Abtak Media Google News

આપણી પાસે બીજે રહેવાની જગ્યા નથી છતાં આપણે પોતે જાતે જ આપણા ગ્રહ, ઘર, પૃથ્વીને પ્રદુષિત કરી નાખી છે. ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા છે, આપણે પ્રકૃતિના દરેક તત્વોની પૂજા કરતાં હોવા છતાં આજનો સૌથી બનીગ ઇસ્યુ ‘પ્લાસ્ટિક’વેસ્ટથી આપણો દેશ પણ વિશ્વ ની સાથે જ પરેશાન છે. આ વર્ષની ઉજવણી થીમમાં પણ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ ની વાત કરાય છે. કારણ હવે તો પૃથ્વી પણ આ કચરાથી ડુબી રહી છે. દર વર્ષે વિશ્વ માં 400 મિલિયન ટન જેટલું પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. તેમાંથી અડધા ઉપરનો ભાગ એક જ વાર ઉપયોગમાં લેવાય છે. પૃથ્વી પર વસતો દરેક નાગરીક પ્રતિ વર્ષ પ0 હજારથી વધુ પ્લાસ્ટિકનો કણોનો વપરાશ કરે છે. આ સમસ્યા હવે માનવ નિયંત્રણની બહાર વધી ગઇ હોવાથી આવનારા દિવસો ભયંકર આવવાના છે. દર વર્ષે દરિયામાં 11 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાય રહ્યો છે, જે ર040 માં ત્રણ ગણો થઇ જશે ત્યારે ભયંકર સ્થિતિનું નિર્માણ થશે.

Mountain Of Plastic

ગ્લોબલ વોમિંગ અને વધતા વિવિધ પ્રદુષણને કારણે છેલ્લા થોડા વર્ષોમાં આબોહવા પરિવર્તન અને ઇકોલોજીકલ અસંતુલનને કારણે પૃથ્વીવાસી પૂર – વધતું તાપમાન, દુષ્કાળ, જંગલોની આગ અને ભયંકર વાવાઝોડા જેવી ઘણી ભયંકર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. દરિયાની જળ સપાટીનું સતત સ્તર ઊંચુ આવવાથી તેના કાંઠે વસેલા તમામ શહેરો જો આ સમસ્યામાં સુધારો નહી થાય તો તે પાણીમાં ગરકાવ થઇ જશે. પર્યાવરણ બચાવવાનો સમય ખુટતો જાય છે.

Tree Two Hands Very Different 260Nw 2140292117

યુનાઇટેડનેશન દ્વારા 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં પમી જુને વિશ્વ  પર્યાવરણ દિવસ ઉજવવાનું નકકી કરતાં વૈશ્ર્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ લાવવા 1974 થી આ દિવસની ઉજવણી કરાય છે. 1987 ી આ દિવસ જુદા જુદા દેશોની યજમાનીમાં ઉજવવાનું નકકી કરાયું  જેમાં કાલે 2022 ની ઉજવણી સ્વીડન ખાતે થનાર છે. પર્યાવરણ જાળવણીમાં સૌથી મહત્વનો રોલ વૃક્ષોને છે કારણ કે તે હવામાંથી પ્રદુષણ ફેલાવતા કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરી લે છે. આજે તો વિસકાની હરણ ફાળે તથા શહેરી કરણોને કારણે વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે તે જંગલો કપાતા જાય છે તેથી સમસ્યા વણસી ગઇ છે. પૃથ્વીનું પર્યાવરણ બગડયું ને પ્રદુષિત હવા સાથે આબોહવા અને ઋતુ ચક્રોમાં ફેરફાર થવા લાગ્યાને દરિયાની સપાટી ઊંંચી આવતા દરીયા કાંઠાના દેશોમાં સુનામી જેવા તોફાનો આવ્યા જને બધુ જ તહસનહસ કરી નાંખ્યું હતું.

આપણી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા છે, આપણે પૃથ્વીના કે પ્રકૃતિના તમામ તત્વોની પૂજા કરીએ છીએ. વૃક્ષો, જંગલો, નદી, પર્વતો, સાગર, પશુ-પંખી – પ્રાણીઓ અને ધરતી આકાશ માનવ જીવન સાથેનું સહિયારુ અસ્તિત્વ છે. આપણે તેને બગાડીને આપણાં પગ પર કુહાડો માર્યો છે. ગ્લોબલ વોર્મિગની વૈશ્ર્વિક સમસ્યાના નિવારણ માટે વૃક્ષો વાવો અને જમીની સ્ત્રોતોનું જતન સાથે સૂર્યની અફાટ શકિતનો ઉપયોગ કરીને પૃથ્વી ગ્રહને ફરી હરિયાળો કરવો જ પડશે અન્યથા વિનાશ નકકી છે. આપણી મૂલ્યવાન પ્રાકૃતિક સંપદાનું દોહન અટક અને તેનો વિવેક પૂર્ણ ઉપયોગ થાય એ જરુરી છે. આપણા ગુજરાતમાં વૈવિઘ્યસભર પ્રાકૃતિ સંપદા વિપુલ પ્રમાણમાં આવેલી છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, વિશાળ જંગલો, કુદરતી સંશાધનો સૌનો સહયોગ કરીને પ્રકૃતિ સાથે જોડાઇન આવનારા ભવિષ્યમાં ગુજરાત – ભારતને ફરી હરિયાળું બનાવીને સૂવર્ણ ભારત બનાવવાની દિશામાં સૌએ સહિયારી ભાગીદારીથી સખ્ત મહેનત કરવી જ પડશે. સૌથી અગત્યની બાબતમાં શાળા-કોલેજના છાત્રો 100 ટકા આ કાર્યમાં જોડાઇને તેની ગંભીરતા સમજે ને કાર્ય કરે તે જરુરી છે. દરેક શાળામાં ઇકો કલબ ચાલે છે જેમાં આજ વાત વણી લેવાય છે.

પર્યાવરણની સુરક્ષા માટેની જાગૃતિ અને પગલાઓને પ્રોત્સાહીત કરવાનો છે, પર્યાવરણીય મુદ્દાઓ જેમ કે દરિયાઇ પ્રદુષણ, વધુ પડતી વસ્ત, ટકાઉ વપરાશ, ગ્લોબલ વોમિંગ અને વન્ય જીવ અપરાધ જેવા ઉપર જાગૃતિ લાવવાની જરુરી છે. આજે સૌએ હરિયાળી જીવન શૈલી તરફ વળવાની જરુર છે. અને તો જ પર્યાવરણ બચાવી શકીશું – આગામી વર્ષોમાં જો આપણે કાળજી ન રાખી એ તો ઘણાં ગંભીર પરિણામો ભોગવવા પડશે.

World Environment 1

વિશ્વ માં 78 વર્ષ પછી એટલે કે ર100 સાલ સુધીમાં પ્રાણીઓ અને માણસોનો સામુહિક મૃત્યુદર, આબોહવા પરિવર્તન સાથે ઓકિસજનના સ્તરમાં ઘટાડો થતાં પૃથ્વી પરના જીવનના અસ્તિત્વ માટે પુરતો ખતરો બની જશે. પંચ મહાતત્વનો પ્રાચિન ભારતીય ખ્યાલ ભૂલી ગયા છીએ, આજે તો જમીનમાંથી નિકળતા ખનીજો નો આડેધડ ઉપયોગ એક ભયંકર સમસ્યા લાવશે. ઇલેકટ્રીક બાઇક, સોલાર કાર જેવા ઘણા બદલાવ આપણે બચવું હશે તો લાવવા જ પડશે. ઓકિસજન ઘટતા 70 વર્ષ પછી માણસ ગુંગળામણથી મૃત્યુ પામશે. આવી ઘણી આપત્તિ માટે હવે તૈયાર રહેવું જ પડશે. જો આપણે પર્યાવરણ નહી બચાવીએ તો માટે હવે જાગૃત થવાની કુદરને આપેલી છેલ્લી તક છે. ગ્લોબલ વોમિગ છેલ્લા બે દાયકાથી વિજ્ઞાન અને રાજકારણનું ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. આના અપેક્ષિત વિનાશક પરિણામો વિશે પણ ઘણી ચેતવણી મળી છે. એન્ટાર્કટિકાના પહાડો પીગળવાથી ભયંકર પૂર આવનારા છે. એ વાત નકકી જ છે છતાં કોઇને ચિંતા નથી. આ સમસ્યા કદાચ વિશ્વ નો સૌથ મોટો ખતરો છે.

