Abtak Media Google News

ચાર્લ્સ બેબેર્જે વિશ્વનું પહેલુ કમ્પ્યુટર બનાવ્યું

વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા કે જાણકારી દિવસની ઉજવણીની શરૂઆત ખાસ કરીને જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ પર કમ્પ્યૂટરનું વિજ્ઞાપન કરીને તેની જરૂરિયાત ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવી એ કમ્પ્યૂટર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સૌથી સરળ માધ્યમ છે.

કમ્પ્યૂટર અને ટેક્નોલોજી વિશે ડિજીટલ સાક્ષરતા વધારવા માટે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે પરંતુ જ્યારથી બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું એ દિવસથી લઈને આજ સુધી આપણે જોઈએ તો આખા રૂમમાં સમાઈ જાય એવા કમ્પ્યૂટરથી લઈને આજે માઈક્રો કમ્પ્યૂટર પણ ઉપલબ્ધ છે.

છતાં આજે પણ ઘણા લોકો એવા છે કે જે ક્યાંકને ટેકનોલોજીને વાપરતા અચકાય છે અથવા એમને નવી નવી થઈ રહેલી શોધ કહો કે સવલતો એનો લાભ ઉઠાવતા આવડતો નથી. દિવસે દિવસે વધતા જતા સાઈબર ક્રાઈમ પણ આ ઓછી કમ્પ્યૂટર લીટ્રસીનું પરિણામ જ કહી શકાય. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો દેશમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે.

આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો વિશ્વમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે.

 -મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.