Abtak Media Google News

છસો વર્ષ પહેલા તેનો ઉપયોગ માત્ર ગણિકાઓ અને અભિનેતા જ કરતા હતા: 19મી સદીમાં તેની લોકપ્રિયતા વધી હતી

પ્રાચિનકાળથી હોઠની સુંદરતા માટે વિવિધ વસ્તુઓમાંથી લિપસ્ટિક બનાવવામા આવતી હતી. પ્રાચીનગ્રીસથી તેનો ઉદભવ શરૂ થયાનું જાણવા મળે છે. ત્યારે તેની લોકપ્રિયતા 16મીસદીમાં ઈગ્લેન્ડમાં વધી હતી. છસો વર્ષ પહેલા તેનો ઉપયોગ માત્ર ગણિકાઓ અને અભિનેતાઓ જ કરતા હતા ઈગ્લેન્ડના રાણી એલિઝાબેથ પોતાના તેજસ્વી સફેદ ચહેરા સાથે હોટ ને આકર્ષક રંગોથી સજજ કરવા ઉપયોગ શરૂ કર્યો હતો.

19મી સદી સુધીમાં ફ્રાન્સમાં ડીયરટેલો, એરંડાના તેલ અને મીણમાથી પ્રથમ વ્યાપારી લિપસ્ટિક બનાવવામાં આવી હતી. પ્રથમવાર લાંબા સમય સુધી ચાલતી નો-સ્મીયર લિપસ્ટિકની શોધ પણ આ ગાળામાં થઈ હતી. 20મી સદીના પ્રારંભે જયારે રંગો ખૂબજ મર્યાદીત હતા. ત્યારથી તેના શેડસની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો અને દર દાયકાએ તેમાં નવી શૈલી આવવા લાગી હતી.

1970નાં દાયકામાં સ્પાર્કલિંગ, નેવી બ્લુ અને ફ્રોસ્ટેડ લાઈમ ગ્રીન જેવા આકર્ષક રંગોએ વિવિધ શેડસને લોકપ્રિય બનાવ્યા હતા. આજે તો વિવિધ શુભ પ્રસંગોમાં, મેકઅપમાં તેપ્રભુત્વ ધરાવે છે. આ બાબતે અમુક કલાકારોએ તોખુબજ ખ્યાતી માત્ર તેના ચહેરાની સુંદરતાથી મેળવી છે.

પ્રથમ લિપસ્ટિક માનવ ઈતિહાસમાં 2પ00 બીસીમાં રફ હીરાને ભૂકો કરીને મેસોપેટેમીયામાં બનાવેલ હતી, જયારે પ્રથમ કોમર્શિયલ લિપસ્ટિક 1884માં ગ્યુરલેન નામની ફ્રેન્ચ કંપનીએ એરંડાનુંતેલ અને મીણના ઉપયોગથી બનાવી હતી.

લિપસ્ટિક ગ્લોસિયરની શોધ 1930માં મેકસ ફેકટર દ્વારા કરાય હતી. 1973માં તો તે બાળપણની પ્રિય વસ્તુ બની ગઈ હતી.

મહિલા તેના જીવનકાળ દરમિયાન લિપસ્ટિક પાછળ 1700 ડોલર ખર્ચ કરે !!

ચહેરાની સુંદરતા સાથે હોટને ચકચકિત ને આકર્ષક બનાવવા વિશ્ર્વમાં મહિલાઓ તેના જીવનકાળ દરમ્યાન લિપસ્ટિક પાછળ 1700 ડોલર થી વધુ ખર્ચ કરે છે.વિશ્ર્વમાં સૌથી મોંઘી ગુરૂલેનનીકિસકિસ ગોલ્ડ અને ડાયમંડ લિપસ્ટિક છે.જેની કિંમત 62હજાર ડોલર છે. આજ કેટેગરીમાં 18 કેરેટ સોનાનો પણ લિપસ્ટિક બનાવવામાં ઉપયોગ થાય છે. આજે વિશ્ર્વમાં 30 ટકા એવી સ્ત્રી છે જેલિપસ્ટિક લગાડયા વગર બહાર નીકળતી નથી.

લિપસ્ટિકની પ્રથમ શોધ એક હજાર વર્ષ પહેલા ?!

લિપસ્ટિકનો ઈતિહાસ જોઈએ તો તેની પ્રથમ શોધ એક હજાર વર્ષ પહેલા થઈ હતી. પ્રાચિન સુમેરિયનો અને સિંધુખીણના રહેવાસીઓએ આની શોધ કરી હતી.. પ્રારંભે હીરાના ભૂકકામાથી બનાવાતી લિપસ્ટિક બાદ મીણમાંથી બનાવાતી હતી. 19મી સદીમાં તેની લોકપ્રિયતા ખૂબજ વધી હતી. ફ્રાંસ તેની બનાવટમાં મોખરે ગણાય છે. આજે બજારોમાં ઘણી ચાલુ લિપસ્ટિક સ્કીન માટે જોખમી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.