Abtak Media Google News

શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે લોકો ઠંડુ ખાઈ છે , આ દિવસે બધાના ઘરે અવનવી વાનગીઓ બને છે થેપલા, સૂકીભાજી, મીઠાઇ, નમકીન બધુ આગલે દિવસે એટલે કે રાંધણ છટના દિવસે બનાવામાં આવે છે. આ દિવસ માતા શીતળા દેવીનું માનવામાં આવે છે.

આ દિવસે બધી જ માતા સવારે માથે  સ્નાન કરે છે શીતળા માતા ને નાગલો ચૂની, અબીલ ગુલાલ થી પૂજન કરે છે. આ દિવસે માતા પોતાના બાળકો માટે માતા પાસે રક્ષા માંગે છે એવું  માનવામાં આવે છે શીતળા માતા શરીરની રક્ષા કરે છે. શીતળા સાતમના આગલે દિવસે બધા પોતના ઘરનો ચૂલો રાતે ઠારી ને સુવે છે. એવું માનવામાં આવે છે શીતળા માતાનું પૂજન કરવાથી અછબડા, ઓરી, શીતળા જેવી બીમારીથી બાળકો દૂર રહે છે અને શીતળા માતા રક્ષણ કરે છે.

શીતળા સાતમના દિવસે લોકો ઠંડુ ખાઈ છે એનું મહત્વ હજી સુધી ઓછા લોકોને ખબર છે. ચાલો આજે એનું મહત્વ જાણીય.

ભારત દેશ ખાવા પીવાનો સૌથી શોખીન દેશ છે, આજે પણ દેશમાં સહકુટુંબમાં રહે છે જેથી કરીને સ્ત્રીઓ આખો દિવસ ઘરનું કામ અને રસોઈમાં જ હોય છે. તે ક્યારેય પોતાના માટે સમય આપી શક્તી નથી. આ દિવસે  ઘરના નાના મોટા બધાજ મળી ને ઠંડુ ખાઈ છે.

ભારત દેશ પોતાની રોગપ્રતિકારક શક્તિને ખૂબ મહત્વ આપે છે. એવું માનવા આવે છે કે આ દિવસે ઠંડુ થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાઈ છે. આ દિવસ ગરમી અને વરસાદના દિવસે આવે છે, જેમાં ઘણા લોકોને ઋતુગત  બીમારી હોય છે શરદી, જૂનો તાવ,ખાંસી, આંખની બીમારીમાં મદદ રૂપ થાય છે. ઠંડુ ખોરાક લેવાથી પાચન શક્તિમાં પણ લાભદાયક માનવામાં આવે છે. વર્ષ માં એક દિવસ ઠંડુ બધા મળીને ખાઈ અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે એટલા માટે શીતળા સાતમ માનવામાં આવે છે.

શીતળા માતાનું સ્વરૂપ :

મા શીતળા તેના હાથમાં કળશ, સૂપ, સાવરણી અને લીમડાના પાંદડા ધરાવે છે અને લંબાણ પર સવાર એબી મુદ્રામાં બેઠી છે. શીતળા માતાની સાથે જૌરવસુર તાવનો રાક્ષસ, કોલેરાની દેવી, ચોસઠ રોગો, ઘંટકર્ણ, ચામડીના રોગોના ભગવાન અને લોહી દેવી દેવી બેઠા છે. તેમના કલમમાં વાયરસનો નાશ કરનાર, જંતુનાશક, મસૂરના સ્વરૂપમાં ઠંડુ આરોગ્યપ્રદ પાણી છે. સ્કંદ પુરાણમાં, તેમની અર્ચના સ્તોત્રને શીતલષ્ટકના નામથી દર્શાવવામાં આવી છે. ભગવાન શિવએ જાતે જ લોકકલ્યાણ માટે શીતલષ્ટક સ્તોત્રની રચના કરી હતી.

શીતળા સાતમ મનાવાનું વૈજ્ઞાનિક કારણ :

દેવી શીતળાની પૂજા-પર્યાવરણને  સ્વચ્છ અને સલામત નિયંત્રણની પ્રેરણા પ્રાપ્ત થાય છે.  એક સંકેત મળે છે કે વાતાવરણમાં અનેક  બદલાવ થાય છે. અને આ બદલાવથી બચાવ માટે  સાફ સફાઈ ખૂબ જરૂરી છે.  આથી સફાઈ માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. જો કોઈ બાળકોની જેમ આ પ્રકારની બીમારી થઈ જાય, તો તેને શીતળા માતાનું પૂજન કરવું જોઇયે તો આથી આવી  બીમારીઓથી દૂર થઈ શકે.  જ્યારે શીતળા માતાની  માતાની પુજા  શીતળાઅષ્ટમીના દિવસની સ્ત્રી શીતળા માતાની  પદ્ધતિથી પૂજા થાય છે, જેમાં ઘર તેમજ પરિવારની તમામ બીમારીઓ દૂર થાય છે. કુટુંબ ચેતક રોગ જેવા ઘણાં દર્દીઓનાં દર્દીઓનો મુખ્ય સમય એ છે શીતળા માતાની પૂજાના કેન્દ્રો સંપૂર્ણ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.