Abtak Media Google News

આજની 21મી સદીમાં શિક્ષિત લોકો પણ અંધશ્રઘ્ધામાં માને છે નેશનલ અંધશ્રઘ્ધા વિરોધી દિવસે યુવા પેઢીએ જાગૃત થવાની જરૂર

આજના ર1મી સદીના યુગમાં પણ શિક્ષિત વર્ગમાં પણ આંધળી શ્રઘ્ધા કે અંધશ્રઘ્ધા જોવા મળી રહી છે ત્યારે સાંભળેલી કે અનુભવેલી વાતોના પ્રચાર-પ્રસારથી તે સમગ્ર સમાજમાં પ્રસરીને લોક વાયકા બની જાય છે. આપણે આપણા વડિલો કે મિત્રો પાસેથી ઘણી વાતો સાંભળીને પણ આપણે ડરને કારણે તેની પર વિશ્ર્વાસ મુકવા લાગીએ છીએ. આજે રાષ્ટ્રીય અંધશ્રઘ્ધા નિવારણ દિવસ છે. આજનો દિવસે તમારા ડરનો સામનો કરો અને તે અંધશ્રઘ્ધાનું પરિક્ષણ કરો આજે કાળી ચૌદશે સ્મશાનમાં વડા આરોગીને પણ જાગૃતિ લવાયા છે.

આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનની હરણ ફાળ પ્રગતિમાં પણ મોટાભાગના લોકો અંધશ્રઘ્ધામાં માને છે. કાળી બિલાડી, કાગડાનું ઘર પર બેસવું, છીંક આવવી, બહાર જતી વખતે ટોકવું જેવી ઘણી વાયકાઓ ને કારણે આ બાબતે લોકોમાં અંધ શ્રઘ્ધા પ્રર્વતે છે. આજે જે જે અંધશ્રઘ્ધા છે તેનું ખોટી પાડવાનો અનુભવ કરીને બીજાને વાત કરો આજના યુગમાં પણ અભણ અને ભણેલ બન્ને ભૂત-પ્રેમ અને ચમત્કારમાં માને છે ત્યારે આ બાબતે જાગૃત થવાની જરુરી છે.

13નો આંકડો અપશુકનીયાણ માનવામાં આવે છે તો કેટલાંક 13 નંબરને લકી માનવામાં આવે છે. અંધશ્રઘ્ધાની વાતો વચ્ચે અંધારામાં કે એકલા હોય ત્યારે ‘ડર’ લાગવાથી કાગને બેસવું ને ડાળ ભાંગવી નેવો ઘાટ ઘડાતા ’આપણો ડર સાચો લાગવા માંડે છે પણ હકિકતમાં આવું કશું હોતું જ નથી, છતાં લીંબુ- મરચા, ઘોડાની નાળ જેવી ઘણી વસ્તુમાં લોકો આસ્થા ધરાવે છે.

રસ્તે જતાં બિલાડી આડી ઉતરે ત્યારે અઘટીત ઘટના નિર્માણ થવાનો ભય જ આપણને નબળા પાડે છે. આ બધી અંધશ્રઘ્ધામાં વૈજ્ઞાનિક તથ્યો હોતા જ નથી તે ડરવાની જરુર નથી. આજનો દિવસ માનસિક રીતે સ્ટ્રોંગ થવા માટેનો છે. શોધ- સંશોધન અને ભૌતિક સુવિધાથી સજજ યુગમાં અંધશ્રઘ્ધા હોય જ નહીં, ડરવું નહીં, માનવીની લાગણીઓ અને મનમાં ઉદભવતા પ્રશ્ર્નોના ખોટા જવાબો ને કારણે આપણી માનસિક સ્થિતિ બગડે છે.

રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા સમગ્ર દેશમાં તેની શાખાઓ ખોલીને છેલ્લા ચાર દાયકાથી અંધશ્રઘ્ધા નિવારણ અંગે લોકોને જાગૃત કરવા સતત અને સક્રિય કામગીરી થઇ રહી છે. વિશ્ર્વાસ  અને અવિશ્ર્વાસ સાથે શ્રઘ્ધા અને અશ્રઘ્ધા કે આંધળી શ્રઘ્ધા વિશ્ર્વાસ ભમતા આ સ્થિતિનું નિર્માણ થાય છે. ભૂત-પ્રેત કે ચમત્કાર જેવું કશું હોતું જ નથી.

આજના દિવસે બાળથી મોટેરાએ આજના વિજ્ઞાન યુગમાં અંધશ્રઘ્ધા નિવારણ માટે જાગૃત થઇ જવું ને પોતાના સંતાનોને પણ આ બાબતે જાગૃત કરવા ‘શ્રઘ્ધા રખાય, અંધશ્રઘ્ધા નહી’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.