Abtak Media Google News

સરગમ કલબ દ્વારા સરગમ પરિવારના સભ્યો તથા જાહેર જનતા માટે વિનામૂલ્યે શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સરગમ કલબ તેમજ કૃણાલ સ્ટ્રકચર્સ પ્રા.લી. અને કેર ફોર હોમના ઉપક્રમે જાહેર જનતા માટે વિનામૂલ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે આજરોજ શનિવારના રોજ રાત્રે ૮ કલાકે સરગમી મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ યોજાશે.

આ મ્યુઝીકલ નાઈટમાં અભીજીત ઘોષાલ,મૃદુલા દેસાઈ, હેમંતકુમાર પંડયા, નફીઝ આનંદ, મોહસીન શેખ, પરાગી પારેખ, સોનલ ગઢવી જેવા ખ્યાતનામ કલાકારો ગીતની જમાવટ કરશે.

આ કાર્યક્રમનું ઉદઘાટન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચંદ્રકાંતભાઈ શેઠ, રાકેશભાઈ પોપટ, શિવલાલભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, રમેશભાઈ જીવાણી, રાજેશભાઈ કાલરીયા, ગોવિંદભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, લાખાભાઈ સાગઠીયા, જીતુભાઈ પી. પટેલ, શૈલેષભાઈ પાબારી, કિશનભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ પરિવારના તમામ સભ્યો તથા તેમના પરિવારજનો અને રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલા આ કાર્યક્રમને માણવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ પટેલ તથા કૃણાલ સ્ટ્રકચર્સ પ્રા.લી.ના કૃણાલ દોમડિયા તેમજ કેર ફોર હોમના એમ.જે. સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.