Abtak Media Google News

દક્ષિણ ભારતની ઇડલી વર્લ્ડ રેસિપીના લિસ્ટમાં પણ સામેલ : દેશના

દરેક ખૂણાનાં લોકો ખાય છે: નાસ્તા ઉપરાંત લંચ અને ડિનરમાં પણ માણે છે અનેરો સ્વાદ: તેનું કનેક્શન ઇન્ડોનેશિયા સાથે જોડાયેલ છે

આપણાં દેશમાં સવારના નાસ્તામાં જેનો ઉપયોગ વધુ કરે છે એ ‘ઇડલી’નો આજે વૈશ્ર્વિક દિવસ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોવાથી ઘણા લોકો તેને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં જમી રહ્યા છે. મૂળ સાઉથ ઇન્ડિયન ફૂડની આ વાનગી આજે તો સમગ્ર વિશ્ર્વની રેસિપી લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે. આપણાં દેશમાં છેલ્લા છ વર્ષથી આ દિવસ ઉજવાય રહ્યો છે.

આ દિવસની શરૂઆત 2015માં ચેન્નાઇ એક રેસ્ટોરન્ટે શરૂ કરીને ઉજવણી કરી હતી. આજે તો તેની 1350 થી વધુ પ્રકારની ઇડલી બની રહી છે. ઇડલીનું નામ લેતા આપણને દક્ષિણ ભારત યાદ આવી જાય છે. ઇતિહાસકારોના કહેવા પ્રમાણે ઇડલીનું કનેક્શન ઇન્ડોનેશિયા સાથે છે, જ્યાં ફર્મેન્ટેડ ફૂડનો જૂનો ઇતિહાસ છે.

આપણાં દેશમાં ઇડલીનું આગમન આશરે 800થી 1200 વર્ષ પૂર્વે થયાનું માનવામાં આવે છે. તેના વિશેની લોકવાયકામાં ‘ઇડલીંગ’માંથી આવ્યા હોવાનું જાણવા મળે છે. 1139ની આસપાસ કન્નડ રાજાના યુગમાં ઇડલી બનાવાય હતી, જો કે તે સમયે માત્ર અડદની દાળ ફર્મેન્ટેડ કરીને ઇડલી બનાવાતી હતી.

17મી સદી બાદ આપણાં દેશમાં અડદની દાળ સાથે ચોખા મિક્સ કરીને બનાવાતી ઇડલી જલ્દીથી બફાઇ જતી જોવા મળી હતી. આજના યુગમાં નાસ્તાની ખાણીપીણીમાં ‘ઇડલી’ વાનગી સૌથી મોખરે જોવા મળે છે. આજે તો ઇડલી અવનવી વેરાયટીમાં મળતી હોવાથી સ્વાદ શોખીનો તેને મોજથી આરોગી રહ્યા છે. આજે સ્ટફૂડ ઇડલી, મગદાળ ઇડલી જેવી વિવિધ ઇડલી મળી રહી છે.

સ્વાદ શોખીનોમાં ઇડલી સાથે તેનો ચટાકેદાર સંભાર પણ મોંમા પાણી આવી જાય તેવો હોય ત્યારે રંગ પડી જાય છે, સાથે ટોપરાની ચટણી ઔર રંગત જમાવે છે. દેશમાં સૌથી વધુ ઇડલીનું વેચાણ બેંગલોર ખાતે થાય છે, બાદમાં મુંબઇ, ચેન્નાઇ, પુના અને હૈદરાબાદનો નંબર આવે છે. વિશ્ર્વમાં લંડન, ન્યુજર્સી અને સન ફાન્સિસ્કો જેવા દેશોમાં ઇડલીની સૌથી વધુ માંગ છે. દેશમાં કોઇપણ વાનગી સાથે એકસ્ટ્રા ચટણી અને સંભાર મંગાતો હોય તેવી વાનગી એકમાત્ર ‘ઇડલી’ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.