આજે વિશ્વ ઓઝોન દિવસ: માનવ દ્વારા નિર્મિત રસાયણ પહોંચાડે છે ઓઝોન સ્તરને નુકસાન, જાણો આ અવનવી બાબત

જીવનમાં સૂર્યનો પ્રકાશનું શું મહત્વ છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. સૂર્ય પ્રકાશ આપણને પોષણ આપે છે, એનો પ્રકાશ જીવનમાં ઊર્જા ભરી દે છે, પણ એનાં કિરણો જો ઓઝોન લેયર વિના સીધા પડે તો જીવન માટે હાનિકારક પણ છે. ઓઝોનનું લેયરના સુરક્ષા કવચ વિના પૃથ્વી પર કોઈ જીવન સંભવ નથી. ઓઝોન લેયર આપણી પૃથ્વીના જીવનને સંરક્ષિત કરવા માટે જરૂરી સંતુલન કરે છે. આ ઓઝોન સ્તરની જાળવણી માટે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ ઓઝોન વિશે પ્રાથમિક માહિતી

૧. ઓઝોન શું છે?

ઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. ઓકિસજનનો એક પ્રકાર છે, બે પરમાણુઓ ઓકિસજનના ભેગા થાય તો ઓકસિજન વાયુ અને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ જે આપણા સ્વાસોશ્વાસ માટે જરૂરી બને છે. જયારે ત્રણ ઓકિસજનના પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ૧૮૩૯માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી. આ ઓઝોન હલકો હોય છે અને તે ભૂરો રંગ ધરાવે છે.

ર. ઓઝોન વાતાવરણમાં કયાં હોય છે?

ઓઝોન વાયુ વાતાવરણમાં રહેલા વાયુમંડળમાં જેને સમતાપ સ્તર કહે છે જે પૃથ્વીના વાતાવરણથી ૧૫ થી ૬૦ કિ.મી. વચ્ચે એક પાતળું પારદર્શક પડ તરીકે રહેલું છે, આ સ્તરને ઓઝોન,સ્તર કહે છે જે વાતાવરણમાં હોય છે.

૩. ઓઝોનનું સ્તર (પડ) આપણા માટે કઈ રીતે ઉપયોગી છે ?

પૃથ્વીના વાતાવરણના પૃથ્વીથી ૧૫ થી ૬૦ કિમી. ઊંચાઇએ સમતાપ સ્તર રહેલું છે. તેમાં ઓઝોન સ્તર (પડ) રહેલું છે. જે સમસ્ત પૃથ્વીને ફરતે કવચ પુરૂં પાડે છે. પૃથ્વી પર છત્રી તરીકે કાર્ય કરે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને આ ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા અટકાવે છે જેથી પૃથ્વી પરના જીવોને નુકશાન ન થાય. આથી આ અસર આપણું રક્ષક છે.

૪. આપણે ઓઝોન સ્તરને કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ ?

માનવ દ્વારા નિર્મિત રસાયણો જે રીતે વાતાવરણમાં પ્રદૂષણ સર્જે છે તે જ રીતે માનવસર્જિત કલોરોફલોરોકાર્બન (સી.એફ.સી.) જેવા રસાયણો જે રેફ્રીજરેટર, એ.સી., થર્મોકોલ તેમજ કોમ્યુટર જેવા ઉદ્યોગોમાં વપરાય છે. આ કલોરોફલોરોકાર્બન તથા બીજા હેલોન રસાયણો મૂળ હલકા હોવાથી વાતાવરણમાં ખૂબ ઊંચે જઈ ઓઝોન સ્તરો નુકશાનકર્તા બને છે.

૫. સી.એ.સી. તથા હેલોન શું છે ?

સી.એફ.સી. એટલે કલોરોફલોરોકાર્બન જે ફલોરિન, કાર્બન અને ફલોરિનથી બનેલું રસાયણ છે, જે રંગહીન, ગંધહીન વિસ્ફોટક નથી. તે શીતક તરીકે ઉપયોગમાં લેવાતા વાયમાં સમાવેશ થાય છે. જે રેફ્રીજરેટર, એરકનડીશનર, કોમ્યુટર. કોઈ સ્ટોરેજમાં, થર્મોકોલ, સ્પ્રે, અગ્નિશામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

૬. સી.એ.સી. તથા હેલોન ઓઝોન સ્તરને નુકશાન કઈ રીતે પહોંચાડે છે ?

