Abtak Media Google News

Table of Contents

ડોકટર જન્મ આપે અને મૃત્યુના મુખમાંથી બચાવે પણ, આરોગ્ય ક્ષેત્રે તેને દિવસેને દિવસ પ્રગતિ કરી છે, આજના આધુનિક યુગમાં અસાઘ્ય રોગોનો પણ ઇલાજ શકય બન્યો છે, જે વિજ્ઞાનના ચમત્કારો અને ડોકટરોના અથાગ પરિશ્રમનું ફળ છે: 1933 થી યુ.એસ.માં ડોકટર દિવસ ઉજવાય છે.

આપણે ડોકટરને પૃથ્વી પરના ભગવાનનો દરજજો આપ્યો છે: ઇશ્વરે માણસને ડોકટર બનાવીને જીવન આપવાનો અધિકારઆપ્યો છે: આપણાં દેશમાં 1લી જુલાઇ તો વિશ્ર્વના વિવિધ દેશોમાં અલગ અલગ દિવસે આજનો દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ: ફેમિલી ડોકટર ઓન ધ ફ્રન્ટ લાઇન

ડોકટરોના સમર્પણ, કાર્યનિષ્ઠા, પ્રમાણિકતા જેવા વિવિધ ગુણોને સન્માન આપવાનો દિવસ: સમગ્ર વિશ્વમાં ડોકટરને ખુબ માન આપવામાં આવે છે: કોરોના મહામારી વખતે તેના કાર્યો થકી જ લાખો લોકોના જીવ બચ્યા હતા.

દર્દીઓના મસીહા અને ધરતી પરના ભગવાન એટલે ડોકટર વિવિધ તારીખે ઉજવાતા તેના દિવસમાં આજે 1842માં એનેસ્થેસિયાના શોધકની યાદ આ દિવસ ઉજવાય છે, જો કે જયોર્જિયાના વિન્ડરમાં બેરોકાઉન્ટી એલાયન્સે પ્રથમ વાર 1933 મા ઉજવણી કરી હતી. સ્વસ્થ સમાજ, રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા અહંમ છે, તેના નિદાન – સારવારથી જ વ્યકિતઓની અને સમુદાયની સુખાકારી, આરોગ્યને સારુ કરવા તેનો ફાળો વિશેષ છે. સત્તાવાર કે બિન સત્તાવાર રીતે વિવિધ દેશોમાં ‘ડોકટર દિવસ’ ઉજવાય છે, પણ 30 માર્ચ, 1લી જુલાઇ તેમાં કોમન જોવા મળે છે.

દરેક વ્યકિતના જીવનમાં ડોકટરે હંમેશા મહત્વનો રોલ અદા કર્યો છ. આપણને સ્વાસ્થ્ય બાબતે જરુર જણાય કે માંદગી આવે ત્યારે સૌ પ્રથમ ડોકટર પાસે દોડી જઇએ છીએ. ર4 કલાક સતત ખડે પગે સેવા આપતા તબીબો ઇમરજન્સી સેવામાં પણ મોખરે હોય છે. અકસ્માત વખતે તેમની સેવા તો ખુબ જ સારી જોવા મળે છે. આજના યુગમાં તો હવે અદ્યતન હોસ્પિટલ નિર્માણ થતાં એક જ સ્થળે બધી સવલતો મળતાં લોકોને બીજે ધકા ખાવા પડતા જ નથી, ટેસ્ટીંગ જેવી તમામ સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થઇ જાય છે.

કોવિડ-19 જેવા ભયંકર રોગચાળા વખતે ડોકટર હીરોમાંથી સુપર હીરો બની ગયા હતા. ચેપગ્રસ્ત લોકોના જીવન માટે પોતાની જીવન પરવા કર્યા વગર સતત જીવન આપવા તે મથામણ કરે છે. સાવ નાના બાળકોના નિદાન, સારવાર, સર્જરી તો તેની ભૂમિકા શ્રેષ્ઠ ગણી શકાય છે. દર્દીઓના જીવન માટે સતત લડતા ડોકટર જીવનની ઘણી બધી મુશ્કેલીનો સામનો કરે છે. પરિવાર કરતાં પણ તે હમેંશા દર્દીને પ્રાધાન્ય આપે છે. આ વર્ષની થીમ ‘ફેમીલી ડોકટર્સ ઓન ધ ફ્રન્ટ લાઇન’ છે. જેનો મતલબ કે પૃથ્વી પર વસતા તમામ વ્યકિત પરિવાર માટે તે સતત કાર્યશીલ રહે છે. ગમે તેવી ઘટના નિર્માણ થાય ત્યારે આપણને તેની ઉપર અપાર શ્રઘ્ધા અને આશા હોય છે.

