Abtak Media Google News

ધારીના સરસીયા પંથકમાં ધોધમાર બે ઈંચ,  લાલપુર અને કાલાવાડમાં કરા પડયા:  સુરેન્દ્રનગરમાં 15 વૃક્ષો ધરાશાયી આજે જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ  સહિતના  જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

રાજયભરમાં આજે માવઠાનું  જોર વધશે: સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ સહિત રાજયના  14 જિલ્લાઓમાં કમોસમી  વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે ધારીના  સરસીયા પંથકમાં  ધોધમાર બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.  લાલપુર અને કાલાવાડ પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો. આવતીકાલથી ગરમીનું જોર વધશે. સતત કમોસમી  વરસાદના  કારણે ખેડુતોને પારાવાર નુકશાની વેઠવી પડી છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે   રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી  રહ્યો છે. આજે માવઠાનું  જોર વધશે. આજે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,  દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ,   નર્મદા, દ્વારકા, જામનગર,  સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની  આગાહી આપવામાં આવી છે.સવારથી   અસહ્ય  ઉકળાટનો અહેવાસ થઈ રહ્યો છે. આવતીકાલથી ફરી આકાશમાંથી અગની  વર્ષા થશે ગરમીનું જોર વધશે જોકે  મે માસમાં ફરી ત્રણથી ચાર વખત  વાતાવાણમાં   પલટો આવો. કમોસમી વરસાદ પડશે.  માવઠાના કારણે ખેડુતોએ પારાવાર નુકશાની  વેઠવી પડી રહી છે.

ગઈકાલે ધાનેરા પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો. બાપલા, કુંડી,  વાછલા, માંડલ વરસાદ વરસ્યોહતો. ખેડુતોની ચિંતામાં વધારો  થયો છે. ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલ્લા ના લાલપુર અને કાલાવડ પંથકમાં  ભારે પવન અને બરફ નાં કરા સાથે કમોસમી વરસાદ થયો હતો.પરિણામે અનેક ગામો મા પાણી વહેતા થયા હતાં. અને વાતાવરણ મા પણ ઠંડક પ્રસરી ગઇ હતી. આજ નો આ કમૌસમી વરસાદ ખેડૂત માટે નુકશાન કારક સાબિત થશે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ચારણતુંગી, અપિયા, પીરલાખાસર સહિત નાં ગામોમાં તેમજ કાલાવડ અને આજુબાજુ નાં ગામમાં  આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

થોડા સમય માટે વરસેલા આ વરસાદ માં બરફના કરા પણ પડ્યા હતા

સુરેન્દ્રનગરમાં   વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ  પડંયો હતો.   વાવાઝોડુ પણ હુકાયું હતું  શહેરમાં  10 થી 15 જેટલા વૃક્ષો પણ ધરાશય થયા હતા

ઉનાળે ચોમાસાનો માહોલ લોકોએ અહેસાસ કર્યો હતો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી વેરણ બની હતી એને સતત ચાર વાગ્યાથી લઈ અને રાત્રિના 09:00 વાગ્યા સુધી વીજળી નો પુરવઠો પ્રાપ્ત થયો નહોતો જેના કારણે લોકો વરસાદ વરસી અને બંધ થઈ ગયા બાદ પણ ગરમીમાં અકળાય ઊઠ્યા હતા ત્યારે ખેડૂતોના ઉનાળુ વાવેતર ઉપર મોટો ખતરો ઉત્પન્ન થયો હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા અને વરસાદનો લોકોએ અહેસાસ કર્યો હતો

વરસાદ લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક છૂટા છવાયા છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમાં લખતર શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો તાલુકાનાં બજરંગપુરામાં ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે બજરંગપુરા ગામની સીમમાં તલનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.

સુરેન્દ્રનગર શહેરમાં સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ થતાં શહેરના મુખ્ય વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. 3 કલાક જેટલો સમય થવા છતાં લાઈટ ના આવતા લોકો અકળાયા હતા. લોકોએ પીજીવીસીએલ કચેરીમાં ફોન કરવાનું શરૂ કરેલ.કચેરીના ફોન સતત વ્યસ્ત આવતા હતા.

બનાસકાંઠામા સવારે 3.6 ની તિવ્રતાનો ભૂકંપ

પાલનપુર અને ડિસામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ: લોકો ઘરની બહાર દોડી ગયા

રાજયમાં એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ ડિસાથી 10 કી.મી. દુર નોંધાયું છે. ભૂકંપના આંચકાથી જાનમાલની

કોઇ હાની થઇ નથી. રાજયમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સવારે બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.6 ની નોંધાઇ હતી. બનાસકાંઠા ઉપરાંત પાલન પુર અને ડિસામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. લકો ડરના માર્યા ઘરની બહારી દોડી ગયા હતા. એક તરફ આકાશમાંથી માવઠાના રુપે કહેર વરસી રહ્યો છે. બીજી તરફ આજે ધરતી પણ ધણ ધણી  ઉઠતા લોકોમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે.બનાસકાંઠા પંથકમાં આવેલા ભૂકંપના આચકાથી જાન માલની હાની થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.