંધ ધરાવે છે. પૃથ્વી ગ્રહ પર ગ્રીન હાઉસની અસર અને ઓઝોન સ્તરના નુકશાનને કારણે દરિયાનું સ્તર વધવું, દુષ્કાળમાં વધારો થવો, જંગલોમાં આગ, પાણીની અછત જેવી ઘણી સમસ્યાઓ આને કારણે જ નિર્માણ થઇ હતી.

હાલ આ ઉત્સર્જન ઘટાડવા માટે 196 વિવિધ દેશો કાયદેસરથી જોડાયેલા છે. 21મી સદીના મધ્ય ભાગ સુધી આબોહવા તટસ્થ ગ્રહ તરીકે હાંસલ કરવાનો ધ્યેય રાખેલ છે.

1972માં આને માટે પ્રથમ પૃથ્વી સમિટ યોજાય હતી. 1988માં ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોન અવક્ષયની સમસ્યા વકરી હતી. 1997માં યુ.એન.દ્વારા ઔદ્યોગીક દેશોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. એક ગંભીર વાતમાં જાણવા મળ્યું કે 1850માં લીધેલા ડેટાની સરખામણીમાં આજે 150 ગણો વધારો CO2 ઉત્સર્જનનો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.