Abtak Media Google News

પૃથ્વી સાથે એસ્ટરોઇડની અથડામણની વિનાશક અસરો પરત્વે જનજાગૃતિ લાવવાનો હેતું છે: તેના વિવિધ સંશોધનના માર્ગો મોકળા કરીને તેની અસરથી પૃથ્વીને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ

1908માં સાઇબિરીયામાં તુંગુસ્કા ઉલ્કા વિસ્ફોટની વર્ષ ગાંઠ નિમિતે 2015થી આ દિવસની ઉજવણી કરાય છે: આ દિવસ વિજ્ઞાન, સંશોધન અને મિશન વિશે લોકોને શિક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે

આપણી પૃથ્વી આસપાસ વિવિધ ગ્રહો આવેલા છે, ત્યાં માનવ જીવન શક્ય છે કે નહી તેવી શોધ-સંશોધન ચંદ્ર, મંગળ વિગેરે સાથે સૌર મંડળના વિવિધ રહસ્યો સમજવા વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પૃથ્વી સાથે એસ્ટરોઇડની અથડામણની વિનાશક અસરો પરત્વે જન જાગૃતિ લાવવા આજે વિશ્ર્વભરમાં વિશ્ર્વ એસ્ટરોઇડ દિવસ ઉજવાય છે. આ વર્ષની ઉજવણી થીમ ‘નાનું છે સુંદર’ આપવામાં આવેલ છે.

એસ્ટરોઇડ તરીકે ઓળખાતી નાની, પથ્થરની વસ્તુઓ જે સૂર્યની આસપાસ ફરે છે, આ પૈકી કેટલાકમાં વધુ તરંગી ભ્રમણ કક્ષાઓ હોય છે. તેઓ ઘણીવાર મંગળ અને ગુરૂ વચ્ચેના પ્રદેશમાં જોવા મળે છે. એસ્ટરોઇડ એટલે ખડકાળ કે ધાતુના પદાર્થો જેની લંબાઇ પહોળાઇથી લઇને 600 માઇલ સુધીના કદની હોય શકે છે. સૂર્યની પરિક્રમા કરવા છતાં, તેઓ એટલા ઓછા છે કે તેને ગ્રહો તરીકે ગણવામાં નથી આવતા. આજે તેને સુર્ય મંડળના અવશેષો તરીકે ગણવામાં આવે છે. આપણાં સૌર મંડળમાંતેની સંખ્યા લાખોની છે, જે પૈકી ઘણા તો આપણને હજી દેખાયા પણ નથી. કેટલાક એસ્ટરોઇડ એટલા નાના છે કે તેને શોધવા પણ મુશ્કેલ છે.

ઇન્ટરનેશનલ એસ્ટરોઇડ-ડે 2022ના થીમ, “નાનું છે સુંદર”

સાઇબિરીયા, રશિયન ફેડરેશન 30 જૂન 1908માં તુંગુસ્કા ઉલ્કાની અસરની વર્ષગાંઠની ઉજવણી કરવા અને એસ્ટરોઇડની સંભવિત અસરો અંગે જાગૃત્તિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ડિસેમ્બર-2016માં ઠરાવ કરીને આજનો દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઇ612 ફાઉન્ડેશન બ્રહ્માંડની રચનામાં તેનું મહત્વ અને સૌર મંડળમાં તેમનું વર્તમાન સ્થાન સાથે એસ્ટરોઇડથી પૃથ્વીને બચાવવા માટે ગ્રહોની સંરક્ષણની વૈશ્ર્વિક સ્તરે ચિંતા બાબતે યોગ્ય નિર્ણય લઇને આગળ વધવાની વાત કરે છે.

12X8 2 2

આપણાં બ્રહ્માંડની રચનામાં એસ્ટરોઇડનો ભાગ તેમનાં સંશોધનોના સંભવિત ઉપયોગો કેવી રીતે તેનું સંશોધન કરવું સાથે તેની અસરથી પૃથ્વીને કેમ બચાવવી તે ચિંતાનો વિષય છે. આ ખડકાળ પદાર્થો જે સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષા ફરી રહ્યા છે તે ભટકાઇને પૃથ્વીને નુકશાન પણ કરી શકે છે, તેથી તેની જાગૃતિ સાથે દરેકે તેની વિનાશક અસરો વિશે જાણવું જરૂરી છે. તુંગુસ્કા નદી પર અવકાશમાં જોરદાર વિસ્ફોટ જોવા મળ્યો હતો. 1908માં બનેલી આ ઘટનાની વિગત નાસાના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ લગભગ 33,500 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પહોંચ્યો હતો. આજુબાજુના વાતાવરણને 44.500 ડિગ્રી ફેરનહીટ સુધી ગરમ કરેલું હતું. જે લગભગ 185 હિરો શિમા બોમ્બના મૂલ્યોની ઉર્જા એક એસ્ટરોઇડ તરીકે છૂટી પડી હતી. લગભગ 28 હજાર ફૂટની ઉંચાઇએ દબાણ અને ગરમીના મિશ્રણને કારણે અગ્નિનો ગોળો બનાવીને પોતાનો નાશ કર્યો હતો. 2150 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં આ વિસ્ફોટને કારણે 80 મિલિયન વૃક્ષો નાશ પામ્યા હતા.

