Abtak Media Google News

અબતક, અરૂણ દવે, રાજકોટ

આપણાં દેશમાં 14 નવેમ્બરે ‘બાળ દિવસ’ ઉજવાય છે. પણ વૈશ્ર્વિકસ્તરે ‘વિશ્ર્વ ચિલ્ડ્રન ડે” આજે 20મી નવેમ્બરે ઉજવાય છે. વિશ્ર્વ બાળ દિવસ-2021 માટે યુનિસેફ દ્વારા આ વર્ષની ક્ષમ છેલ્લા બે વર્ષના રોગચાળા દ્વારા અનુભવાયેલ વિક્ષેપો અને શીખવાની ખોટમાંથી બાળકોને પુન:પ્રાપ્ત કરવામાં મદદનો ઉદ્ેશ છે.1959માં આજ દિવસે યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા બાળ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તેની યાદમાં દર વર્ષે 20મી નવેમ્બરે ‘વર્લ્ડ ચિલ્ડ્રન ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ બાળકોના અધિકારોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમના જીવન ધોરણમાં સુધારો કરવા વૈશ્ર્વિકસ્તરે ઉજવણી કરીને જાગૃતિ પ્રસરાવાય છે. બાળ કલ્યાણ સાથે આંતરરાષ્ટ્રીય એકતાને પણ પ્રોત્સાહન અપાય છે.

વિશ્ર્વના વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ‘બાળ દિન’ ઉજવાય છે પણ વૈશ્ર્વિક સ્તરે ‘વર્લ્ડ ચિલ્ડ્રન ડે’ આજે ઉજવણી કરાય છે. આ દિવસના ઇતિહાસમાં 14 ડિસેમ્બર-1954ના રોજ યુ.એન. દ્વારા તમામ દેશોને સાર્વત્રિક બાળ દિવસ ઉજવવા જણાવાયું હતું.યુનિવર્સલ ચિલ્ડ્રન ડે એ માત્ર બાળકો કોણ છે તેની ઉજવણી નથી પરંતુ વિશ્ર્વભરના બાળકો વિશે જાગૃતિ ઉભી કરવાનો દિવસ છે. આજે પણ બાળકો સાથે દુર્વ્યવહાર, શોષણ, ભેદભાવ, હિંસા વિગેરે થાય છે. બાળકોના અધિકારોનું હનન પણ થાય છે.

પવર્તમાન સમયમાં 5 થી 14 વર્ષની વયજૂથના 153 મિલિયન બાળકો બાળ મજૂરી, ગુલામી, વૈશ્યાવૃતિ અને પોર્નોગ્રાફી સહિત વિવિધ પ્રકારના શોષણમાં ફરજ પાડવામાં આવે છે. વૈશ્ર્વિક લેબર ઓર્ગેનાઇઝેશનને 1999માં બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો પર પ્રતિબંધ અને નાબૂદી અપનાવી હતી. આ વર્ષની ઉજવણીનો ક્ષમ “દરેક બાળક માટે સારૂ ભવિષ્ય” છે. વિશ્ર્વએ બાળકોને તેની કલ્પના મુજબની દુનિયામાં જીવન જીવવા માટેનું વાતાવરણ સુવિધા પુરી પાડવાનું છે. બીજા વિશ્ર્વ યુધ્ધ પછી બાળકોની દુર્દશા ગંભીર હતી. બાળકોને ખોરાક-કપડાં અને આરોગ્ય સંભાળ માટે 1953થી યુનિસેફ બાળપ્રવૃતિનો કાયમી ભાગ બની ગયોને સક્રિયને સતત કાર્ય કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.