Abtak Media Google News

કે.ડી.પરવાડિયા હોસ્પિટલમાં ડો.બોઘરાની રક્તતુલા તેમજ 11000 વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો સંકલ્પ

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડની તથા અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી ડો.ભરતભાઇ બોઘરાનાં 45માં જન્મદિવસ નિમિતે તા.22ને બુધવારે સવારે 8 થી 1 દરમ્યાન કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉક્ત હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થનાર બ્લડથી બપોરે 12.39 વાગ્યે ડો.ભરત બોઘરાની રક્તતુલા કરવામાં આવશે. આ કેમ્પમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપના ડો.ભરત બોઘરા, શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગૃપનાં વિનય જસાણી, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાન રાજકોટ તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકનાં એમડી, પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ સેવા આપશે. દાતાઓને બહોળી સંખ્યામાં ઉ5સ્થિત રહી રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે. 11000 વૃક્ષોનું ‘ભરત વન’ બનશે

જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ  ઉપાધ્યક્ષ ભરત બોઘરાના તા.22 જૂનને પોતાના જન્મદિન નિમિતે 11 હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો સંકલ્પ કર્યો છે. મિયાવાકીએ વૃક્ષો વાવવાની જાપાનીઝ પદ્ધતિ છે. જેમાં જુદી-જુદી જાતના વૃક્ષો એકસાથે નજીક-નજીક વાવવામાં આવે છે. તેમાં બધા ઝાડ એકબીજાને આશ્રિત હોય છે. આ પ્રકારે જંગલનું નિર્માણ કરવાથી સામાન્ય વૃક્ષ કરતા આ વૃક્ષો લગભગ ત્રણ ગણી ઝડપે વિકાસ પામે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધી 60 જેટલાં મિયાવાકી જંગલોનું નિર્માણ થઈ ચુક્યું છે અને હવે જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનાં જન્મદિવસે 11 હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વન નિર્માણનાં પ્રતિક સ્વરૂપે ડો.ભરતભાઈ બોઘરા પોતાના જન્મદિવસે જ 5 વૃક્ષોનું વાવેતર પીંજરા સાથે પ્રતિકાત્મકરૂપે કરશે અને આગામી બે મહિનામાં જ સમગ્ર ભરત વનનું નિર્માણ આટલેટ ખાતે જ કરવામાં આવશે. આ વન નિર્માણ તેમજ તેની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લેવામાં આવી છે.

ડો.ભરતભાઇ બોઘરાએ જન્મદિને ઘેલા સોમનાથ મહાદેવના શીશ ઝુકાવ્યું

Img 20220622 Wa0016

જસદણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાનો આજે બુધવારે જન્મદિન હોય તે અનુસંધાને વહેલી સવારે વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમની સાથે ભાજપના અગ્રણીઓ ગજેન્દ્રભાઈ રામાણી, અલ્પેશભાઈ રૂપારેલિયા, જીજ્ઞેશભાઈ હીરપરા વગેરે આગેવાનો, હોદેદારો અને કાર્યકરો જોડાયા હતાં. દરમિયાન યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે ડો. ભરતભાઈ બોઘરા જસદણ વીંછિયા પંથકનું નહી પણ એક ખરા અર્થમાં સમગ્ર ગુજરાતનું ઘરેણું છે, આ બન્ને તાલુકામાં અબજો રૂપિયાના વિકાસના કામો કરનારા ડો. ભરતભાઈના આજનાં જન્મદિને મહા રકતદાન શિબિર, વૃક્ષારોપણ સહિતના અનેક સેવાકીય પ્રવૃતિઓની હારમાળા સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.