આજે રાષ્ટ્રીય ઉર્જા સરંક્ષણ દિવસ : ઉર્જા નહિ બચાવીએ તો ભવિષ્ય અંધારમય!!

વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જાસ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી .વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે.વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી.

ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે .અશ્મિભૂત ઇંધણ, ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ, વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જાસંરક્ષણ એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભવિષ્યની પેઢી માટે ઊર્જાની બચત કરી શકીએ છીએ.

અશ્મિભૂત ઇંધણ, ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ,વીજળી વગેરે પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે કે જેના દ્વારા જીવન વિતાવવું શક્ય નથી.આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ૧૪ ડિસેમ્બરના ૧૯૯૧થી રાષ્ટ્રીય ઊર્જાસંરક્ષણ દિવસ ઉજવવમાં આવે છે.

ઊર્જાસંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને બચાવવાનો છે.ઊર્જાસંરક્ષણ સામાન્ય લોકોથી પણ થઈ શકે છે.જેમ કે,

> વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો .જ્યાં ત્યાં લાઇટ અને પંખા ચાલુ હોય ત્યાં બંધ કરી દેવા અને ઈલેક્ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.

> લાકડાનો ઉપયોગ ભારતમાં ઇંધણ તરીકે કરવામાં આવે છે.ગામડામાં મોટા ભાગના લોકો ખોરાક રાંધવા માટે પણ લાકડાનો ઉપયોગ કરે છે.જો એલપીજી નો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે તો લાકડાનો બચાવ થઈ શકે છે.

>હંમેશા આઈએસઆઈ સ્ટેમ્પ્ડ પાવર ટૂલ્સ વાળા વીજળી સાધનોનો ઉપયોગ કરવો.

>સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્મિભૂત ઇંધણનો બચાવ કરી શકીએ છીએ. સુર્યકુકરથી ભોજન બનાવી શકીએ છીએ.સોલાર બેટરી દ્વારા વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ.

> પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો.

> ભારતના ઘણા એવા વિસ્તાર છે જ્યાં પાણી દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે છે.વીજળી દ્વારા ટ્રેન પણ ચલાવી શકાય છે.જો ટ્રેન વીજળી દ્વારા ચલાવવમાં આવશે તો કોલસાનો બચાવ પણ શક્ય છે.

સુર્યશકતિથી ચાલતા વાહનોના ઉપયોગથી પેટ્રોલ જેવા ઇંધણનો પણ બચાવ શક્ય છે.

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસનો ઉદ્દેશ્ય

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે ચોક્કસ ધ્યેયો અને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને લોકોમાં ઊર્જાસંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે થાય છે.

જીવનના દરેક ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ જરૂરી છે તેવી માહિતી લોકોને પહોંચાડવી.

ઊર્જાને બચાવની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવું જેમ કે: ચર્ચાઓ, પરિષદો, ચર્ચાઓ, વર્કશોપ, સ્પર્ધાઓ.

વધુ પડ તી અને નકામી ઉર્જા વપરાશની જગ્યાએ લોકોને ઓછી ઉર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા.

ઊર્જા વપરાશ ઘટાડવા અને લોકોને અસરકારક રીતે ઉપયોગ કરવા પ્રોત્સાહિત.

ભારત સરકાર દ્વારા લોકોના દૈનિક જીવનમાં ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલિયમ કન્સર્વેશન રિસર્ચ એસોસિએશન (પીસીઆરએ) ની સ્થાપના વર્ષ 1977 માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ઉર્જા સંરક્ષણની દિશામાં લેવાયેલું આ એક મોટું પગલું છે. આ સિવાય વધુ સારી ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે ભારત સરકારે 2001 માં એનર્જી એફિશિયન્સી બ્યુરો (બીઈઇ) નામની બીજી સરકારી સંસ્થાની સ્થાપના કરી હતી.
ઘરોમાં પાણીની ટાંકીમાં પાણી પહોંચાડવા માટે ટાઇમરનો ઉપયોગ કરીને, નકામા પાણીના ખર્ચને અટકાવીને ઇલેક્ટ્રિક ઉર્જાની બચત થઈ શકે છે.