રાજકારણના ‘રામ’, દિલેર ‘દોસ્ત’, નિડર ‘નિષ્ઠાવાન’ અશોકભાઇ ડાંગરનો આજે અવતરણ અવસર

યાદવકુળના હોવા છતાં રાજનીતિમાં કૃષ્ણ નહી રામના પંથે ચાલનારા યારો ના યાર દિલેર અને જેની નિષ્ઠા સામે શંકાની નજરે કદી ન જોઇ શકાય તેવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજકોટના પૂર્વ મેયર અશોકભાઇ ડાંગરનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાના યશસ્વી જીવનના 61 વર્ષ પૂર્ણ કરી 62માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

લોકસેવા કરવાના બુલંદ ઇરાદા જેની નસો નસમાં નાનપણથી વહી રહ્યા હતા. તેવા અશોકભાઇ ડાંગરનો જન્મ તા. 10-1-1961 ના રોજ થયો હતો. યાદવકુળમાં જન્મ લીધો હોવા છતાં તેઓએ રાજકારણમાં કયારેય કૃષ્ણ નીતિ અપનાવી ન હતી. તેઓ હમેંશા ‘રામ’ ના પંથે ચાલ્યા હતા. રાજકોટમાં કોંગ્રેસના પ્રથમ ચૂંટાયેલા મેયર તરીકેનો અઢી વર્ષનો કાર્યકાળ આજે પણ શહેરીજનો યાદ કરે છે. પ્રથમ નાગરીક તરીકેની તેઓની કામગીરી વિપક્ષની પણ દાદ મેળવી લ્યે છે. તેઓએ હમેશા નિષ્ઠાને કોઇ પહોંચી શકે તેમ નથી. જયારે તેઓની નિષ્ઠા સામે આંગણી પણ ઉઠી છે ત્યારે તેઓએ ભલ ભલા સાથે સંબંધોમાં અંત આણી દીધો છે. પણ તે ભલે રાજકારણ હોય કે અંગત યારો તેમની દોસ્તી પણ જીંદાખદીલ છે તેઓને યારો ના યાર કહેવામાં આવે છે. પીઠ પાછળ ખંજર મારવુ તેઓની નીતિમાં આવતું નથી. જે હોય તે મોઢા મોઢ કહી દે છે. રાજકારણમાં હોવા છતાં તેઓએ ‘રામ’ નીતિથી ચાલી રહ્યા છે. તેઓ જીવનમાં સફળતાના શીખરોસર કરે તેવી શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે. આજે જન્મદિવસ નિમિતે મો. નં. 98242 10567 ઉપર સવારથી શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે.