Abtak Media Google News
  • વિશ્વ માં સૌથી વધુ પીવાતુ પીણું ચા છે: 2019માં સૌ પ્રથમવાર યુ.એન. દ્વારા દિવસ ઉજવણીની માન્યતા અપાય
  • આજે વિશ્વ ભરમાં ‘ચા’ દિવસ ઉજવાય છે ત્યારે ચાની ચુસ્કી સૌરાષ્ટ્રમાં પણ અવ્વલ નંબરે છે
  • આ વર્ષનું થીમ: ‘ચા અને વ્યાજબી વેપાર’ વિશ્વ ભરમાં ચાના સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ વિશે આજે જન જાગૃતિ વધારાય છે

‘ચા’ નિર્ણય શકિત વધારે છે. છોકરા-છોકરીની સગાઇ કે મીટીંગોમાં નિર્ણય ‘ચા’ ની ચુસ્કી સાથે જ લેવાય છે. આજે સમગ્ર વિશ્વ માં ‘ચા’ દિવસ ઉજવાય છે, જેની શરુઆત 2019 થી યુ.એને માન્યતા આપ્યા બાદ વૈશ્ર્વિક લેવલે ઉજવાય છે. વિશ્વ ભરમાં સૌથી વધુ પિવાતું પાણી આ છે. આ વર્ષનું થીમ ‘ચા અને તેનો વ્યાજબી વેપાર’ છે. આજે ચાના સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ વિશે જનજાગૃતિ પ્રસરાવવામાં આવે છે. કાઠિયાવાડી પ્રજામાં ચા પ્રત્યેની ભકિત અતુટ છે. આજે હર્બલ ટી અને આદુવાળી ચાનો મહિમા અપરંપરા છે. વર્ષો પહેલા અમીરી ચાનો ક્રેઝ જોવા મળતો હતો તો આજે કટીંગ ચાના યુગમાં ડાયાબીટીસને કારણે મોળી ચા નો પણ ક્રેઝ જોવા મળે છે.

આપણા દેશમાં ર00પમાં પ્રથમ ચા દિવસ મનાવાયો હતો અને 2015માં વૈશ્ર્વિક પ્રસ્તાવ મુકાતા 2019થી આ દિવસ ઉજવાય છે. આપણે મોટાભાગે કોફી પીતા હો પણ ચા આપણા હ્રદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.

જયાં ‘ચા’ છે ત્યાં જ આશા છે. ગરીબી અને ભૂખ સામે લડવામાં ચા નો મહત્વનો ફાળો છે. પાણી પછી ચા એ વિશ્વ નું સૌથી વધુ પિવાતું પીણું છે. સ્વર્ગનો માર્ગ ચાની કીટલીમાંથી પસાર થાય છે. તેની દરેક ચુસકી કાલ્પનિક સફર નું પ્રતિનિધિત્વ કરે છે. આપણા દેશમાં ‘ચાય પે ચર્ચા’ નો પણ અનોખો ક્રેઝ યુવા વર્ગમા જોવા મળે છે.

પાંચ હજાર વર્ષ પહેલા ‘ચા’ નો ઉદય !!

ઐતિહાસિક પુરાવાઓ કહે છે કે ચીનમાં પાંચ હજાર વર્ષ પહેલા ચાનો ઉદય થયો હતો. ચીની સમ્રાટ શેનનુગે પ્રથમ પીણું ચાખ્યું હતું. બાદમાં વિશ્વ ના ઘણા દેશોમાં આ પીણું પ્રથમ પસંદગી બન્યું હતું. ભારતમાં આસામમાં ચા ના બગીચાઓ નો બહોળો વ્યવસાય છે. ચાના પાકને 1824 માં બ્રિટીશરો દ્વારા પ્રથમવાર વ્યાપારી રીતે રજુ કરાયો હતો. ભારતમાં આસામ, બંગાળ, કર્ણાટક અને સિકકીમ જેવા રાજયોમાં ચા ઉગાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.