Abtak Media Google News

અન્ય ભાષામાંથી પોતાની પ્રાદેશિક ભાષામાં અનુવાદનું ચલણનું મહત્વ વધતા ગુગલ ટ્રાન્સલેન્ટ જેવી એપનો ઉદય થયો

આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં ટ્રાન્સલેટનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે મોબાઇમાં ઘણી એપ આવતા લોકો પોતાની સમજ માટે તેને અનુવાદ, ભાષાંતર કરીને તે વિષયક માહીતી મેળવે છે. જો કે અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરો ત્યારે ઘણી ક્ષતિઓ પણ જોવા મે છે કે કયારેક તો અર્થનો અનર્થ પણ થઇ જતો જોવા મળ્યો છે.

આજે 30 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ છે. સેન્ટ જેરોમના આ વિષયક ઉમદા કાર્ય થઇ આ દિવસનું મહત્વ વઘ્યું છે, તેમણે બાઇબલનું પણ અનુવાદ કર્યુ હતું. ર4મી મે 2017ના રોજ યુનાઇટેડનેશન્સ જનરલ એસેમ્બલીએ આજનો દિવસને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ જાહેર કર્યો હતો. આના પગલે અનુવાદના નવા વ્યવસાયનો ઉદય થયો હતો. યુ.એન. દ્વારા અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનમાં અનુવાદ માટેની દર વર્ષે સેન્ટ જેરોમની યાદમાં અનુવાદ સ્પર્ધા પણ યોજાય છે.

Translation Day 2

1953 બાદ આ ક્ષેત્રે વિશેષ કામગીરી થયા બાદ અનુવાદકોનું આંતરરાષ્ટ્રીય ફેડરેશન પણ રચાયું હતું. આજના વૈશ્ર્વિકીકરણમાં અનુવાદનું મહત્વ ઘણું વઘ્યું છે. આ વર્ષનું થીમ ‘અનુવાદમાં સંયુકત ’ છે. આ વર્ષના થીમ અનુસાર રાષ્ટ્રોને એક સાથે લાવવા, સંવાદ, સમજણ અને સહકારને સરળ બનાવવા વિકાસમાં યોગદાન આપવું સાથે વિશ્ર્વ શાંતિ અને સુરક્ષાને મજબુત બનાવવાનો હેતું છે તેથી આમાં ‘સંયુકત’ શબ્દ આ વર્ષે મુકાયો છે.

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અનુવાદ વ્યવસાયિકોને ઓળખીને તેને રાષ્ટ્ર સાથે જોડવાનો છે. આજે સોશ્યિલ મીડિયામાં અંગ્રેજીનું ગુજરાતી અને હિન્દી ટ્રાન્સલેટનો યુગ છે. લોકો વિવિધ માહિતી મેળવવા ઘણી ટ્રાન્સલેટ એપનો ઉપયોગ કરે છે. પ્રાદેશિક ભાષામાં સરળતાથી સમજતા લોકો અને અંગ્રેજીની ઓછી સમજવાળાને ગુજરાતી કે હિન્દી ટ્રાન્સલેટ થઇ જતાં ઘણી સરળતા રહે છે.

અનુવાદ માત્ર શબ્દોનો વિષય નથી, તે બુઘ્ધગમ્ય સમગ્ર સંસ્કૃતિ બનાવવાની બાબત છે. અનુવાદ વિના માણસ મર્યાદિત રહે છે, તેના થકી સરહદો ઓળંગીને વૈશ્ર્વિક સ્તરે જાણીતા કે અન્યો સંસ્કૃતિની માહીતી મેળવી શકે છે.

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસે સૌએ જાણવાની જરુરીયાત ઉપર ભાર મુકાયો છે. સમગ્ર વિશ્ર્વની બધી સંસ્કૃતિઓ વિશે ટ્રાન્સલેટની મદદથી આપણ. આપણાં જ્ઞાનનો વધારો કરી શકીએ છીએ આપણા ગુજરાતી તો અંગ્રેેજીનું સીધુ ગુજરાતી કરીને પણ ઘણીવાર ખુબ જ સરસ માહીતી કે જ્ઞાન મેળવતા હોય છે. વૈશ્ર્વિક સ્તરે ચેટ કરવા માટે પણ આ ટ્રાન્સલેટ આપણને ખુબ જ ઉપયોગી થઇ પડે છે. આજે મેડીકલ ટ્રાન્સલેટનો બહુ મોટો વ્યવસાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.