Abtak Media Google News

સાહસિકતા અને આત્મવિશ્વાસથી છલોેછલ મૌલેશભાઇએ સફળતાના અનેક માઇલ સ્ટોન સર કર્યા છે

બાન લેબ્સને એક નવી ઉંચાઇ આપી દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની પ્રતિભા કાયમી કરી છે

માત્ર પાટીદાર સમાજના જ નહી, પરંતુ તમામ સમાજના માનીતા, ભગવાન દ્વારકાધીશજીના પરમ ભકત, વાણી વર્તનથી સમૃધ્ધ અને નીરાભીમાની વ્યક્તિત્વ ધરાવતા, રાજકોટ રત્નનું બિરુદ મેળવનાર બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણીનો આજે જન્મદિવસ છે. સાહસિકતાઅને આત્મવિશ્વાસથી છલોછલ મોલેશભાઇએ સફળતાના અનેક માઇલ સ્ટોન સર કર્યા છે. બાન લેબ્સને એક નવી ઉંચાઇ આપી માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભા કાયમી કરી છે બાન લેબ્સ કંપની આસમાની બુલંદીઓના સીમાડા પાર કરી ચૂકી હોય અને તેમના મોભીઓ હજુ પણ જમીન સાથે જે જોડાયેલા હોય એટલે આ વિરાટ સફળતામા પણ માનવતાની સોડમ યથાવત છે.

અંજાઈ નહીં પરંતુ ભીંજાઈ જવાય એવું વ્યકિતત્વ એટલે મૌલેશભાઈ ઉકાણી. કાળીયા ઠાકુરનાં જેમની ઉપર હજાર હાથ છે એવા મૌલેશભાઈ અજાતશત્રુ છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની જેમની ઓળખ છે. સીધુ-સાદુ નિરાભીમાની વ્યકિતત્વ. જેમના હોઠ ઉપર સદાય જય દ્વારકાધીશનું નામ, મુખ ઉપર સદાય સ્મિત. જેમને મળવાથી એક નવી ઉર્જા મળે એવા ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ઉધોગઋષિ મૌલેશભાઈ માટે એવું જરૂર કહી શકાય – મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનો મેં જાન હોતી હૈ.

સાદગી એટલે શિતળતા…અર્પણા સમીપ કોઈને આવવાનું મન થાય. આપણી વાણી, વ્યવહાર અને વર્તનથી વારંવાર આવતા રહે તે સાચી સાદગી. એ જ રીતે આપણે જેને માનતા હોય તે સર્વોપરી શકિતને યાદ રાખીને કોઈ પણ કામ કરીએ તો એ બંદગી જ છે. આવી સાદગી અને બંદગીથી જીવી જાણીએ તો સરવાળારૂપે મળે છે: ‘અણમોલ જિંદગી’. આ શબ્દો બાન લેબ્સનાં મેનેજીંગ ડીરેકટર અને કડવા પટેલ સમાજના મોભી મૌલેશભાઈ બોલે છે, અને પાળે છે પણ ખરા ! આજે આ પ્રથમ હરોળના ઉધોગપતિએ વાઈબ્રન્ટ જીવનનાં ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય તે સાહજિક પ્રક્રિયા છે પરંતુ એ એક એવી વ્યકિત છે જેમણે વર્ષોમાં જિંદગી ઉમેરી છે. રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન અભિનિત સુંદર ફિલ્મ આનંદનો એક સંવાદ છે: જીંદગી લંબી નહીં, બડી હોની ચાહીએ બાબુ મોશાય ! અને મૌલેશભાઈની જીંદગી જેટલી લાંબી છે એના કરતા ઘણી મોટી છે.

મૌલિશભાઇના બાન લેબ્સ ઉપરાંતના કાર્યક્ષેત્રો તેમજ પરત્વે ઋણ અદા કરવાની તત્પરતા, તેમનો કેટલાક સમાજિક સંસ્થાઓ સાથે એક્ટિવ એસોસિએશન છે, મૌલેશભાઇ લગભગ ૪૬ જેટલી સામાજિક સંસ્થાઓના હોદ્દાદાર તરીકે જોડાયેલા છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. મૌલેશભાઇના મૌલિક અને સંવેદનાશીલ વિચારો દર્શાવતા તેમના બે પુસ્તક અણમોલ જિંદગી દરેક વર્ગના લોકો માટે ખરેખર અણમોલ સાબિત થયું. અને વાંચકોનો બહોળો પ્રતિસાદ મળ્યો, ચહેરા પર હંમેશા સ્મિત રાખનારા મૌલેશભાઇ બાન લેબ્સના તમામ કર્માચારીઓને પોતાના પરિવાર માને છે. અને સારા નરસા દરેક પ્રસંગે કર્માચારીઓ સાથે મૌલેશભાઇ પરિવારના મોભીની જેમ ઉભા રહીને તેમને ટેકો આપે છે.

જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી તથા કડવા પાટીદારની સર્વોચ્ય સંસ્થા ઉમિયા માતાજી મંદિરના ચેરમેન અને અનેક સામાજિક, શૈક્ષણિક તથા સરકારી અને અર્ધ સરકારી સહિતની આશરે ૪૬થી વધુ સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે.

સીધી-સરળ જીવન શૈલી અને દ્વારકાધીશમાં અપાર શ્રધ્ધા રાખનારા મૌલેશભાઇ દ્વારકાના જગત મંદિરના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. આ નિમણૂકને તે પોતાના જીવનમાં એક મહતવનું સ્થાન આપે છે અને તેમનું કહેવુ છે કે મારા નાથ એ મને સેવાની મોકો આપેલો છે.

સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરનારા મૌલેશભાઇનો સ્વભાવ નિષ્ઠા ઉદારતા અને પ્રમાણિકતાથી ભરપૂર છે. મૌલેશભાઇ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને ભારત સરકાર પ્રત્યે ફરજ બજાવીની પ્રામાણિકતાનું દ્રષ્ટાંત રજૂ કર્યુ છે. તેથી આઇટી ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા પણ મૌલેશભાઇને સન્માનિત કરાયેલા છે.

કોરોનાના કપરા સમયમાં જયારે અન્ય કંપનીઓએ આયુવેર્દિક દવામાં પૈસા કમાવાનું વલણ રાખ્યું ત્યારે મૌલેશભાઇએ ૭૦ લાખથી પણ વધારે ગિલોય અને મહસુદર્ષન ટેબલેટ ફ્રીમાં આપી આ સિવાય આ સમય દરમ્યાન પોતાના સ્ટાફ તથા અન્યને પણ ઘણી મદદ કરી.

દેવાધિદેવ ભગવાન  દ્વારકાધીશજી પ્રત્યે અપાર અને અતૂર શ્રધ્ધા તેમજ સમર્પિતતાના ભાવ સાથે મૌલેશભાઇ ખુબ લાગણીશીલ બનીને કહે છે કે માલિકોના માલિક દ્વારકાધીશજી છે. અમે તો ફકત તેમના વતી સંચાલન કરી શકીએ.

મૌલેશભાઈની સિદ્ધિઓની ઝલક

જગત મંદિર દ્વારકામાં ટ્રસ્ટી તરીકે નીમણુક

આપણા સૌનાં હૃદયમાં સ્થાન મેળવનાર અને ભગવાન  દ્વારકાધીશજીના પરમ ભકત મૌલેશભાઈની દ્વારકાના જગત મંદિરમાં ટ્રસ્ટી તરીકેની નિમણુક, આ તેમની શ્રદ્ધાનો અભિષેક છે.

 ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરમાં ચેરમેન તરીકેની વરણી

સમસ્ત કડવા પાટીદારના કુળદેવી  ઉમિયાજી માતાજી સિદસરમાં મૌલેશભાઈની ચેરમેન તરીકેની વરણી. તેમની નિમણુકથી સમાજનાં કામોમાં ગતિશીલતા આવશે.

 સૌથી વધુ કિંમતે સેસા બ્રાન્ડ વહેચાઈ

જીવનમાં પોઝિટિવ વલણ, વર્તન અને વાણી હોય એવા મૌલેશભાઈનો સ્વભાવ રહ્યો છે. કોઈપણ પ્રોડકટ બજારમાં મુકીએ તો તેની કવોલીટીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ એ તેમનો સિદ્ધાંત છે. તેમના આ આત્મવિશ્ર્વાસનાં કારણે આ વર્ષે વધુ કિંમતે સેસા બ્રાન્ડ વહેંચાઈ.

 સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરવા બદલ ભારત સરકાર દ્વારા સન્માન

સફળતાથી ઉંચે જતા જો ધરતીથી જોડાણ તુટતું જાય તો તેમાં સફળતાનું કદ નથી વધતું. પ્રમાણિકતા, નિષ્ઠા, ઉદારતા જેમના જીવનનો આદર્શ એવા મૌલેશભાઈએ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને સરકાર પ્રત્યેની ફરજ બજાવીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ આપ્યું છે. તેથી ભારત સરકાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.