Abtak Media Google News

બાજરીના લોટની કુલેર, શ્રી ફળની પ્રસાદી ધરી નાગદેવતાના ૯ નામોનું સ્મરણ ફળદાયી

આજે નાગપાંચમ ગુજરાતમાં ઘેર ઘેર નાગ પાંચમના પર્વે પોત પોતાના ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર નાગદેવતાની આકૃતિ, લાલકંકુ વડે કે કાળા રંગથી ચીતરવામાં આવે છે. પછી રૂની દિવેટનો હાર (નાગલા) બનાવી ચીતરેલી આકૃતિના બંને છેડે ચોટાડવામાં આવે છે.નાગદેવતાની કંકુ ચોખાથી પૂજા કરવામાં આવે છે. શ્રી ફળ વધેરાય છે.

પલાળેલી બાજરીના લોટની કુલેરની લાડુડી બનાવી તેનો પ્રસાદ વહેચાય છે. પૌરાણીક માન્યતા અનુસાર નાગપાંચમના દિવસે ઉપવાસ કરવાથી સંતાન પ્રાપ્તી થાય છે. બાળકો જીવે છે કોઈ જીવજંતુ કરડતા નથી આજના દિવસે નાગના દર્શન પવિત્ર મનાય છે. જગતમાં ખેતી કરતી તમામ પ્રજા નાગપૂજા કરે છે.

ગુજરાતમાં નાગ પાંચમના પર્વને લઈ તિથિ પર્વ મેળા ઉત્સવ પણ થાય છે. જેમા ખાસ કરીને નાગદેવતાનો મેળો ચરમાળીયા સુરેન્દ્રનગર, ગોગાબાપજીનો મેળો પાટણ, મહેસાણા રવીન્દ્રા, હારીજ નાગ પાંચમનો મેળો ઘોઘા, ભાવનગર, વડનગર, ખેરાલુમાં યોજાય છે. નાગ સર્પની પૂજા બ્રાહ્મણ, જૈન, બૌધ્ધ, વૈષ્ણવ સર્વ સંપ્રદાયોમાં છે તે લોકધર્મનું સ્વ‚પ છે. નાગદેવતાની પૂજા કરતી વખતે નાગદેવતાના ૯ નામોનું સ્મરણ કરવું આજના દિવસે મહાદેવજીનું ખાસ પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તી થાય છે. કેમકે ભોલેનાથે પણ ગળામાં નાગ ધારણ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.