Abtak Media Google News

ગોંડલ નરેશ સર ભગવતસિંહજીની નગર રચના આજે પણ બેનમુન-અડીખમ બની ગૌરવવંતા ઈતિહાસની  ગવાહી પુરે છે

ગોંડલ નરેશ પ્રજા વત્સલ્ય મહારાજા ભગવત સિંહજીની આજે  157 મી જન્મ જયંતી છે.દોઢ દાયકો વિતવાં છતા સંસ્કૃતી સજઁક રાજવી ની બેનમુન સંસ્કૃતી આજે પણ ગોંડલ નાં ખુણે ખુણે અમર અને યાદગાર બની અડીખમ ઉભી છે.

દેશ ની આઝાદી 74 વર્ષ ની ઘરડી થવાં છતાં અને દેશ માં કોંગ્રેસ, ભાજપ કે ખિચડી સરકારો નાં શાસન બાદ પણઆજે આપણે  વિકાસ..વિકાસ ની બુમો પાડી વિકાસ ને શોધી રહયાં છીએ. કારણ કે 74 વર્ષ થી લોકશાહી ભોગવતા હોવાં છતાં આમ નાગરીક કે ખેડૂતો ની હાલત બદતર જ રહી છે.બીજી બાજુ રજવાડું હોવાં છતાં ખરા અથઁ માં લોકશાહી ઢબે સુશાસન ચલાવનારા રાજવી ભગવતસિહજી એ 74 વર્ષ રાજ કર્યુ જે આજે ઇતિહાસ નાં સોનેરી પૃષ્ઠો માં અમર બન્યું છે.ત્યારે સવાલ એ ઉઠે કે પ્રજા માટે કુશળ રાજાશાહી ઉતમ કે ખોખલી અને ભૃષ્ટ લોકશાહી??ગોંડલ મહારાજા ભગવતસિહજી એક વિચક્ષણ,પ્રગતિશીલ અને પ્રજા વત્સલ્ય રાજવી તરીકે પંકાયેલા હતા.74 વર્ષ નાં તેમનાં શાસનકાળ માં ગોંડલ રાજ્ય ને દેશ નું એક પ્રગતિશીલ અને નમુનેદાર રાજ્ય બનાવ્યું હતુ.

આપણે સફાઇ,પાણી,વિજળી સહીત નાં કરવેરા અને હાઇવે પર તોતિંગ ટોલ ટેક્ષ ભરીએ છીએ.તો પણ પ્રજા નાં ભાગે સુવિધા નાં નામે મીંડુ જ મળે છે.પરંતુ એ જમાના માં ગોંડલ રાજય માં કોઈ પણ જાત નાં કરવેરા નાં હતાં. સિમેન્ટ થી મઢેલા પહોળાં રાજમાર્ગો, પાકી ફુટપાથો,અંડર ગ્રાઉન્ડ વિજળી,ભુગર્ભ ગટર સાથે બેનમુન નગર રચનાં મહારાજા ભગવતસિહજી ની આગવી ઓળખ હતી.ગોંડલ માં એ નગર રચના ની યાદી સમી મોટા ઓરડા જેવી ભુગર્ભ ગટરો કેટલાક વિસ્તારો માં આજે પણ ધરબાયેલી જોવાં મળે છે.ગમેતેટલો વરસાદ વરસે પાણી સડસડાટ વહ્યું જાય.વરસાદનાંપાણીમાટે ડ્રેનેજવ્યવસ્થાહતી.કેન્દ્ર સરકાર ની યોજના અંતર્ગત નગપાલીકાએ રાજવીકાળ ની ભુગર્ભ ગટર ને બંધ કરી નવી ભુગર્ભ ગટર બનાવી.તાજેતર નાં ભારે વરસાદ માં શહેર પાણી પાણી થઇ ગયુ હતું.રાજમાર્ગો પર જાણે નદી નાં વહેણ વહેતાં હોય તેવાં દૃષ્યો રોજીંદા હતાં.કારણ કે ભુગર્ભ ગટર ની ક્ષમતા ટુંકી હતી.આટલો  ફકઁ હતો આજની નગર વ્યવસ્થા અને રાજવી કાળ ની નગર રચના વચ્ચે.!