આજનો દિવસ એસ્ટરોઇડ્સની અસરોથી આપણી પૃથ્વીને બચાવવા માટેની વૈશ્ર્વિક ચળવણ છે. આજે લોકોને જાગૃત કરવા વિશ્ર્વમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 30મી જૂને આજના દિવસે વ્યક્તિએ આકાશ તરફ જોઇને ત્યાંથી કોઇ મહાકાય પથ્થર પૃથ્વી તરફ સ્પીડમાં આવી રહ્યાની કલ્પના માત્ર ધ્રજારી લાવે છે. 51 ડિગ્રી નોર્થ અંગ્રેજી ફિલ્મ પણ આવી હતી. જેમાં એસ્ટરોઇડ લંડન પર હુમલો કરે તો શું થશે તેની શોધ કરે છે. ફિલ્મની ક્રિએટીવ ટીમમાં ઘણા અવકાશી વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા. આ ફિલ્મે લોકોમાં ઘણી જાગૃતિ લાવી હતી. તેના ખતરાની સામે આપણે પોતે કેવી રીતે બચી શકીએ અને બીજાને કેમ બચાવી શકીએ તેને પાયો બનાવીને પણ 2015થી તેની ગંભીરતા વિશે પૃથ્વીવાસીને જાગૃત કરવા આ દિવસ ઉજવાય છે.

અવકાશમાં એક મિલિયનથી વધુ એસ્ટરોઇડ છે જે સંભવિત રીતે પૃથ્વી પર પ્રહાર કરી શકે છે, પણ આજનું આધુનિક વિજ્ઞાન તે પૈકી એક ટકા એસ્ટરોઇડને શોધી શક્યું છે. આનો સામનો કરવા આ દિવસના સ્થાપકો તેમજ ઘણા નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ 100ડ એસ્ટરોઇડ ઘોષણા કરી જેનો હેતું માત્ર વૈજ્ઞાનિકોએ એસ્ટરોઇડ શોધવાના દર એક દાયકાની અંદર એક લાખ પ્રતિ વર્ષ સુધી વધારવા માટે કામ કરવાનો છે. આ વાત ફેલાવા માટે દરેક પૃથ્વીવાસીઓને એસ્ટરોઇડની સંભવિત અસર માટે તૈયાર કરવામાં, મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

12X84

22 માર્ચ 1989માં એસ્ટરોઇડએ સ્કલેપિયસ લગભગ પાંચ લાખ માઇલના અંતરે પૃથ્વી પાસેથી પસાર થયું હતું. આજ વર્ષે 31 માર્ચે અમેરિકન ખગોળ શાસ્ત્રીઓ હેનરીહોલ્ટ અને નોર્મન થોમસે એસ્કલેપિયસ પૃથ્વી પાસેથી પસાર થયા વાત સાથે એસ્ટરોઇડની શોધ કરી હતી. 2014માં સાયન્સ, ફિક્શન મૂવી ‘51 ડિગ્રી નોર્થ’ આવી હતી. જેને જનજાગૃતિ લાવવામાં સારી મદદ કરી હતી. 2015થી પછી વૈશ્ર્વિક લેવલે દિવસ ઉજવવાનું નક્કી કરાયું.

દરેક પૃથ્વીવાસીએ 51 ડિગ્રી નોર્થ ફિલ્મ જરૂરથી જોવી જ પડશે, જો કે આ મૂવી કાલ્પનિક છે પરંતુ તે સંભવિત વાસ્તવિક વિશ્ર્વના દ્રશ્યનું અન્વેષણ કરે છે. એસ્ટરોઇડ વિશે વધુ જાણવા અને તેની અસરની સ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં બતાવાયું છે. આજના દિવસ આકાશી જ્ઞાન સાથે આપણી આકાશ ગંગા વિશે જાણવા પ્રેરણા આપે છે. એક મોટો એસ્ટરોઇડ આપણાં પૃથ્વી ગ્રહને ભયંકર નુકશાન પહોંચાડી શકે છે તે ભૂલવું ન જોઇએ.

