આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ, જસવંતસિહ ભટ્ટીએ કહ્યું આમરી કોંગ્રેસ જ નમાલી છે

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 8

શું કહે છે ભાજપ?

વોર્ડ નંબર ૦૮ ના ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને ૧૩૬માં સ્થાપના દિવસે અભિનંદન આપી જણાવ્યું હતું કે કોંગ્રેસને હવે કોઈ ઓળખતું જ નથી. માત્ર ૦૮ નંબર વોર્ડ નહીં સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.પૂર્વ કોર્પોરેટર વીજયાબેન વાછાણીએ કોંગ્રેસ ના નેતાઓએ આડે હાથ લઈ જણાવ્યું હતું કે પાર્ટીમાં

કાર્યકરોની કોઈ વેલ્યુજ નથી બધા ને નેતા થઈ જવું છે.વોર્ડ નંબર ૦૮ના રહેવાસીઓએ હંમેશા ભાજપને જ જીત અપાવી છે. લોકોનો વિશ્વાસ અડગ છે અને રહેશે જ. કદાચ કોઈ એકાદ દોકલ કોંગ્રેસ આગેવાનને લોકો મત પણ આપી દે તો પણ પક્ષ પલ્ટો કરી નાખતા તે લોકો સાથે છેતરપીંડી કરે છે, વિશ્વાસઘાત કરે છે.માટે શહેરીજનો ભાજપને જ એક અડીખમ પાર્ટી તરીકે પસંદ કરે છે.

શું કહે છે કોંગ્રેસ?

કોંગ્રેસ નેતા જસવંતસિંહ ભટ્ટીએ કોંગ્રેસના સ્થાપના દિવસે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૧૩૬ વર્ષ પહેલાં જે કોંગ્રેસ પક્ષની નીતિ  હતી એ આજે પણ છે.૧૩૬ માંથી ૩૨ વર્ષ હું પ્રમુખ રહ્યો છું.પ્રજાએ અનેક વખત કોંગ્રેસ ને જાકારો આપ્યો છતાં કોંગ્રેસે તેની નીતિ છોડી નથી. હાલના યુવાનો ભાજપની ચાલમાં ભટકી ગયા છે.સતા માટે અમે નીતિ છોડી નથી.આવનારા દિવસોમાં પ્રજા હવે ભરમાશે નહીં.  કોંગ્રેસ પર વિશ્વાસ રાખશે. વોર્ડ નંબર ૦૮માં

છેલ્લે ૨ -૩ ઇલેક્શન માં લીડ મળી છે.પક્ષ પલટુ કોંગી અગ્રણીઓ વિશે જસવંતસિંહે જણાવ્યું હતું કે હું પોતે સ્વીકારું છું અમારી પણ ભૂલ છે . કોંગ્રેસ માંથી ચૂંટાઈને ભાજપમાં કોઈ નેતા જાય તો અમે જ નમાલા થયા છીએ . નાના નાના કાર્યકરોની મહેનત બાદ જીત્યા હોઈ અને પક્ષ બદલે તો દુ:ખ ચોક્કસથી થાય.જે પક્ષ પલટો કરે તેના ઘરે જ આંદોલન કરવું જોઈએ.એ વ્યક્તિ સમાજમાં રહે નહીં તેવું કરી નાખવું જોઈએ. પ્રજા એ પણ સંપૂર્ણ જાકારો આપવો જોઈએ. ભાજપના મિત્રો ઉમેદવારને ધમકાવે છે, કા તો કેસ કરે અથવા ૫ થી ૨૫ કારોડમાં ખરીદી કરે.ભાજપ  શહેરમાં દાદાગીરીથી રૂપિયા ઉઘરાવી કોંગ્રેસ ને ફોડે છે.અમને પણ ધમકી ઓફરો ઘણી આવીછે પરંતુ કોઈ દિવસ બીજા માફક અમે ફૂટ્યા નથી. આ વખતે ટીકીટ એવા વ્યક્તિઓને આપવી છે કે જો હારી જાય તો મંજુર છે પરંતુ પક્ષ પલટો નથી કરવા દેવા.ખોટા ધંધા કરતા હોય એવા એક પણ વ્યક્તિને ટીકીટ આપવી જ નથી.

શું કહે છે પ્રજા?

કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસે વોર્ડ નંબર ૦૮ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાર્ટીનો ભલે ૧૩૬મો સ્થાપના દિવસ હોઈ, અમારા વોર્ડ નો નેતા કોણ છે એ જ અમને ખ્યાલ નથી. કોઈ એક પણ એવો ઉમેદવાર નથી હોતો કે જેને અમે ઓળખીએ. કોંગ્રેસ પાર્ટી માત્ર નામની જ રહી છે. વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ પરંતુ કોંગ્રેસ પાર્ટીની નબળાઈ જ તેને કોરી ખાઈ છે. વારંવાર પક્ષ પલ્ટો કરવાને કારણે કોંગ્રેસ નેતાઓ પર ભરોસો ઉઠી ગયો છે.માત્ર રૂપિયા કમાવા માટે જ રાજકારણ કરતા હોય તેવું લાગી રહ્યું છે.