સમગ્ર દેશ માં  મફત અને ફરજીયાત ક્ધયા કેળવણી શરુ કરાવનારાં રાજવી સર ભગવત પ્રથમ હતા.તે સમય માં મહારાજા એ પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું.મેટ્રીક પાસ થનારી ક્ધયા ને રાજદરબાર માં બોલાવી રૂ.500 આપી સન્માન કરવામાં આવતું હતું.ક્ધયા કેળવણી માં જે રીતે સર ભગવત પાયોનિયર હતા.એ રીતે રેલ્વે માં પણ ગોંડલ રાજ્ય પાયોનિયર હતુ.

સમગ્ર કાઠિયાવાડ નાં મધ્યભાગ માં પ્રથમ રેલ્વે સેવા શરુ કરનાર ગોંડલ હતું.ઇ.સ.1935 માં ગોંડલ રેલ્વે ઢસા થી જામજોધપુર સુધી 106 માઇલ ની હતી.પોરબંદર નું રેલ્વે સ્ટેશન,રાજકોટ નાં જંકશન ની માલીકી સર ભગવતસિહ ની હતી.

મહારાજા ભગવતસિહ બાંધકામ વિદ્યા નાં નિષ્ણાંત હતા.જેનાં ફલસ્વરુપ આજે પણ ગોંડલ માં બેનમુન ઇમારતો અડીખમ જોવાં મળે છે.વેનિસ (ઇટાલી) ની પાલાઁમેન્ટ ની ઇમારત નાં નકશા પર થી બનાવેલી  સંગ્રામસિહજી હાઇસ્કૂલ ની ઇમારત આજે પણ એ વાત ની ગવાહી આપી રહી છે.

દુનિયા ની કોઈ પણ ભાષા નાં ઉતમ કોશ ની સરખામણી માં સર ભગવતે રચેલો ’ભગવદ્ ગોમંડલ’ અદિત્ય શબ્દકોશ જ નહીં પણ ઉતમ જ્ઞાનકોશ ગણાય છે.

પાકિસ્તાન રોજ રોજ નવાં ઉંબાડીયા કરી ભારત ને ભીડવવા ની તક જતું કરતું નથી.કાશ્મીર માં પાકિસ્તાન પ્રેરીત ત્રાસવાદ સામે નિર્દોષ નાગરીકો અને સૈનિકો શહીદી વહોરી રહ્યા છે.પાકિસ્તાન ની શાન ઠેકાણે લાવવાં વડાપ્રધાન મોદી કયા મુહૂર્ત ની રાહ જોઈ રહયાં છે.એ સમજાતું નથી.પણ એ જમાનાં માં પાકિસ્તાન નાં સજઁક ’કાયદે આઝમ’ મહમદ અલી જિન્હા ની શાન સર ભગવતે ઠેકાણે પાડી હતી.જુનાગઢ,માંગરોળ થઇ જિન્હા ગોંડલ રાજ્ય ના ધોરાજી જવાનાં હતાં.પરંતુ કોમી તનાવ ને કારણે રાજ્ય માં કોમી એકતા પર ભય નાં સર્જાય તે માટે મહારાજા ભગવતસિહજી એ મક્કમતા દાખવી જિન્હા ને રાજ્ય ની સરહદ માં પ્રવેશવા મંજુરી આપી નાં હતી. જિન્હા નાં અનેક ધમપછાડા બાદ પણ સર ભગવતસિહ મક્કમ રહેતાં વિલામોઢે જિન્હા પરત ફર્યા હતાં.

દેશ માં અનેક રજવાડાંઓ દ્વારા રાજ્યવ્યવસ્થા ચાલતી હતી.ત્યારે સાચી લોકશાહી અને ઉતમોતમ વ્યવસ્થા દ્વારા સુશાસન ની પ્રતીતિ મહારાજા ભગવતસિહે કરાવી હતી.’પેરીસ’જેવું ગોંડલ એ મહારાજા નું સ્વપ્ન હતું.વતઁમાન સાશન પદ્ધતિ એ સ્વપ્ન ને સાકાર કરવાં સફળ રહી કે નિષ્ફળ ?

એ પ્રશ્ન ને હાલ કોરાણે મુકીએ તો પણ સ્વપ્ન દર્ષ્ટા રાજવી સર ભગવત ની નગર રચના આજે પણ બેનમુન અને અડીખમ બની એક ગૌરવંતા ઇતિહાસ ની ગવાહી આપી રહીછે.તેમાં શંકા ને કોઈ સ્થાન નથી જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.