એસ્ટરોઇડમાં આપણાં જીવન અને ગ્રહને નષ્ટ કરવાની પ્રચંડ શક્તિ છે. વિશ્ર્વના દેશો યુદ્વ આયોજનમાં જેટલો ખર્ચ કરે છે. તેમાંથી અડધો ભાગ વિજ્ઞાન અને આ વિચાર માટે ચૂકવે તો પૃથ્વીને બચાવી શકાય. સમગ્ર વિશ્ર્વએ પૃથ્વીની સુરક્ષા માટે વધુ અદ્યતન તકનીક સાથે આવવાની જરૂર છે. આજના યુગમાં પૃથ્વીવાસીઓ જે રીતે વર્તે છે. તેનાંથી કોઇ ખુશ નથી, એસ્ટરોઇડ પણ નહી, તેથી કૃપા કરીને પૃથ્વી સાથે આદરપૂર્વક વર્તો. એક માઇલથી વધુ લાંબો માપવાળો એક એસ્ટરોઇડ સંભવિત જોખમી લઘુગ્રહ આ અઠવાડીયે જ પૃથ્વી પરથી પસાર થનાર છે. સરેરાશ એપોફિસ (370 મીટર)ના કદનો લઘુગ્રહ લગભગ 80 હજાર વર્ષમાં એકવાર પૃથ્વી પર અસર કરે તેવી અપેક્ષા છે.

એસ્ટરોઇડમાં આપણાં જીવન અને ગ્રહને નષ્ટ કરવાની પ્રચંડ શક્તિ છે !!

વિશ્ર્વભરનાં લોકો જમીન પરની ઘટનામાં વ્યસ્ત હોય છે અને તેઓ અજાણ હોય છે કે એસ્ટરોઇડ્સ આપણી સલામતી માટે ખતરો છે. એસ્ટરોઇડમાં આપણાં જીવન અને ગ્રહને નષ્ટ કરવાની પ્રચંડ શક્તિ રહેલી છે. આજે વિશ્ર્વના દેશો યુધ્ધ આયોજનમાં જેટલો ખર્ચ કરી રહ્યા છે તેનાથી અડધો ભાગ પણ વિજ્ઞાન અને આ વિચાર માટે ચુકવે તો પણ પૃથ્વીને બચાવી શકાય. આજે વિશ્ર્વએ એસ્ટરોઇડ્સ સામે પૃથ્વીની સુરક્ષા માટે વધુ અદ્યતન તકનીક સાથે તૈયારીઓ કરવી જ પડશે. આજે મનુષ્યો પૃથ્વી સાથે જે રીતે વર્તે છે. તેનાંથી કોઇ ખુશ નથી, એસ્ટરોઇડ પણ નહી તેથી કૃપા કરીને પૃથ્વી સાથે આદરપૂર્વક વર્તો. એક માઇલથી વધુ લાંબા માપવાળા સંભવિત જોખમી લઘુગ્રહો પૃથ્વી પરથી પસાર થાય ત્યારે કેવી સ્થિતિ સર્જાય શકે તેની કલ્પના માત્રથી ધ્રુજારી છૂટી જાય છે. આજે ઘણી વૈશ્ર્વિક સંસ્થાઓ તેની ચેનલ પર લાઇવ પ્રસારણ કાર્યક્રમો પણ કરે છે.

પૃથ્વીની નજીક 16 હજારથી વધુ એસ્ટરોઇડ્સ !!

પૃથ્વીની નજીકની વસ્તુઓ (NEOs) આપણા ગ્રહ માટે સંભવિત વિનાશક જોખમ લાવે છે. આ NEO એ એસ્ટરોઇડ કે ધૂમકેતુ છે જે પૃથ્વીની ભ્રમણ કક્ષાની નજીકથી પસાર થાય છે. નાસાના સેન્ટર ફોર NEO સ્ટડીઝ અનુસાર પૃથ્વીની નજીકના 16 હજારથી વધુ એસ્ટરોઇડ્સ મળી આવ્યા છે. 30 જૂન 1908ના રોજ સાઇબિરીયામાં તુંગુસ્કા એસ્ટરોઇડ ઘટના પૃથ્વીની સૌથી મોટી એસ્ટરોઇડ અસર હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.