વૈશ્ર્વિક રોગચાળામાં લોકોને બચાવવા માટેના તે સાચા યોઘ્ધા છે. દવા રોગોને ભગાડી શકે પણ ડોકટરના નિદાન – સારવાર વગર નહી. સાચો તબીબ બહું ઓછી દવા લખે અને તે પોતાના હસતા ચહેરા, સરળ સમજ, પ્રેમ,  હુંફ અને લાગણીના માઘ્યમ વડે માત્ર સ્પર્શથી રોગ મટાડવાની ક્ષમતા રાખે છે. આપણું આરોગ્ય જ આપણી સાચી સંપતિ છે. ડોકટર કોઇપણ વ્યકિતના જીવનમાં આશા જગાવી શકે છે. જીવન મૃત્યુ માણસના નહી પણ ભગવાનમાં હાથમાં છે. ત્યારે ભગવાને જ તેને જીવન આપવાનો અધિકાર આપ્યો છે. આપણાં દેશમાં 1991 થી તેમનો દિવસ ઉજવાય છે.

જીવનને પ્રેમ કરતાં ડોકટર જ શીખવે છે અને મંદિર પછી ફરત હોસ્પિટલ જ એવી જગ્યા છે જયાંથી આપણને નવી આશા મળે છે. તમારા ડોકટર સામે કયારેય ખોટુ ન બોલવું, વાત ન છુપાવવી અને તમને જે મુશ્કેલી હોય તે જણાવવાથી તેને નિદાન- સારવારમાં સરળતા રહે છે. દર્દીઓ ડોકટર સામે આશાની નજરે જોતો હોય છે, એમાંય જોખમી ક્ધડીશન વખતે દર્દી તેને ભગવાન જ માનવા લાગે છે. ડોકટર અપાર દર્શક છે, પણ દર્દીઓ માટે તે એક અરીસો છે. ડોકટરનું

નાનું સ્મિત દવા કરતાં વધુ અસર કરે છે. આજે તો દુનિયામાં વિવિધ રોગો, વાયરસોને કારણે સતત અપગ્રેડ રહીને માનવ બચાવ ક્ષેત્રે  કાર્યરત દુનિયના તમામ તબીબોને એક સલામ 1933 થી યુ.એસ.માં આજના દિવસે ડોકટર દિવસ ઉજવાય છે. 2003 થી હોલ માર્કે ડોકટર્સ ડે માટે કાર્ડ છાપવાનું શરુ કરેલ હતું. દુનિયામા: રપ ટકાથી વધારે એવા ડોકટર છે જેની જીવન સાથી પણ ડોકટર છે. ડોકટરો અઠવાડીયામાં 60 કલાકથી વધુ કામ કરે છે.

ડોકટર દિવસને સત્તાવાર રીતે ડોકટર સપ્તાહ પણ ઉજવાય છે, વિશ્ર્વમાં ઘણા દેશોમાં નિદાન – સારવારના ફ્રિ કેમ્પો, મફત દવા જેવી ઘણી બધી રાહતો અપાય છે. આપણાં દેશમાં પણ અદ્યતન મેડીકલ ફેસીલીટી વધતાં ઘણા વિદેશીઓ ભારતમાં ડોકટરને જ બોલાવીએ છીએ. 108ની સેવાતો હવે બાળથી મોટેરા તમામને યાદ રહી ગઇ છે. આજે બધા જ લોકોએ ડોકટરનો આભાર માનીને તેને શુભેચ્છા કાર્ડ આપવું જ જોઇએ. આપણાં દેશમાં અદ્યતન ખાનગી હોસ્પિટલો નિર્માણ થઇ રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલો પણ ભૌતિક સુવિધા, મશીનરી સાથે સજજ થઇ ગઇ છે.

વિશ્વભરનાં દેશોમાં આ તારીખે ઉજવાય છે, ડોકટર્સ ડે

ડોકટર દિવસની ઉજવણીમાં 30 માર્ચે ઓસ્ટ્રેલીયા, યુ.એસ. કુવૈતમાં 3જી માર્ચ, બાઝિલમાં 18 ઓકટોબર, કેનેડા 1લીમે, ચીનમાં 19 ઓગસ્ટ, કયુબામાં 3 ડિસેમ્બર, અલસાલ્વાડોરમાં 14મી જુલાઇ, ભારત 1લી જુલાઇ, ઇન્ડોનેશિયામાં ર4 ઓકટોબર, ઇરાનમાં ર3 ઓકટોબર, મલેશીયા 10 ઓકટોબર, તુર્કી 14 માર્ચ, વિયેટનામ ર8 ફેબ્રુઆરી, વેનેઝુએલા 10 માર્ચ, નેપાળમાં 4 માર્ચ જેવી તારીખે વિશ્ર્વના વિવિધ દેશોમાં ડોકટર દિવસની ઉજવણી કરીને તેના સેવા કાર્યોની પ્રસંશા કરવામાં આવે છે. દરેક દેશમાં તેમા એસોસિએશન કાર્યરત છે. જે નવા નવા સંશોધનો, રસ્તાઓ, દવાઓ ઉપર સતત સંશોધનો કરીને માર્ગદર્શિકા  બહાર પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.