આજે હિન્દુ સામ્રાજય દિવસ: આ દિવસે થયો હતો શિવાજી મહારાજનો રાજયાભિષેક

પ્રતિ વર્ષ જેઠ સુદ તેરસ (વિ.સં. 173ર- 6 જૂન 1674)ના દિવસે હિન્દુસામ્રાજય દિનની ઉજવણી કરવામાં આવે છે.  આ ઐતિહાસિક દિવસે શિવાજી મહારાજનો છત્રપતિ રાજા તરીકે રાજયાભિષેક થયો. આ દિનને હિન્દુસામ્રાજય દિન તરીકે ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ 19 ફેબ્રઆરી 1630માં શિવનેરીનાં કિલ્લામાં માતા જીજાબાયનીકુખે શિવાજીનો જન્મ થયો હતો.

હજારો વર્ષના ઈતિહાસમાં આ દેશમાં અનેક રાજાઓ થઈ ગયા. ચંદ્રગુપ્ત, શાલીવાહન આદિ અનેક વીરપુરુષો આ દેશમાં થયા અને તેમણે શક, હણ આદિ અનેક હુમલાખોરોને મારી હટાવ્યા અને સુવર્ણયુગની સ્થાપના કરી. ભારતની સમૃધ્ધિ જોઈ અનેક લૂંટારુ પ્રજા ભારતમાં માત્ર લૂંટ ચલાવવાજ આવી હતી.

એક સમયતો એવો આવ્યો કે લોકો એવું માનવા લાગ્યા કે આ વિદેશી રાજ કોઈ દૈવી યોજનાના ભાગરૂપે થયું છે. પરાક્રમી લોકો પણ પરક્રીય રાજાની સેવા-ચાકરીમાં સ્વયંને ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા.  સમર્થ રામદાસ સ્વામીએ તે સયમની પરિસ્થિતિનું વર્ણન કરતી વખતે કહ્યું કે ” પીરની પૂજા કરે છે, કોઈ કબ્રને પૂજે છે, તો કોઈ જુદી-જુદી પ્રકારે મોહર્રમ ઊજવે છે.” આ પ્રકારે આપણા સમાજના લોકોએ આપણા ધર્મનું સ્વમાન છોડી દીધું છે. દેવતાઓને ભૂલી ગયા છે અને પોતાની જાતને પારકાનું અનુકરણ કરવામાં ધન્યતા અનુભવી રહ્યા છે. આવી ઘોર નિરાશાજનક પરિસ્થિતિમાં હિન્દુ સમાજને ફરી સત્વસંપન્ન, શકિતશાળી, સ્વતંત્ર કરવાનો સબળ પ્રયાસ શિવાજીના નેતૃત્વમાં પ્રગટ થયો હતો.

શિવાજી મહારાજમાં પ્રચંડ પૌરૂષ, નિતીમતા, શૌર્ય, ધૈર્ય, રણકુશળતા, તિક્ષણ બુદ્ઘિ, અપરિમીત સાહસ, અચુક કુટલી નીતીવાળુ વ્યુહરચના, સંગઠન-કૌશલ્ય, ધર્મપરાયણતા, ચારિત્ર્યની દ્રઢતા, માનવીયની ઉદારા, ગૌ-ભકત અને વિજય માટેનો અતુટ વિશ્વાસ જેવા માનવીય અને દૈવી ગુણો હતા તેવા અગિયાર વર્ષની જ ઉંમરે ત્યારની દેશની પરિસ્થિતિ જોયા બાદ તેમના સાથી મિત્રોને લઈને પ્રતિજ્ઞા લીધી કે  ” આપણા ધર્મના રાજયની સ્થાપના કરીશ” પોતાની પ્રતિજ્ઞાની પૂર્તિ માટે એમણે શરૂઆત કરી એવા દ્રઢ વિશ્વાસ સાથે કે હું ભગવાનનું અને ધર્મ-રક્ષાનું કાર્ય કરી રહ્યો છું.

શિવાજીની વધતી પ્રગતિને રોકવા વિજાપુરની આદિલશાહી સત્તાએ શિવાજી મહારાજના પિતા શહાજી ભોંસલેને બંદી બનાવ્યા.  શહાજી વિજાપુરના દરબારમાં સરદાર હતા.  શિવાજી મહારાજે યુકિત પૂર્વક શહાજીને સન્માન સાથે મુકત કરાવ્યા.અફઝલખાનના અત્યાચારોથી સમાજ આતંકિત થઈ ગયો હતો. શિવાજી મહારાજને જીવતા પકડવાના શપથ લઈને વિશાળ લશ્કર સાથે નિકળ્યો હતો.  તેણે મંદિરો ધ્વસ્ત કર્યા શિવાજીના કુળદેવી તુલજાભવાનીનું મંદિર પણ ધ્વસ્ત કર્યુ. આવી ભીષણ પરિસ્થિતિમાં તેમણે દૂર દર્શીતાથી કામ લીધું.  પૂર્વયોજના મુજબ સમજૂતીની વાત છેડી. પોતાની અનુકુળ શરતો મંજૂર કરાવી એને ચાલમાં ફસાવ્યો. અફઝલખાનના મનમાં શંકા હતી, પણ શિવાજીના મનમાં વિજયનો વિશ્વાસ હતો.  અફઝલખાનનો વધ થયો.

વિશાળ લશ્કરનો નાશ કયર્ો અને અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો જે વાત દૂનિયામાં પ્રસરી. એ સમયે વ્યાપાર નિમિત્તે આવેલા અંગ્રેજો અને ફે્રન્ચોએ જે પત્ર લખ્યો છે તે આજે પણ ઉપલબ્ધ છે.  તેમણે લખ્યું છે ” અસામાન્ય, અત્યંત શ્રેષ્ઠ, બુધ્ધિમાન, પ્રબળ પરાક્રમી પુરુષ ભારતમાં નિર્માણ  થયા છે જેના સામે અન્યલોકો ટકી શકયા નથી”