Abtak Media Google News

બીજા નોરતે બ્રહ્મચારીણીની પુજા માતાજી નવ દુર્ગા શકિત માં બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરુપનું પુજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરુપ જયોતિંમય અને ભવ્ય છે માતાજીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમન્ડળ છે.

હિમાલયને ત્યાં માતાજીએ જન્મલયને ઉગ્ર તપ કરેલું તપના પ્રભાવથી માતાજીનું નામ તપ ચારીણી એટલે બ્રહ્મચારીણી થયું તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરુપ ક્ષીણ થયેલું ત્યારે માતાજીને ચિંતા થાય છે અને અવાજ કરે છે ઉમા આથી માતાજીનું નામ ઉમા પડે છે માતાજીનું તપ જોઇ બ્રહ્માંજી આકાશવાણી કરે છે તમને માતાજી પતિસ્વરુપે પ્રાપ્ત થશે.

માતાજી દુર્ગાનું આ સ્વરુપ અનેક સિઘ્ધિ આપનાર છે તથા માતાજીની ઉપાસની તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તિ થાય છે.માતાજી બ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર ૐ હીં શ્રીં અમ્બિકાયે નમ:નૈવૈદ્ય મા સફેદ મીઠાય અને દુધ અર્પણ કરવાથી રોગમાંથી મુકિત મળે છે.રાજદિપ જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.