આજે વિશ્વ ખાદ્ય દિવસ: મારો-તમારો અને આપણાં સૌનો દિવસ

કોવિડ-19ના રોગચાળાની વ્યાપક અસરો આપણાં રહન-સહન સાથે ખોરાકની કાળજી પર ઉપર અસર

આ વર્ષનું સૂત્ર ‘સ્વસ્થ આવતીકાલ માટે અત્યારે સલામત ખોરાક’ છે

આપણી રોજીંદી ક્રિયા એટલે આપણું ભવિષ્ય સવારથી સાંજ આપણી વિવિધ પસંદગી ખોરાકની ટેવો આપણાં શરીર સાથે આપણા ભવિષ્યને પણ અસરકર્તા છે. આજે વિશ્વ અન્ન દિવસ છે. દુનિયાભરમાં આ દિવસને વધુને વધુ મહત્વ આપીને લોકોમાં જાગૃતિ લાવીને ખોરાક બાબતની કાળજી પરત્વે ઘ્યાન કેન્દ્રીય કરવાનું છે.

સારો ખોરાક, સારૂ લોહી, સારી રોગ પ્રતિકારક શકિત આવે જેથી રોગો સામે શરીર સારી રીતે લડી શકે છે. છેલ્લા 19 મહિનાથી વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે તેના બચાવ માટે પણ આપણી જીવન શૈલી ખોરાકની પસંદગીની મહત્વની બની રહે છે. વિવિધ રોગો થવાના કારણમાં કૃષિ ખાદ્ય પ્રણાલીઓની સૌથી વધુ અસર જોવા મળે છે. વર્લ્ડ ફુડ એકસ્પો સાથે વૈશ્ર્વિક કાર્યક્રમોમાં દુબઇ ખાતે પણ એકસ્પો યોજાય રહ્યો છે. આજે વિશ્વભરમાં ભૂખમરાને નાબુદ કરવા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે. કુપોષિત બાળકોની પણ સમસ્યાઓ વકરી રહી છે જે ચિંતા અને ચિંતનનો વિષય છે.

વર્લ્ડ ફુડ ડે એક આંતરરાષ્ટ્રીય ઉજવણીનો દિવસ છે તેની શરુઆત 1945 થી શરુ કરવામાં આવી હતી. ખોરાક સુરક્ષા કૃષિ વિકાસ ક્ષેત્રે કાર્યરતને 2020માં નોબલ પ્રાઇઝ પણ અપાયું હતું. સમગ્ર વિશ્વના 160 થી વધુ દેશો જે ગરીબી અને ભુખ પાછળના મુદ્દાઓની જાગૃતિ લાવે છે. આ વર્ષની ઉજવણી થીમ ‘સ્વસ્થ આવતીકાલ માટે અત્યારે સલામત ખોરાક છે’ પૃથ્વી પર વસતા લોકોની સુખાકારીમાં સ્વચ્થતાની આવતીકાલ માટે સલામત ખોરાક લેવો જરુરી છે.

દર વર્ષે એફ.એ. ઓ.ની સ્થાપનાની વર્ષ ગાંઠ નિમિતે આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ભુખના મુદ્દા સામે લડવા અને બધા માટે તંદુરસ્તી આહારની ખાતરી કરવા માટે વિશ્વ વ્યાપી જાગૃતિ અને સામુહિક  કાર્યવાહી કરવા માટેનો અવાજ ઉઠાવવાનો કે હાકલ કરવાનો દિવસ છે. આજે વિશ્વ અન્ન દિવસે વિશ્વભરમાંથી ભૂખમરાને નાબુદ કરવાનો પ્રયત્ન દિવસ છે. ટકાઉ વિશ્વના નિર્માણમાં યોગદાન આપીને કોઇને ભુખ્યા રહેવું ન પડે તેવા શુભ હેતુથી ભુખ મુકત વિશ્વ બનાવવાનો શ્રેષ્ઠ વિચાર છે.