આજે ખેલૈયાઓને રાત પડશે ટૂંકી: સહિયર રાસોત્સવમાં જામશે ગરબાની રંગત

0
265

દિવસો અને સમય જતા વાર નથી લાગતી જોત જોતામાં આઠ નોરતા સંપન્ન થયા સહીયરના ખેલૈયાઓને જાણે રાત ટુંકી પડે  છે તેમ ડાકલા, સનેડો, ભાંગડા, ટીટોડો, રમતા ખેલૈયાઓ થાકતા નથી. સહીયરના ગાયકો રાહુલ મહેતા, સાનુર ખ્યાર, ચાર્મી રાઠોડ, તેજસ શિશાંગીયા તથા જીલ એન્ટરટેન્ડમેન્ટના સથવારે રાસની રંગત કંઇક ઓર જામે છે.

સહીયર રાસોત્સવને નીહાળવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી બારેયા, બાંભણીયા, ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. અને સહીયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્નપાસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

વિજેતાઓને ચંદુભાઇ પરમાર, ક્રિષ્નપાલસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઇ કણસાગરા, સુનીભાલ પટેલ, યોગેશભાઇ પટેલ, ધૈર્ય પારેખ, ના હસ્તે ઇનામો અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here