વિવિધ ઉપકરણોમાં વપરાતા સી.એફ.સી.ના લીકેજથી અથવા તો તેના પ્રસરણથી તે વાતાવરણમાં ઉપર જાય છે, ઓઝોન સ્તર સુધી પહોંચે છે. તેમાં રહેલા કલોરીન ઓઝોનના આશરે એક લાખ પરમાણુને તોડી ઓઝોનમાંથી ઓકિસજન બનાવે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સી.એફ.સી. પર પડતા તેમાંથી ફલોરિનમૂકત થાય છે અને તે ઓઝોનના અણુઓ તોડી ઓકિસજન વાયુ બનાવે છે. સારું છે સી.એફ.સી. માં ક્લોરિન છે. જે બ્રોમીન હોય તો ઓઝોન સ્તરને ખૂક જ નુકશાન થાત. સી.એફ.સી. દ્વારા ઓઝોનને સતત નુકશાન થતું રહે છે. ઓઝોનનો નાશ થાય છે. ઓઝોન સ્તરને આથી નુકશાન થાય છે, તે પાતળું પડતું જાય છે.

૭. ઓઝોન સ્તર પાતળું પડવાથી અથવા તો તે સ્તરને નુકશાન થવાથી શું અસરો થાય છે ?

ઓઝોન સ્તરને નુકશાન થતાં વધારે પ્રમાણમાં પૃથ્વી પર પારજાંબલી કિરણો પહોચે છે. વધારે પડતા પારજાંબલી કિરણો પૃથ્વી પર પહોંચતા સમગ્ર જીવસૃષ્ટિને નુકશાન થાય છે. માનવજાતિને ચામડીના કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પશુઓમાં આંખની બિમારી વધી જાય છે. આંખોમાં મોતિયા જવાનું પ્રમાણ વધી જાય છે. ઉપરાંત પ્રતિરોધકતા શકિત ધટી જાય છે તેમજ ડી.એન.એ. આધારિત વિકાર ઉત્પન્ન થવાની સંભાવના વધે છે તેને કારણે ભવિષ્યમાં જન્મ લેનારા બાળકોમાં વિકલાંગતા જોવા મળે છે. કપડા વગેરેના રંગો ઉડી જાય છે. તડકામાં રહેલી વસ્તુઓ જેવી કે! ધાતુની નળીઓ, રાચરચીલા વગેરેનું નુકશાન થાય છે.! વનસ્પતિઓમાં પાદડા નાના આકારના બની જાય છે. તેમજ ઉગવા માટે વધુ સમય લાગે છે જેથી પેદાશોની ઉપજના પ્રમાણમા અસરકર્તા બને છે. છીછરા પાણીમાં ઉગતી વનસ્પતિ તેમજ ધાસ જે પાણીના જીવો માટે આહાર સમાન છે તેનો વધારે પડતા પારજાંબલી કિરણોને કારણે નાશ થાય છે.

૮. ઓઝોન સ્તરના પાતળા થવાથી અથવા તેમાં ગાબડા પડવાથી કોને અસર થશે ?

ઓઝોન સ્તરના પાતળા પડવાથી તેની અસર વિશ્વવ્યાપી હશે ઉપરાંત પૃથ્વીના કેટલાક ભાગોમાં તેની સીધી અસર જોવા મળશે. દક્ષિણ ધ્રુવનો વિસ્તાર સૌથી વધુ તેની અસરમાં આવશે. દર વર્ષે સપ્ટેમ્બરથી ઓકટોબર દરમિયાન ધ્રુવના ઉપરના વાતાવરણમાં ૫૦ થી ૯૫ ટકા ઓઝોનનું પ્રમાણ ઘટી જાય છે. કોઈવાર ઓઝોન સ્તરમાં કાણું પડી જાય છે જેને આપણે ઓઝોન સ્તરમાં પડતા ગાબડાં કહીએ છીએ.