આબોહવા પરિવર્તનના આરોગ્ય જોખમો હોસ્પિટલ અને પરિવહન પ્રણાલીને અસર કરશે. 2080 સુધીમાં પૃથ્વીનું તાપમાન પણ વધવાથી ઘણી મુશ્કેલી ભોગવવાની આવશે. પુર, દુષ્કાળ, ગરમીના મોજાને કારણે હતાશ માનવી ચિંતા, ડિપ્રેશન અને આત્મહત્યા જેવી માનસિક સમસ્યાથી પીડાશે. મચ્છરજન્ય ડેન્ગ્યુ તાવ જેવી સમસ્યા વધશે. તાજા પાણીના પુરવઠાનું જોખમ વધી જશે.

Two Options Sides Eco Concept

સંશાનો વધતા જતા શોષણ અને પ્રદુષણએ પર્યાવરણ માટેના સૌથી મોટા જોખમ છે. આ દિવસની ઉજવણીમાં વ્યકિતઓ, સાહસો, સમુદાયો, પ્રબુઘ્ધ નાગરીકો વિગેરે જોડાયને કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. વિશ્વ ના સંશાધનોનો કુદરતી રીતે પુન: પ્રાપ્તિ કરતાં વધુ ઝડપથી ઉપયોગ કરાય રહ્યો છે. આબોહવા કટોકટીની સમસ્યામાં વિશ્વ ના દેશો દર વર્ષે 500 બિલિયન જેવો ખર્ચ કરે છે. 2030 સુધીમાં ઈઘ2 ઉત્સર્જન અડધુ કરવાની જરુર પડશે. યુ.એન.ના જણાવ્યા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન 2.7 સેલ્સીયસ અને તેથી વધુ વધારો રાખવો જોઇએ. આપણા ગ્રહને બચાવવા માટે આપણી પાસેનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. આપણી વર્તમાન જીવન શૈલીને જાળવી રાખવા માટે 1.6 પૃથ્વીની સમકક્ષ નો ઉપયોગ કરી રહ્યા છીએ. અને પ્રકૃતિ આ માંગણી પુરી કરી શકતી નથી જે જોખમ છે. કાલે સરકાર, વ્યવસાયો, નાગરીક, સમાજ, શાળા, હસ્તીઓ, શહેરો અને સમુદાયો આ ઉજવણીમાં જોડાશે.

આ ઉજવણી ફકત એક જ દિવસ નહી પણ 365 દિવસ સતત ચાલતી રહેવી જરુરી છ. આગામી 80 વર્ષ પૃથ્વીવાસીઓ માટેના ખતરા વાળા હોવાથી ‘પર્યાવરણ બચાવ’  અભિયાન નહી. ‘મિશન’ બનાવી દો. આપણે બગાડેલી પૃથ્વી ને ફરી હરિયાળી બનાવોને પ્લાસ્ટીક મુકત દરીયો દેશ કરો સાથે કુદરતી સંશાધનોનો ઓછો ઉપયોગ વિગેરે કરવાથી આંશિક સુધારો થવાની શકયતાઓ છે.

 

2100 સુધીમાં માનવ આરોગ્ય અને તમામ જીવ ગંભીર જોખમમાં !!

પર્યાવરણ બચાવવાનો સમય હવે ખૂંટતો જાય છે. આગામી 77 વર્ષ પછી આવનારી 2100 સાલ સુધીમાં માનવ આરોગ્ય અને પૃથ્વી પરના તમામ જીવન ગંભીર જોખમમાં હશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પૃથ્વી પર ઓકિસજન લેવલ ઘટતા પૃથ્વી પરના જીવનનો ગુંગળામણથી મોત થશે. 2100 સુધીમાં તો પૃથ્વી પરના જીવન અસ્તિત્વ માટે પુર કરતાં પણ મોટો ખતરો બની જશે. પર્યાવરણ આ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે પણ કોઇ નકકર આયોજન થઇ રહયું નથી, બધા પોત-પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. આપણું અસ્તિત્વ ટકાવવા તેનો બચાવ જરુરી છે, જો નહી કરી એ તો આપણે  બચી શકીશું નહી. આજે ઋતુ ચક્રોમાં ફેરફાર, આબોહવામાં ગંભીર ફેરફારો, દરીયાની ઊંચી આવતી સપાટી વિગેરે સમસ્યાઓ આપણે ભોગવી જ રહ્યા છે. પૃથ્વી પર વસતો દરેક માનવી એક વૃક્ષ વાવે ને ઉછેરે તો જ બચાવ નકકી છે. જીવસૃષ્ટિ સાથે તેની ઘણી પ્રજાતિના પશુ-પક્ષીની લુપ્ત થતી પ્રજાતિઓ પાછળ પણ આજ કારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.