Abtak Media Google News

ગુજરાતની સાચી ઓળખ તેના કવિઓ અને લેખકો દ્વારા થાય છે . આપણાં ગુજરાતી સાહિત્યને મહાન બનાવનાર ઘણા કવિઓ અને લેખકો થઈ ગયા જેનાથી ગુજરાતી સાહિત્ય દીપે છે જેમકે કવિ નર્મદ,નરસિંહ મહેતા, મીરાંબાઈ વગરે થઈ ગયા તેમાંના એક છે આપણા મહાન કવિ અને લેખક કાકા કાલેલકર જે ‘ સવાઈ’ ગુજરાતી તરીકે ઓળખાય છે તેમનો આજે જન્મદિવસ છે.

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર નો જન્મ ઈ. સ 1 ડિસેમ્બર 1885ના રોજ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી પરંતુ તેઓ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેમને કાલેલકર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં લીધું હતું. તેમણે મહારાષ્ટ્રના પૂના, શાહપુર ,બેલગામ ,જત ,સાધનૂર અને ધારવાડ વગેરે શહેરોમાંથી તેમણે પોતાના પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.1903 માં તેમણે પોતાનો મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.1907માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ અને ૧૯૦૮માં એલ.એલ.બીની પરીક્ષા આપી હતી.ઈ. સ ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં તેઓ આચાર્ય થયા હતા.

આગળના જીવનમાં પ્રગતિ કરતા 1928માં ગુજરાતવિદ્યાપીઠ કુલનાયક પદે હતા.1934માં તેમણે કુલનાયક પદ પરથી નિવૃત્તિ લીધી હતી.1935માં રાષ્ટ્રભાષા સમિતિના અધ્યક્ષ પદે રહીને હિન્દી ભાષાનો રાષ્ટ્રીયકક્ષાએ પસાર કર્યો હતો.

તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયમાં આચાર્ય તરીકે સેવા આપી હતી .રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન શિક્ષણસંસ્થામાં તેમણે શિક્ષણ કાર્યનો અનુભવ લીધો હતો. કાકાસાહેબ કાલેલકર માં સુધારક ધર્મદ્રષ્ટિ, ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉમદાવાદી વિચારોનો વિકાસ થયો હતો.

૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે અને ૧૯૫૩માં બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા હતા. ૧૯૬૪માં પદ્મભૂષણનો ખિતાબ મળ્યો હતો.કાકાસાહેબ કાલેલકરને ઈ. સ 1965માં તેમના જીવન વ્યવસ્થાપન અને ગુજરાતીમાં નિબંધસંગ્રહો માટે સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક તેમણે મેળવેલુ હતું. ૧૯૭૧માં તેમની સાહિત્યિક સિદ્ધિઓ બદલ સાહિત્ય અકાદમીની ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાકા કાલેલકરના પ્રખ્યાત પુસ્તકોની અનુસૂચિ:

> ગાંધીના વિચારની ઉત્તેજના ( અંગ્રેજી )
> પ્રેરણામાં રૂપ રેખાઓ ( અંગ્રેજી )
> મહાત્મા ગાંધીકા સ્વદેશી ધર્મ (હીન્દી)
> રાષ્ટ્રીય શિક્ષાકા આદર્શ (હિન્દી )
> હિમાલયનો પ્રવાસ (ગુજરાતી)
> જીવાતા તહેવારો (ગુજરાતી )
> જીવન વ્યવસ્થા ( ગુજરાતી)
> લોકમાતા (મરાઠી)

કાકા કાલેલકર ભારતીય સ્વતંત્રતા કાર્યકર સમાજસુધારક પત્રકાર અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા. તેઓએ ગાંધીજીથી પ્રભાવીત થઇને સાબરમતી આશ્રમના સભ્ય બન્યા હતા અને સાબરમતી આશ્રમની રાષ્ટ્રીય શાળામાં તેમણે શિક્ષણ પણ આપ્યું હતું.

દત્તાત્રેય કાલેલકર નું લખાણ ગુજરાતી ,મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં પણ જોવા મળે છે .તેઓ ગુજરાતના ન હોવા છતાં તેમને ગુજરાતી સાહિત્યક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હોવાથી મહાત્મા ગાંધીએ તેમણે ‘સવાઈ ગુજરાતી ‘તરીકે નું બિરુદ આપ્યું હતું. કાકાસાહેબ કાલેલકર નું એક પ્રખ્યાત પુસ્તક ‘સ્મરણયાત્રા’ એ તેમની આત્મકથાનું પુસ્તક છે.

ઈ. સ ૧૯૮૧ના રોજ આપણા મહાન કવિ અને લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરએ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.