Abtak Media Google News

ભારતના મહાન ગણિત શાસ્ત્રી રામાનુજની યાદમાં ઉજવાય છે આજે ગણિત દિવસ

 

અબતક, અરૂણ દવે, રાજકોટ

વિશ્ર્વના જાણિતા ગણિત શાસ્ત્રીઓ માને છે કે માનવ જીવનમાં ગણિતનું ઘણું મહત્વ છે. ભારતમાં દર વર્ષે આજના દિવસે ભારતના મહાન ગણિત શાસ્ત્રી રામાનુજની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાય છે. વિશ્ર્વને શૂન્યની ભેટ પણ ભારતે જ આપી છે. રામાનુજનું ગણિત ક્ષેત્રમાં વિશેષ યોગદાનને કારણે ભારત સરકાર આજના દિવસે ગણિત દિવસ ઉજવે છે.

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે 22 ડિસેમ્બર 2012ના ચેન્નઇ ખાતે શ્રીનિવાસ રામાનુજની 125મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આ દિવસ ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. શિક્ષણમાં જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ગણિતનું કે ગણન કૌશલ્યનું ઘણું મહત્વ છે. ગાણિતક કોયડાનો ઉકેલ સાથે વિવિધ રીતોના મહાવરાનું દ્રઢિકરણ જ છાત્રોને ગણિતમાં રસ લેતા કરે છે.

ભારતની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાં આપણાં ગણિત શાસ્ત્રી રામાનુજ 1918માં લંડન મેથેમેટીકલ સોસાયટીના સભ્ય બન્યા તે હતી. રામાનુજે માત્ર 32 વર્ષની નાની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. વિશ્ર્વ ગણિત દિવસ 7મી માર્ચે અને નેશનલ ગણિત દિવસ 22 ડિસેમ્બરે યોજાય છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈદિક ગણિતનું અતિ મહત્વ છે, અંક ગણિત કે બીજ ગણિતની ગણના અને વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધીઓનો એક સમુહ છે. આજના યુગમાં મોટા ભાગે છાત્રો ગણિત, વિણાનમાં જ નબળા જોવા મળે છે ત્યારે આજના વિશ્ર્વ ગણિત દિવસે વિદ્યાર્થીઓ ગણિતમાં રસ-રૂચી કેળવે તે અતિ જરૂરી છે.

વૈદિક ગણિતમાં મૂળ 16 સૂત્રો આપવામાં આવ્યા છે, જેમાં જટિલ અંક ગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરીત સંભવ બને છે. 20મી સદીના પ્રારંભે જ આ પધ્ધતિનો પ્રારંભ થયો હતો. વિશ્ર્વમાં ગણિતનું સૌથી શ્રેષ્ઠ કાર્ય આપણા ગણિત શાસ્ત્રી રામાનુજે કર્યું હતું. જેમાં તેમણે પોતાના પ્રમેય શોધી કાઢીને 3900 પરિણામોનું સંકલન કરેલ હતું. 1729 નંબરને રામાનુજ નંબરથી ઓળખાય છે કારણ કે તે સૌથી નાની સંખ્યા છે જેને બે અલગ-અલગ ક્યુબ્સના સરવાળા તરીકે બે અલગ-અલગ રીતે વ્યક્ત કરી શકાય છે.

આજનો દિવસ છાત્રો માટે ‘ગણિતની પ્રતિભા’ તરીકે પણ ઓળખાય છે. ગણિત-વિજ્ઞાનના સમન્વયથી દુનિયા બદલી શકાય છે. વૈશ્ર્વિકસ્તરે પ્રથમ ગણિત દિવસ 14 માર્ચ 2007ના રોજ ઉજવણી થયો હતો. 2010માં વિશ્ર્વ ગણિત દિવસે ગણિતની સૌથી મોટી ઓનલાઇન ગણિત સ્પર્ધા યોજાય હતી. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આજના યુગમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનું શિક્ષણમાં વિશેષ મહત્વ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા અને તેના વ્યાપ વિશે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા-જુદા વિચારો ધરાવે છે. ગણિત શાસ્ત્રએ સંખ્યા, માળખાં, અવકાશ અને ફેરફારનો અભ્યાસ છે. ગણિતજ્ઞો તેના વિવિધ પ્રયોગોથી તેના ઉપયોગથી નવી ધારણાઓ બનાવવા કરે છે. ગણિતીય સમજ આપણને કુદરત વિશે આંતર દ્રષ્ટિ અને આગાહીઓ પુરી પાડે છે. ગણિત શાસ્ત્ર અંગેની ઉગ્ર દલીલો સહુ પ્રથમ ગ્રીક ગણિત શાસ્ત્રમાં જોવા મળે છે.

રાજકોટમાં લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉજવાયો રાષ્ટ્રીય ગણિત દિવસ: ગણિત કોયડાની સ્પર્ધા યોજાઈ

રાજકોટમાં લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે વિશ્ર્વ પ્રસિધ્ધ ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજના જન્મ દિવસ અને રાષ્ટ્રીય ગણિત દિવસે પ્રાથમિક અને માધ્યામિક શાળાના બાળકો માટે ગણિત રમત અને કોયડાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર સાથે રોકડ પુરસ્કાર અપાયા હતાં. ઉજવણીમાં આદર્શ નિવાસી શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડો.આર.જે.ભાયાણીનું વ્યાખ્યાન પણ યોજાયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.