Abtak Media Google News

1981માં પ્રથમવાર જોવા મળેલા એઈડ્સની આજે 41 વર્ષે પણ ચોકકસ કોઈ રસી શોધાય નથી: 1997માં આ અંગે શોધ-સંશોધનનો આરંભ થતા ઉજવાય છે આ દિવસ

1981માં વિશ્ર્વમાં પ્રથમયાર જોવા મળેલ એચ.આઈ.વી. એઈડસ ભારતમાં 1986માં પ્રથમયાર જોવા મળ્યોહતો. મેડીકલ સાયન્સ છેલ્લા ચાર દાયકાથી એચઆઈવીનેનાથવા શોધ સંશોધન કરી રહ્યા છે.ત્યારે વાયરસ સામેની એન્ટી રીટ્રોવાયરસ ડ્રગ (એઆરવી)ના સારા પરિણામો મળતાતેની સાથે જીવતાં લોકો સારૂ અને લાંબી ગુણવતાસભર જીવી રહ્યા છે.

વિશ્ર્વભરમાં એઈડ્સની રસી શોધવાની કલ્પના સાથે યુધ્ધના ધોરણે કાર્ય 1997થી શરૂ થઈ ગયું છે. કેટલાય દાવાઓ પણ કરાયા હતા કે અમો તેમાં સફળ થયાછે. પણ તેના નકકર પૂરાવા જોવા મળ્યા નથી. એઈડ્સ નિયંત્રણ અને કંટ્રોલ માટે રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજના દિવસને એચઆઈવી રસીજાગૃતી દિવસ તરીકે પણ ઓળખાય છે. સમગ્ર વિશ્ર્વઆ દિશામાં નકકર પગલા ભરે અને વૈજ્ઞાનિકો એચઆઈવી રસીના સંશોધનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે, સુરક્ષીત અને અસરકારક નિવારક એઈડ્સ વિરોધી રસી અંગે સમગ્ર વિશ્ર્વે સાથે મળીને કાર્ય કરવું પડશે.

1998માં કિલન્ટનના ભાષણની પ્રથમ વર્ષ ગાંઠની ઉજવણી કરીને આ વિશ્ર્વ એઈડસ રસી અથવા એચઆઈવી જાગૃતિ દિવસ બની ગયો હતો. બાદમાં આ પરંપરા વૈશ્ર્વિક બની હતી. એઈડ્સમાં લાખો લોકોનાં મૃત્યુ થયા છે. ત્યારે તેની સામે લડવા માટે રસી વિકસાવવી એ આજના યુગની તાતી જરૂરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.