આજે વિશ્ર્વ કવિતા દિવસ કોન્વેન્ટસ કલ્ચર આવતા ગુજરાતી કવિતાઓ વિસરતી જાય છે: કવિ પારસ હેમાણી

rajkot
rajkot

સમગ્ર વિશ્ર્વમાં ૨૧ માર્ચના દિવસે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ અંગે ોડો ઈતિહાસ પણ જાણવો જ‚રી બને છે. પહેલા ૫મી ઓકટોબરે વર્લ્ડ પોએટ્રી ડે ઉજવાતો હતો. પછી વીસમી સદીમાં ૧૫ ઓકટોબરે રોમન કવિ વિર્જીલના જન્મ દિવસ નિમિત્તે ‘વિશ્ર્વ કવિતા દિન’ની ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ ૧૯૯૯માં ૨૧મી માર્ચે યુનેસ્કોએ ‘વર્લ્ડ પોએટ્રી ડે’ ઉજવવાનું શ‚ કર્યું હતું. કવિતાને લગતુ સાહિત્ય વધુને વધુ વંચાતુ થાય, લખાતુ થાય અને તેનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યી યુનેસ્કોએ ૨૧ માર્ચને ‘વિશ્ર્વ કવિતા દિવસ’ જાહેર કર્યો હતો.

કવિતા અંગે વધુ માહિતી આપતા રાજકોટના ખ્યાતનામ કવિ પારસ હેમાણીએ જણાવ્યું હતું કે, કવિતાના ઘણા બધા પ્રકારો હોય છે અને જુદી જુદી કવિતાઓ અલગ અલગ રસ અને ભાવ રજુ કરે છે. તમામ કવિતાઓ કોઈને કોઈ પ્રકારે સામાજિક સંદેશો પાઠવે છે પછી એ ગઝલ હોય, શાયરી, છંદ, દૂહા કે કવિતા હોય દરેક કવિ પોતાની આગવી પ્રતિભા અનુસાર આધ્યાત્મીક, સામાજિક કે સંદેશાત્મક લખાણ લખતા હોય છે.

વધુમાં પારસ હેમાણીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટનો યુગ આવતા ઘણા લોકો અન્ય કવિઓની કવિતા પોતાના નામે કરી ખોટા દૂરઉપયોગ કરતા યા છે. સામાન્ય રીતે કવિઓ સામાયિક કે પોતાની બુકનું વિમોચન કર્યા બાદ જ કવિતાઓ બહાર પાડે છે. કવિતાઓમાં છંદ, હાઈકુ, ગઝલ, ગીતો એમ ઘણા બધા પ્રકારો આવતા હોય છે. તો કયારેક કટાક્ષ કે વ્યંગતા દર્શાવતી કવિતાઓ લખાતી હોય છે.

કવિતા વિશે પોતાના રસની વાત કરતા પારસ હેમાણીએ જણાવ્યું હતું કે, રાજેશ વ્યાસ મિરકીન, ખલીલભાઈ ધન તેજવી સહિતના ગઝલકારોનો મારા પર ઘણો મોટો પ્રભાવ રહ્યો છે. મારી પોતાની આગવી પ્રતીભા લઘુ કામાં છે. લઘુ કા એટલે ચોંટદાર કાવ્યો હાલ કોન્વેન્ટસ કલ્ચર આવતા ગુજરાતી કવિતાઓ વિસરતી જાય છે. આજના બાળકોને એકપણ ગુજરાતી કવિતા મોઢે આવડી હોતી ની. તેી સમાજના ખાસ કરીને ગુજરાતી સાહિત્યના વ્યાપને વધારવા આજની જનરેશનમાં કાવ્ય પ્રત્યે જાગૃતતા કેળવવી પડશે. કાવ્ય અંગે લોકો વધુ જાગૃત ાય તે માટે અમે પાંચ મિત્રો ‘પાંજ જન્ય સેતુ’ ચલાવીએ છીએ જેમાં અલગ અલગ વિષયના કવિઓનું મુશાયર સંમેલન યોજીએ છીએ. ઉપરાંત એક કવિ એક સાંજ નામનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં શ‚ કરવાના છીએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, વાંચો અને વંચાવોએ ઘડતર નિતી જો દરેક લોકો અપનાવશે તો દરેક ગુજરાતી બાળકના મોઢે એક કવિતા તો અચુક રમતી જ હશે.