- આજે ધો.12 નું પરિણામ, GSEB વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા આ રીતે કરો ચેક
- ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12નું રીઝલ્ટ જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ધોરણ 12નાં 5.34 લાખ જેટલા અને ગુજકેટના 1.26 લાખ જેટલા વિદ્યાર્થી સવારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલા 12મા ધોરણના પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગુજરાત બોર્ડના 12મા ધોરણનું વિજ્ઞાન, વાણિજ્ય અને કલા ત્રણેય પ્રવાહનું પરિણામ 5 મે 2025 ના રોજ આવશે. તમારી સુવિધા માટે, અમે નીચે પરિણામ તપાસવા માટે સીધી લિંક આપી છે, જે 5 મે 2025 ના રોજ સવારે 10.30 વાગ્યે સક્રિય થશે.
ગુજરાત બોર્ડ 12માનું પરિણામ સીટ નંબર દ્વારા ચકાસી શકાય છે. GSEB 12મા આર્ટસ, કોમર્સ અને સાયન્સનું પરિણામ સત્તાવાર વેબસાઇટ – gseb.org પર જાહેર કરવામાં આવશે. પરિણામમાં, વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા કુલ ગુણ, ગ્રેડ અને પર્સન્ટાઇલ ગુણ દેખાશે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ તા.05/05/2025 ના રોજ એટલે કે આજે સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
GSEB HSC જનરલ રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત બોર્ડના HSC રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગુજરાત ધોરણ 12 રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને GSEB રોલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માર્કશીટ 2025 ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: GSEB ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
સ્ટેપ 2: ગુજરાત HSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 4: GSEB માર્કશીટ જોવા મળશે.
સ્ટેપ 5: ભવિષ્યના સંદર્ભ માટે ગુજરાત ધોરણ 12ની માર્કશીટ ડાઉનલોડ કરો.
વોટ્સએપ દ્વારા GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
વિદ્યાર્થીઓ વોટ્સએપ (Whatsapp) દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.
GSEB રીઝલ્ટ 2025 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત બોર્ડના HSC વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરતી વખતે વિદ્યાર્થીઓએ આપેલ બધી વિગતો તપાસવી જરૂરી છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ |
નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859 | નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813 |
રીપીટર વિદ્યાર્થી – 22,652 | રીપીટર વિદ્યાર્થી – 10,476 |
આઇસોલેટેડ – 4,031 | આઇસોલેટેડ – 95 |
ખાનગી – 24,061 | કુલ – 1,11,38 |
ખાનગી રીપીટર – 8,306 | |
કુલ – 4,23,909 |