આજે શિક્ષક દિન… વિઘાર્થીએ શિક્ષક બની ઉજવ્યો શિક્ષક દિન

today-is-teachers-day-the-student-celebrates-becoming-a-teacher
today-is-teachers-day-the-student-celebrates-becoming-a-teacher

આજે ભારતના મહાન તત્વશિક્ષક ડો. એસ. રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે. તેમની સ્મૃતિમાં આપણે આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ઉચચ કોટીના શિક્ષણવિદ ડો. એસ. રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. મહાન શિક્ષણવિદ અને તત્વચિંતક ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણનના જન્મદિવસે સ્કુલોમાં બાળકો દ્વારા એક દિવસીય શિક્ષક બની. પોતાનો મનગમતો વિષય ભણાવાય છે બાળકો જયારે શિક્ષકો બને છે ત્યારે તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે શહેરની સત્યપ્રકાશ સ્કુલમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેવા વિઘાર્થીનીઓએ શિક્ષક બની અન્ય વિઘાર્થીઓને ભણાવ્યા અને શિક્ષકદિન ઉજવ્યો.